Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : તુર્કિના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચ્યા

pahalgam terror attack   તુર્કિના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચ્યા
Advertisement

Pahalgam Terror Attack : મંગળવાર, 22 એપ્રિલ 2025ના રોજ, જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના પહેલગામના બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા (terrorist attack) માં 26 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા, જેમાં 2 વિદેશી નાગરિકો અને 1 નેપાળી નાગરિક (Nepali National) નો પણ સમાવેશ થાય છે. આ હુમલો, જેને 2019ના પુલવામા હુમલા (Pulwama Attack) પછીનો સૌથી ઘાતક હુમલો ગણવામાં આવે છે, તે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ, જેમાં 5થી 6 આતંકવાદીઓનો સમાવેશ હતો, તેઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે.

રાફેલ મરીન ફાઇટર જેટ (રાફેલ-એમ) ભારતીય નૌકાદળ માટે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સંપત્તિ તરીકે ઉભરી રહ્યું છે. ફ્રાન્સની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત આ મલ્ટીરોલ ફાઇટર જેટ માત્ર ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો જ નથી કર્યો, પરંતુ હવે તે નૌકાદળ માટે પણ ગેમ-ચેન્જર સાબિત થવા જઈ રહ્યું છે. આ કરારમાં ભારત તરફથી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને નૌકાદળના નાયબ વડા વાઇસ એડમિરલ કે સ્વામીનાથન હાજર હતા.

Advertisement

ફરી એકવાર આતંકના પક્ષમાં તુર્કિ!

April 28, 2025 4:48 pm

Advertisement

તુર્કિના 7 સૈન્ય વિમાન પાકિસ્તાન પહોંચ્યા હતા. કરાંચી, ઈસ્લામાબાદમાં વિમાનોનું લેન્ડિંગ થયું હતું. 6 સૈન્ય વિમાન કરાંચીમાં લેન્ડ કરાયા હતા. જ્યારે 1 સૈન્ય વિમાનનું લેન્ડિંગ ઈસ્માલાબાદમાં થયું હતું.

પહલગામ હુમલા મુદ્દે કોંગ્રેસ નેતાઓને નિર્દેશઃ સૂત્ર

April 28, 2025 4:01 pm

પહલગામ હુમલા બાદ કોંગ્રેસનાં કેટલાક નેતાઓને દ્વારા પાર્ટી લાઈનથી અલગ નિવેદનબાજી ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. નેતાઓના નિવેદનો મુદ્દે ખડગે, રાહુલ ગાંધી નારાજ છે. કોંગ્રેસના તમામ નેતાઓને સૂચના આપવામાં આવી છે. પહલગામ મુદ્દે સિદ્ધારમૈયા, વડેટ્ટીવાર, વાડ્રાએ નિવેદન આપ્યું હતું. મણિશંકર ઐયર અને તિમ્માપુરે નિવેદન આપ્યું હતું.

સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં થશે અભૂતપૂર્વ વધારો

April 28, 2025 3:34 pm

ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કરાયા છે. 63 હજાર કરોડમાં ફ્રાન્સ પાસેથી ભારત 22 સીંગલ સીટર અને 4 ડબલ સીટર રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી કરશે. રાફેલ મરીન એરક્રાફ્ટના કારણે ભારતીય નૌકાદળની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે. આ અંગે દિલ્હીમાં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને નેવી વાઈસ ચીફ એડમિરલ કે. સ્વામીનાથનની ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ લડાકૂ વિમાન પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. વિમાન ખરીદવાના આ સંરક્ષણ સોદાને લાંબી વાટાઘાટો બાદ CCSની બેઠકમાં મંજૂરી મળી હતી. રિપોર્ટ પ્રમાણે રાફેલ મરીન એરક્રાફ્ટને INS વિક્રાંત પર તૈનાત કરશે. આ વિમાનમાં એન્ટી શિપ સ્ટ્રાઈક, ન્યૂક્લિયર હથિયાર લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઈટ રિકોર્ડ કરવા જેવા અનેક વિધ ફિચલ સામેલ છે. આ ઉપરાંત સ્વદેશી હથિયાર પ્રણાલી, સ્પેયર પાર્ટ્સ અને અન્ય જરૂરી ટૂલ્સ પણ આ વિમાનમાં મળશે.

જમ્મુ કાશ્મીરમાં ટ્રેકિંગ, હાઈકિંગ પ્રવૃત્તિઓ બંધ

April 28, 2025 2:57 pm

પહેલાગામમાં થયેલા આતંકી હુમલા બાદ હવે પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના ભાગરૂપે વહીવટીતંત્રએ ટ્રેકિંગ, હાઈકિંગ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી સુચના ન મળે ત્યા સુધી તમામ પ્રવાસીઓને ટ્રેકિંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 22 તારીખે થયેલા હુમલા બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકોની મુસિબતમાં વધારો થયો છે.

પહેલગામ હુમલા અંગે છલકાયું જમ્મુ કાશ્મીર CM અબ્દુલ્લાનું દર્દ

April 28, 2025 2:38 pm

પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ઘાતક આતંકી હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગ્રીન સ્ટ્રીટ મસ્જિદ ખાતે શોકસભામાં ગહન દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “મારી પાસે શબ્દો નથી; આ સમગ્ર ભારત પર હુમલો છે.” તેમણે ઉમેર્યું કે 21 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં આવો મોટો હુમલો થયો છે, જેણે કેરળથી કાશ્મીર અને ગુજરાતથી અરુણાચલ સુધીના દેશના દરેક ખૂણાને પ્રભાવિત કર્યો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, અને હુમલાની નિંદા કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેમાં અબ્દુલ્લાએ લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા હાથ ધરાયેલા આ હુમલાને “રાષ્ટ્રની એકતા અને શાંતિ પર કાયરતાપૂર્ણ હુમલો” ગણાવ્યો.

પાકિસ્તાન પર ફરી ભડક્યા AIMIM નેતા ઓવૈસી

April 28, 2025 2:07 pm

પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પરમાણુ ધમકીઓ અને ઉશ્કેરણીજનક નિવેદનો સામે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ 27 એપ્રિલે મહારાષ્ટ્રના પરભણીમાં જાહેર સભામાં તીખો પલટવાર કર્યો, જેમાં તેમણે પાકિસ્તાનની તુલના ISIS સાથે કરી. તેમણે કહ્યું કે, ધર્મ પૂછીને નિર્દોષ લોકોની હત્યા કરવી એ આતંકવાદી સંગઠનની નીચ હરકતો જેવું છે. ઓવૈસીએ પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીની 130 પરમાણુ હથિયારોની ધમકીનો જવાબ આપતા કહ્યું, “પાકિસ્તાન અડધી સદી પાછળ છે; અમારું સૈન્ય બજેટ તમારા રાષ્ટ્રીય બજેટ કરતાં મોટું છે. તમારી ધમકીઓ સામે ભારત ચૂપ નહીં બેસે.” તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભૂટ્ટો પર પણ આકરા પ્રહાર કર્યા. ઓવૈસીએ ભુટ્ટોના ઉશ્કેરણીજનક નિવેદનોને “અજ્ઞાનતાપૂર્ણ” ગણાવ્યા.

પહેલગામ અંગે BBCના રિપોર્ટિંગ સામે આપત્તિ

April 28, 2025 1:46 pm

પહેલગામમાં થયેલા આતંકી હુમલા, જેમાં 26 લોકોના મોત થયા, તેના સમાચાર પ્રસારણમાં BBC દ્વારા આતંકવાદીઓને “ઉગ્રવાદી” (militants) તરીકે ઓળખાવવા સામે ભારત સરકારે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે BBC ઇન્ડિયાના વડા જેકી માર્ટિનને ઔપચારિક પત્ર લખીને દેશની લાગણીઓનો સખત વિરોધ વ્યક્ત કર્યો અને આ રિપોર્ટિંગને અયોગ્ય અને સંવેદનશીલતાના અભાવવાળું ગણાવ્યું. વિદેશ મંત્રાલયના એક્સટર્નલ પબ્લિસિટી એન્ડ પબ્લિક ડિપ્લોમસી વિભાગે જાહેરાત કરી કે તે હવે BBCના ભાવિ રિપોર્ટિંગ પર નજીકથી નજર રાખશે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

જમ્મુ કાશ્મીર : સુરક્ષાદળોની આતંકીઓના ઠેકાણાં પર રેડ

April 28, 2025 1:20 pm

પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાદળોએ 28 એપ્રિલ, 2025ના રોજ મોટા પાયે ઓપરેશન હાથ ધરી, જેમાં 13 અલગ-અલગ સ્થળોએ આતંકવાદીઓના ઠેકાણાં અને તેમના મદદગારોના નેટવર્ક પર દરોડા પાડવામાં આવ્યા. ભદ્રવાહ, ભલ્લા, ગંડોહ અને સાજા વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને CRPFની સંયુક્ત ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી, જેમાં આતંકવાદીઓને શસ્ત્રો, નાણાં અને આશ્રય પૂરો પાડનારા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) પર સકંજો કસવામાં આવ્યો. આ ઓપરેશનનો હેતુ આતંકી ગતિવિધિઓના નેટવર્કને ખતમ કરવાનો અને પ્રદેશમાં શાંતિ સ્થાપવાનો છે.

પાકિસ્તાનની સ્થિતિ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ

April 28, 2025 12:29 pm

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ભયે પાકિસ્તાનમાં ભયનો માહોલ છવાયો છે, જેના પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પોસ્ટમાં ટિપ્પણી કરીને કહ્યું, “આ ડર સારો છે,” અને ભારતની કડક કાર્યવાહીના ડરથી સમગ્ર પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો હોવાનો ઉલ્લેખ કર્યો. સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનામાંથી અનેક વરિષ્ઠ અધિકારીઓએ રાજીનામાં આપી દીધાં છે, જ્યારે કેટલાક અધિકારીઓ દેશ છોડીને ફરાર થઈ ગયા છે, જે પાકિસ્તાની સેનાની આંતરિક અસ્થિરતા અને ભારતના આક્રમક વલણની અસર દર્શાવે છે. સંઘવીની આ પોસ્ટે ભારતની આતંકવાદ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ અને પાકિસ્તાન પર વધતા દબાણને રેખાંકિત કર્યું છે, જેના કારણે પાકિસ્તાનનું સૈન્ય નેતૃત્વ હાલ તણાવમાં છે.

અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ

April 28, 2025 11:58 am

આજે 28 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ટોરેન્ટ પાવર અને અમદાવાદ શહેર પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી, જેમાં ગેરકાયદે લગાવેલા વીજ કનેક્શનોને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન ટોરેન્ટ પાવરની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વસાહતોમાં પ્રવેશ કર્યો, જ્યાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સ્વયં હાજર રહ્યા અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ગેરકાયદે વસાહતોને નિયંત્રિત કરવા અને શહેરની સુરક્ષા તથા કાયદાકીય વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી.

ભારતની 16 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલો પર ડિજિટલ સ્ટ્રાઈક

April 28, 2025 11:00 am

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક ડિજિટલ કાર્યવાહી કરતાં 16 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલો અને ડોન ન્યૂઝ, સમા ટીવી તથા આર્ય ન્યૂઝ જેવી પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે. આ ચેનલો ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને ભ્રામક કહાનીઓ ફેલાવીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી રહી હતી, ખાસ કરીને પહેલગામ હુમલાને ખોટી રીતે રજૂ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ નિર્ણયને ‘ડિજિટલ સ્ટ્રાઈક’ તરીકે ગણાવી, જે રાષ્ટ્રની સુરક્ષા અને આંતરિક શાંતિ જાળવવા માટેનું મહત્વનું પગલું છે. આ કાર્યવાહીએ પાકિસ્તાનના પ્રોપેગન્ડા માધ્યમો પર નિયંત્રણ લાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી, જે આતંકવાદી હુમલાને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને દેશની એકતા તથા સુરક્ષા માટે ભારતના આક્રમક વલણને રેખાંકિત કરે છે.

જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાનમાં ફફડાટ

April 28, 2025 10:45 am

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ભયે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે, અને તેણે ભારત સાથેની સરહદ નજીક સૈન્ય ગતિવિધિઓ તેજ કરી છે. પાકિસ્તાની સેનાએ ચીન પાસેથી મેળવેલી SH-15 હોવિત્ઝર તોપો નિયંત્રણ રેખા (LoC) તરફ મોકલી છે, જેમાંથી એક કાફલો સિંધ પ્રાંતના સુક્કુરમાં, સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર જોવા મળ્યો. ખૈબર પખ્તૂનખ્વાના સ્વાત વિસ્તારમાં સૈદુ શરીફ એરબેઝ પર પાકિસ્તાને લડાકૂ વિમાનો તૈનાત કર્યા છે, જે અગાઉ નાગરિક ઉપયોગ માટે હતું, પરંતુ હવે તેને સૈન્ય ઉપયોગ માટે નવી રનવે અને હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કાર્દૂ એરબેઝને પણ સક્રિય કરવામાં આવ્યું છે, જે ભારતના જમ્મુ-કાશ્મીરથી લગભગ 230 કિલોમીટર દૂર છે.

ફાંકા ફોજદારી કરતા બિલાવલ ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડીને ફરાર

April 28, 2025 10:26 am

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત તરફથી શક્ય કાર્યવાહીની આશંકાએ પાકિસ્તાનમાં ભારે ફફડાટ સર્જ્યો છે. ખાસ કરીને પાકિસ્તાની રાજકીય નેતાઓ અને સૈન્ય અધિકારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ભારતને સિંધુ જળ સમજૂતી તોડવાની ધમકી આપનારા બિલાવલ ભુટ્ટો પર હવે પોતાની જ ધમકીઓનો ભય વ્યાપી ગયો છે. હકીકત એ છે કે ભુટ્ટો ધમકી આપ્યા માત્ર એક દિવસ બાદ તેના પરિવારના સભ્યો પાકિસ્તાન છોડીને કેનેડા રવાના થઈ ગયા છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની રાજકીય સ્થિતિ, આંતરિક અસ્થિરતા કેટલી હદે વધી ગયો છે. માત્ર ભુટ્ટોના પરિવાર જ નહીં, પરંતુ ઘણાં સેનાના ઉચ્ચ અધિકારીઓના પરિવારજનો પણ દેશ છોડીને સુરક્ષિત સ્થાને જવા લાગ્યા છે.

પહેલગામ હુમલા બાદ રક્ષા મંત્રાલય સક્રિય, આજે PM સાથે મહત્વની બેઠક

April 28, 2025 10:11 am

પહેલગામ હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને લઇ રક્ષા મંત્રાલય સક્રિય થયું છે. આજે સવારે 11 વાગ્યે રક્ષામંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મુલાકાત માટે પહોંચશે. બંને નેતાઓ વચ્ચે આ બેઠક દરમિયાન હાલની સુરક્ષા પરિસ્થિતિ, હુમલાની પૂર્વતૈયારી અને ભારતના રણનૈતિક પગલાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રો મુજબ, સંભવિત ખતરાઓ અને પાકિસ્તાન સાથે સંબંધિત હલચલ પર પણ ચર્ચા થઈ શકે છે. દેશની આંતરિક અને સીમા સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા પગલાં લેવામાં આવશે તે આ બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે.

પહેલગામ હુમલા બાદ ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો

April 28, 2025 9:58 am

28 એપ્રિલ, 2025ના રોજ ભારત અને ફ્રાન્સ વચ્ચે નવી દિલ્હીમાં 63 હજાર કરોડ રૂપિયાના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદા હેઠળ 26 રાફેલ મરીન લડાકુ વિમાનોના કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે, જે ભારતીય નૌકાદળની સમુદ્રી તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરશે. આ સોદામાં 22 સિંગલ-સીટર અને 4 ડબલ-સીટર રાફેલ મરીન વિમાનોનો સમાવેશ થાય છે, જે પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે અને મુખ્યત્વે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત થશે. આ કરારને 9 એપ્રિલ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી, જે 22 એપ્રિલના પહેલગામ આતંકી હુમલા બાદ યોજાઈ હતી, જેમાં 26 લોકોના મોત થયા હતા. ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સેબાસ્ટિયન લેકોર્નુની હાજરીમાં થનારો આ સોદો ચીનની વધતી સમુદ્રી હાજરીના પ્રતિસાદમાં ભારતની નૌકા શક્તિને મજબૂત કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં વૈશ્વિક સહયોગ દર્શાવે છે.

પહેલગામ આતંકી હુમલાને લઈ વિશ્વભરમાં પ્રદર્શન

April 28, 2025 9:22 am

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ઘાતક આતંકી હુમલાની વિશ્વભરમાં તીવ્ર નિંદા થઈ અને અનેક દેશોમાં ઉગ્ર પ્રદર્શનો યોજાયા. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નેપાળ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં ભારતીય ડાયસ્પોરા અને સ્થાનિક સમુદાયોએ લંડન, મેલબર્ન, ફ્રેન્કફર્ટ, પેરિસ, ટોરન્ટો, વોશિંગ્ટન ડીસી અને હ્યૂસ્ટન જેવા શહેરોમાં રેલીઓ કાઢી, જેમાં “આતંકવાદ બંધ કરો” અને “પાકિસ્તાન મુર્દાબાદ” જેવા નારા લગાવવામાં આવ્યા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માગ કરી, જેમાં લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા હુમલો હાથ ધરવામાં આવ્યો હતો. આ વૈશ્વિક વિરોધે ભારતની આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં આંતરરાષ્ટ્રીય એકતા અને પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી.

પહેલગામ આતંકી હુમલાને લઇને નેપાળવાસીઓમાં રોષ

April 28, 2025 9:13 am

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ઘાતક આતંકી હુમલાએ નેપાળમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે, જેમાં 26 લોકોના મોત થયા, જેમાં એક નેપાળી પ્રવાસી સુદીપ ન્યૂપેનનો સમાવેશ થાય છે, અને 17 લોકો ઘાયલ થયા. નેપાળની પ્રતિનિધિ સભામાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યાં સાંસદોએ આ નિર્દય હુમલાની તીવ્ર નિંદા કરી. નેપાળી સાંસદોએ આતંકવાદ સામે એકજૂટ થઈને કડક કાર્યવાહી કરવાની હાકલ કરી, આ હુમલાને માનવતા વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું. નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ પણ આ હુમલાની નિંદા કરી.

પહેલગામ આતંકી હુમલાને લઈ વિશ્વભરમાં પ્રદર્શન

April 28, 2025 9:02 am

પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતા દર્શાવવા માટે વિશ્વભરના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ફ્રાન્સમાં રહેતા ભારતીય પ્રવાસીઓએ એફિલ ટાવર નજીક પ્લેસ ડુ ટ્રોકાડેરો ખાતે પ્રદર્શન કર્યું. ભારતીય સમુદાયના સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ પકડીને અને ત્રિરંગો લહેરાવીને આતંકવાદ વિરુદ્ધ મજબૂત સંદેશ આપ્યો. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદી પ્રવૃત્તિઓને આશ્રય અને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક પગલાં લેવા હાકલ કરી. પ્રદર્શનકારીઓએ ફ્રાન્સ, યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્રને આતંકવાદને મદદ કરનારા અને પ્રોત્સાહન આપનારા દેશો સામે કડક પગલાં લેવા વિનંતી કરી.

પાકિસ્તાની રક્ષા મંત્રીએ શું માંગ કરી?

April 28, 2025 8:30 am

પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફ રશિયાની આરઆઈએ નોવોસ્ટી સમાચાર એજન્સીને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. આ દરમિયાન, આસિફે કહ્યું કે, રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો પણ આ ઇમરજન્સીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને તેઓ એક તપાસ ટીમ પણ બનાવી શકે છે. એક આંતરરાષ્ટ્રીય ટીમે આની તપાસ કરવી જોઈએ. જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ પહેલગામ આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસનો પ્રસ્તાવ મૂક્યો હતો.

LoC પર પાકિસ્તાનની ઉશ્કેરણી, ભારતનો જડબાતોડ જવાબ

April 28, 2025 7:46 am

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર LoC પર સીઝફાયર ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને પૂંછ જિલ્લામાં અવિરત ગોળીબાર શરૂ કર્યો, જેનો ભારતીય સેનાએ કડક અને અસરકારક રીતે વળતો જવાબ આપ્યો. છેલ્લા 4 દિવસથી પાકિસ્તાની ચોકીઓમાંથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે, જેનો હેતુ ભારતીય સેનાને ઉશ્કેરવાનો અને સરહદી વિસ્તારોમાં તણાવ વધારવાનો છે. 2021ના સીઝફાયર કરારને નજરઅંદાજ કરીને પાકિસ્તાનની આ નાપાક હરકતો ચાલુ છે, પરંતુ ભારતીય સેનાની તાકાત અને સતર્કતાને કારણે પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે, જ્યારે ભારતીય પક્ષે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આતંકવાદ સામે ભારતનું કડક વલણ

April 28, 2025 7:22 am

બૈસરન આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેતાં પાકિસ્તાની નાગરિકોના તમામ વિઝા તાત્કાલિક રદ કરી દીધા છે. પાકિસ્તાની નાગરિકોને નિર્ધારિત સમયમર્યાદામાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનું પાલન ન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે અને તેમને 3 વર્ષની જેલ તેમજ 3 લાખ રૂપિયાના દંડની સજા થશે. આ ઉપરાંત, SAARC વિઝા ધારકોને 26 એપ્રિલ, 2025 સુધી અને મેડિકલ વિઝા ધારકોને 29 એપ્રિલ, 2025 સુધી ભારત છોડવાની સૂચના આપવામાં આવી છે. આ પગલાં ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આતંકીઓની હવે ખૈર નહીં!

April 28, 2025 7:16 am

સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે બૈસરન વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું, જ્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તપાસની જવાબદારી સંભાળી લીધી છે. શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) અને આતંકવાદી સહયોગીઓને શોધવા માટે વધારાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

This Live Blog has Ended
Advertisement
×

Live Tv

Trending News

.

×