Ahmedabad : લાલુ બિહારી પોલીસના સકંજામાં, રિમાન્ડ દરમ્યાન અનેક ખુલાસા થવાની શક્યતા
Major action by AMC: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘૂસણખોરો સામે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના સર્ચ ઓપરેશનમાં 800માંથી 143 બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો, જેના પગલે ગેરકાયદે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા અને JCB-બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. ગૃહ વિભાગના આદેશ અનુસાર, આજે પણ આ વિસ્તારમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેનો ઉદ્દેશ ગેરકાયદે વસવાટ અને બાંધકામોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. નવીનતમ અપડેટ્સ માટે પેજને રિફ્રેશ કરતા રહો...
ગેરકાયદેસર વસાહતો કરાઈ નેસ્ત નાબૂદ
April 29, 2025 6:52 pm
ચંડોળા ખાતે વહેલી સવારથી શરૂ થયેલી ડિમોલેશનની આજના દિવસની કાર્યવાહી પૂર્ણ થઈ છે. સતત 9 કલાક જેટલો સમય બુલડોઝર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. 2 હજાર પોલીસ અધિકારીઓ સહિત અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ વહેલી સવારથી ખડેપગે હતા. મોટી સંખ્યામાં ગેરકાયદેસર વસાહતોને નેસ્ત નાબૂદ કરાઈ છે. આવતીકાલે પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે.
લાલુ બિહારીની અટકાયત કરવામાં આવી
April 29, 2025 5:39 pm
અમદાવાદ ખાતે ચંડોળા તળાવ મામલે ગુજરાત ATS દ્વારા લાલુ બિહારીની અટકાયત કરવામાં આવી છે. તેમજ તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ચંડોળા તાલ મામલે 2022 માં એટીએસ દ્વારા Aqis ના આતંકીને પકડવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે NIA અને ATS દ્વારા તપાસ કરવામાં આવી કે ઘણા આતંકીઓ ચંડોળાના લોકો સાથે કોન્ટેક્ટમાં રહે છે. લાલુ બિહારીના ત્યાં અનેક એસી રૂમ પણ મળી આવ્યા છે. બાંગ્લાદેશથી યુવતીઓ પણ સપ્લાય કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
ચંડોળા તળાવ મામલે યોજાયેલ બેઠક પૂર્ણ
April 29, 2025 4:42 pm
અમદાવાદ ચંડોળા તળાવ મામલે યોજાયેલ બેઠક પૂર્ણ થઈ છે. અમદાવાદ સીપી ઓફીસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચંડોળા તળાવમાં ચાલી રહેલ ડિમોલેશનની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્યમંત્રી અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે સમીક્ષા બેઠક શરૂ
April 29, 2025 2:32 pm
અમદાવાદનાં ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે બેઠકોનો ધમધમાટ શરૂ
April 29, 2025 2:32 pm
અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની CP ઓફિસ ખાતે બેઠક છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી છે. બેઠકમાં DGP, ગૃહ રાજ્યમંત્રી, CP ઉપસ્થિતિ છે. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીની સમીક્ષા થશે. તેમજ સવારથી ચંડોળા તળાવ પાસે કામગીરી ચાલી રહી છે.
ડિમોલિશન સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પોસ્ટ કરી
April 29, 2025 1:34 pm
ડિમોલિશન સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પોસ્ટ કરી છે. ડિમોલિશન રોકવા બાબતે સ્થાનિકોએ કરેલી અરજી કોર્ટે ફગાવતા પોસ્ટ કરી છે. X (એક્સ) પર પોસ્ટ કરી હર્ષભાઈએ લખ્યું 'ન્યાય મળ્યો'. હર્ષ સંઘવીએ કહ્યું, કોંગ્રેસ સમર્થકોની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી. કોંગ્રેસનો બાંગ્લાદેશી/પાકિસ્તાનીઓને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.
આખરે પોલીસના સકંજામાં આવ્યો કુખ્યાત લલ્લા બિહારી
April 29, 2025 1:30 pm
કુખ્યાત લલ્લા બિહારી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે લલ્લા બિહારી અને તેના પુત્રની કરી ધરપકડ કરી લીધી છે. ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિમાં લલ્લાનો પુત્ર ફતેહ મોહમ્મદ પણ સામેલ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પર ગેરકાયદે બાંધકામ ઉભું કર્યુ હતું. લલ્લા બિહારી ઘૂસણખોરોના ખોટા દસ્તાવેજો બનાવી આપતો હતો.
ચંડોળા તળાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 ટકા જેટલું ડિમોલિશન પૂર્ણ થયું હોવાનો દાવો
April 29, 2025 1:28 pm
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે સવારથી શરૂ થયેલી ગેરકાયદેસર બાંધકામો સામેની ડિમોલિશન કામગીરીએ ઐતિહાસિક સ્વરૂપ લીધું છે, જેને શહેરની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ગણાવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 50 ટકા જેટલું ડિમોલિશન પૂર્ણ થયું હોવાનો દાવો કરવામાં આવે છે. જેમાં સિયાસતનગર બંગાળ વાસ વિસ્તારમાં મોટાભાગના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. 50 JCB અને 2000 પોલીસકર્મીઓની હાજરીમાં ચાલતી આ કામગીરી ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતોને દૂર કરવા અને તળાવની જમીનને મુક્ત કરવા માટે યોજાઈ રહી છે.
ડિમોલિશનના વિરોધમાં કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી
April 29, 2025 1:25 pm
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે ચાલી રહેલા મેગા ડિમોલિશન અભિયાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાત હાઈકોર્ટે 18થી વધુ સ્થાનિકો દ્વારા ડિમોલિશન કામગીરી પર રોક લગાવવા માટે કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે.
આવતીકાલે ફરીથી મળશે Delhi માં CCSની બેઠક
April 29, 2025 12:43 pm
Pahalgam Terror Attack મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ફરીથી PM મોદીની અધ્યક્ષતામાં Delhi માં CCSની બેઠક યોજાશે. પહેલગામ આતંકી હુમલા બાદ બીજી વખત CCS ની બેઠક મળી રહી છે. પ્રાપ્ત સુત્રો અનુસાર, CCSની બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
PM મોદીના નિર્ણય બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં
April 29, 2025 11:31 am
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી CCS બેઠકમાં ગેરકાયદે વસવાટ કરતા નાગરિકો સામે કડક પગલાં લેવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો, જેના પગલે ગુજરાતમાં ત્વરિત કાર્યવાહી શરૂ થઈ, ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન અભિયાન હાથ ધરાયું. પોલીસે તાબડતોબ બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આઇડેન્ટિફિકેશન કરી, તેમના ગેરકાયદે ઘરો અને કારખાનાઓ પર બુલડોઝર ફેરવી દીધા. આ પ્રકારની કાર્યવાહીની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કરી હતી, જોકે તે સમયે કેટલીક રાજકીય પાર્ટીઓએ વિરોધ કર્યો હતો. હાલમાં કોર્ટમાંથી સ્ટે હટવાથી આ ઐતિહાસિક કાર્યવાહી ફરી શરૂ થઈ, જે ગુજરાત સરકાર અને પોલીસની બિરદાવવા લાયક કામગીરી છે.
બાંગ્લાદેશીઓના ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટી સ્ટ્રાઇક
April 29, 2025 11:25 am
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લિન' હેઠળ બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચાલુ છે. આ મેગા અભિયાનમાં 50થી વધુ JCB અને બુલડોઝર તેમજ 2,000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ગેરકાયદે મકાનોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા, અને તેમને ઘર ખાલી કરવા અંતિમ સૂચના આપવામાં આવી.
ચંડોળા તળાવ સિયાસતનરમાં મેગા ડિમોલિશન
April 29, 2025 10:52 am
અમદાવાદના ચંડોળા તળાવના સિયાસતનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે મેગા ડિમોલિશન કામગીરી જોરશોરથી ચાલી રહી છે, જેની સમીક્ષા માટે પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા. ગઈકાલે કરવામાં આવેલા સર્વેના આધારે, શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ JCB અને બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક લોકોની પણ ઈચ્છા છે કે આ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે.
ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવા એકસાથે 50 JCB ફરી વળ્યા
April 29, 2025 10:48 am
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ અને બાંધકામો સામે તંત્રની કડક કાર્યવાહી ચાલુ છે, જેમાં એક જ ઘામાં ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવા 50 JCB અને બુલડોઝર એકસાથે ફરી વળ્યા. પોલીસના મોટા કાફલાની સુરક્ષા સાથે આગળ વધતા બુલડોઝરોએ દબાણો હટાવવાની કામગીરી તેજ કરી.
ગેરકાયદે બાંધકામો સામે તંત્રની ઐતિહાસિક કામગીરી
April 29, 2025 10:16 am
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ થઈ, જેમાં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મહાઉસ અને મકાનો પર JCB અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું. 1,000થી વધુ પોલીસકર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે.
ચંડોળામાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી પહેલા નવો વળાંક
April 29, 2025 9:11 am
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે શરૂ થનારી મેગા ડિમોલિશન કામગીરી પહેલા નવો વળાંક આવ્યો છે, જ્યાં રાતોરાત 18થી વધુ સ્થાનિકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવીને સંભવિત તોડકામ સામે સવાલ ઉઠાવ્યા છે. આ સ્થાનિકોએ હાઇકોર્ટમાં અરજી કરીને ડિમોલિશન કામગીરી પર રોક લગાવવાની માંગ કરી છે, પરંતુ આજે જાહેર રજાને કારણે તત્કાલ સુનાવણી શક્ય ન હોવાથી તેમણે તાકીદે સુનાવણીની વિનંતી કરી છે.
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ
April 29, 2025 9:07 am
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ થઈ, જેમાં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મહાઉસ અને મકાનો પર JCB અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું. 1,000થી વધુ પોલીસકર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો, સિયાસત નગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે કોમ્બિંગ કર્યું, અને ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી, ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓની હાજર રહ્યા.
પોલીસના કાફલા સાથે આગળ વધ્યા બુલડોઝર
April 29, 2025 9:01 am
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે શરૂ થયેલા અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનમાં JCB અને બુલડોઝર દ્વારા તવાઈ મચાવવામાં આવી રહી છે. પોલીસના મોટા કાફલાની હાજરીમાં બુલડોઝર આગળ વધી રહ્યા છે.
ગેરકાયદે બાંધકામો સામે તંત્રની તવાઈ
April 29, 2025 8:55 am
અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બાંધકામો અને ઘુસણખોરો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે, જે ગૃહ વિભાગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવી રહી છે. સરકારના સ્પષ્ટ નિર્દેશો બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને પોલીસના સંયુક્ત સહયોગથી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે.
ચંડોળામાં મેગા ડિમોલેશન શરૂ
April 29, 2025 8:47 am
અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે દબાણો હટાવવા માટે શરૂ થયેલા મેગા ડિમોલેશન અભિયાનમાં લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મહાઉસ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. બુલડોઝર પોલીસના મોટા કાફલા સાથે આગળ વધ્યા. આ કામગીરીમાં પોલીસના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે.
ચંડોળા તળાવ પર અતિક્રમણની ટાઇમલાઇન
April 29, 2025 8:29 am
ચંડોળા તળાવ પર ગેરકાયદે અતિક્રમણની શરૂઆત 1970 અને 1980ના દાયકામાં સ્થળાંતર અને વસાહતોથી થઈ, 2002માં NGO દ્વારા 'સિયાસતનગર' નામની રાહત શિબિર બનાવી. 2009માં દબાણ હટાવવાનો પ્રયાસ થયો, પરંતુ ભૂલથી રાહત શિબિર તોડી પાડવામાં આવી, જેના પગલે 2010માં હુલ્લડ વળતર અરજીમાં પુનર્જનન દાખલ થયું અને 2011માં કોર્ટે વળતરનો આદેશ આપ્યો, જોકે દબાણ હટાવવા અંગે કોઈ ટીપ્પણી ન કરી. 2012થી તળાવમાં નિયમિત પાણી ભરવાનું શરૂ થયું, પરંતુ 2010 પછી મોટાપાયે દબાણો વધ્યા. ઘુસણખોરોને કેટલાક રાજકીય નેતાઓએ પણ મદદ કર્યાનો આરોપ છે. હાલમાં અંદાજે 1,25,698.39 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે, જેના કારણે 14 વર્ષમાં જંત્રી મુજબ સરકારને 500 કરોડથી વધુનું નુકસાન થયું છે.
ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘુસણખોરી
April 29, 2025 8:24 am
ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘુસણખોરીને કારણે તેની જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2010માં તળાવની જળસંગ્રહ ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી, જે 2024માં ઘટીને 7.58 લાખ ચોરસ મીટર થઈ ગઈ છે. ગત 14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ઘુસણખોરી થઈ છે, જેના કારણે તળાવની ક્ષમતા અને પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે.
ડિમોલિશનની કામગીરીને લઈને વ્યાપક પોલીસ બંદોબસ્ત
April 29, 2025 6:50 am
ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીને લઈને વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં SOG, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, EOW, મહિલા ક્રાઈમ અને SRPની ટીમો સામેલ છે. DCP, ACP, સાયબર ક્રાઈમ ACP, મહિલા ક્રાઈમ ACP સહિત મોટી સંખ્યામાં PI અને PSI પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ થાય.
ડિમોલિશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે
April 29, 2025 5:52 am
બે દિવસ દરમિયાન 890 બાંગ્લાદેશીને ડિટેઇન કરાયા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.