Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Winter Tips: ગરમ કપડા માંથી ફઝ દૂર કરવાની અસરકારક રીતો!

શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે આવા ગરમ કપડાં ખૂબ જ ખરાબ દેખાય છે Winter Tips: શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે અને તેની સાથે જ તમામ ઘરોમાં ઉનના કપડાં અને શાલ વગેરે...
winter tips  ગરમ કપડા માંથી ફઝ દૂર કરવાની અસરકારક રીતો
Advertisement
  • શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે
  • શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે
  • આવા ગરમ કપડાં ખૂબ જ ખરાબ દેખાય છે

Winter Tips: શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે અને તેની સાથે જ તમામ ઘરોમાં ઉનના કપડાં અને શાલ વગેરે બહાર આવી ગયા છે. ક્યારેક ઊની કપડાં અથવા શાલ પર ગોળીઓ વળી જાય છે એટલે કે તેના પર લિન્ટ કે ફઝ દેખાય છે. જો કપડાં યોગ્ય રીતે ન ધોવામાં આવે અથવા યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો આવું થઈ શકે છે. આથી આવા ગરમ કપડાં ખૂબ જ ખરાબ દેખાય છે.

Advertisement

ફઝ ફેબ્રિકને નુકસાન પહોંચાડી શકે છે

તેમજ સ્વેટર અને શાલ જેવા વૂલન કપડા પર આવેલા ફઝ ફેબ્રિકને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ગભરાશો નહીં, તે દૂર કરવાની ઘણી સરળ રીતો છે. જેના વિષે આજે જાણીશું.

Advertisement

આ પણ  વાંચો -Honey face pack: શિયાળામાં ત્વચાને ગ્લો આપવાનો રામબાણ

ગરમ કપડાં પરથી ફઝ કેવી રીતે દૂર કરવું?

રેઝર: ગરમ કપડાં પર જે ગોળીઓ વળેલી છે તેને દૂર કરવા માટે તમે જૂના અથવા સસ્તા રેઝરનો ઉપયોગ કરી શકો છો. કાપડને સપાટ સપાટી પર મૂકો અને લિન્ટની વિરુદ્ધ દિશામાં હળવા હાથે રેઝર ફેરવવો. તેમજ ધ્યાનમાં રાખો કે ખૂબ સખત દબાણથી ફેબ્રિકને નુકસાન થઈ શકે છે.

સ્ટીકી ટેપ: ડક્ટ ટેપ અથવા સેલોટેપનો એક નાનો ટુકડો લો અને તેને ફઝવાળા ફેબ્રિક પર ચોંટાડો. ત્યારબાદ ધીમેધીમે ખેંચીને ટેપને દૂર કરો. આ પદ્ધતિ નાના રૂછા દૂર કરવા માટે સારી છે.

ક્લોથ બ્રશ: ગરમ કપડાં પર રૂછા દૂર કરવા માટે તમે ખાસ ક્લોથ બ્રશ અથવા જૂના ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. હળવા હાથે ગરમ કપડાં પર બ્રશ ચલાવો જેથી રૂછા દૂર થઈ જાય.

કેટલીક વધારાની ટીપ્સ

  • ગરમ કપડાં ધોતા પહેલા હંમેશા ફઝ દૂર કરો. જેના કારણે વધુ રેસા ન ફસાઈ શકે.
  • હંમેશા ઉનના કપડાને ઠંડા પાણી અને હળવા ડીટરજન્ટમાં ધોવા.
  • સીધા સૂર્યપ્રકાશમાં કપડાંને સૂકવશો નહીં. તેને છાંયડામાં અથવા ડ્રાયર પર ઓછા તાપમાને સુકાવો.
Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×