Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health tips : પેટની ચરબી સાથે સ્કિન સમસ્યા પણ થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 મોટા ફાયદા

પેટની ચરબી દૂર કરવા અપનાવો સુપરફૂડ ચિયા સિડ્સથી પેટ,સ્કિન સમસ્યા દૂર થયો શરીરને હેલ્દી બનાવવામાં મદદ કરશે   Health tips: આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની અસર શરીર પર જોવા મળે છે. જો આહાર ખરાબ હોય તો તેના...
health tips   પેટની ચરબી સાથે સ્કિન સમસ્યા પણ થશે દુર  આ નાના દાણાથી શરીરને થાય છે 5 મોટા ફાયદા
Advertisement
  • પેટની ચરબી દૂર કરવા અપનાવો સુપરફૂડ
  • ચિયા સિડ્સથી પેટ,સ્કિન સમસ્યા દૂર થયો
  • શરીરને હેલ્દી બનાવવામાં મદદ કરશે

Health tips: આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની અસર શરીર પર જોવા મળે છે. જો આહાર ખરાબ હોય તો તેના કારણે વજન વધવું, વાળ ખરવા, સ્કીન ડેમેજ થવી જેવી સમસ્યાઓ થાય છે. તેવી જ રીતે આહારમાં જો પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો શરીર પર તેની સકારાત્મક અસર જોવા મળે છે. સામાન્ય રીતે મોટી મોટી વાતને જ મહત્વ આપવામાં આવે છે. પરંતુ શરીરને હેલ્દી બનાવવામાં કેટલાક નાના બીજ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આવી વસ્તુઓથી થતા ફાયદાથી લોકો અજાણ હોય છે. આજે તમને આવા જ એક બીજ વિશે જણાવીએ જે ખૂબ જ સામાન્ય ગણાય છે પરંતુ તે શરીર માટે વરદાન સમાન છે .

Advertisement

ચિયા સિડ્સ જેને સામાન્ય ભાષામાં તકમરીયાં પણ કહેવાય છે તે સુપરફૂડ છે. આ જીણા દાણામાં પ્રોટીન, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વ શરીરને અંદરથી હેલ્ધી બનાવે છે. તેનું સેવન કરવાથી ચહેરા પર ચમક વધે છે વાળ મજબૂત બને છે અને સાથે જ પેટની ચરબી પણ ઘટે છે. તકમરીયાં ખાવાથી શરીરને પાંચ સૌથી મોટા ફાયદા થાય છે. આજે તમને આ પાંચ ફાયદા વિશે જણાવીએ.

Advertisement

વજન ઘટાડે છે

જો તમે વજન ઘટાડવા માંગો છો તો ચિયા સીડ્સ વરદાન છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ખાવાની આદત છૂટી જાય છે. તકમરીયાં ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં જામેલી જિદ્દી ચરબી ઓગળવા લાગે છે.

આ પણ  વાંચો-નાસ્તા પછી ભૂખ લાગે તો ખાઓ આ 5 ખોરાક; વજન ઘટશે, બીમારીઓ દૂર રહેશે!

ત્વચા ચમકદાર બને છે

તકમરીયાંમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તેને ખાવાથી સ્કીન હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. જો તમે ઈચ્છો છો કે વધતી ઉંમરે પણ ત્વચા પર કરચલીઓ અને ફાઈનલાઇન્સ ન દેખાય તો પછી તકમરીયા ખાવાની શરૂઆત કરી દો.

વાળ બનશે મજબૂત

તકમરીયામાં પ્રોટીન અને ઓમેગા 3 હોય છે જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. તેનાથી વાળનો ગ્રોથ ઝડપથી થાય છે અને વાળ ચમકદાર રહે છે.

આ પણ  વાંચો-બ્રાઝિલની Pornstar નું શૂટિંગ સમયે બાલ્કનીથી પડી જતા મોત

પાચન સુધરે છે

તકમરીયાંમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પેટ હેલ્ધી રહે છે. નિયમિત રીતે તકમરીયાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ અને એસિડિટી પણ મટે છે.

હૃદય રહેશે હેલ્ધી

તકમરીયાંમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હાર્ટની હેલ્થ માટે સારું છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. જેના કારણે હૃદયની બીમારીનું જોખમ ઘણી હદે ઘટી જાય છે.

Tags :
Advertisement

.

×