બ્લડ સુગર અને હાર્ટ ડીસીઝના દર્દીઓ માટે રામબાણ રેસિપી, વાંચો શું છે ઈન્ગ્રેડિયન્ટ્સ ?
- બ્લડ સુગરને કાબૂમાં ન રાખવાથી વૃદ્ધાવસ્થામાં અન્ય સમસ્યાઓ થાય છે
- હાર્ટ ડીસીઝના નાની ઉંમરના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે
- એલોવેરા જ્યૂસના નિયમિત સેવનથી બ્લડ સુગર અને હાર્ટ ડીસીઝને નાથી શકાય છે
Ahmedabad: આજે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ બ્લડ સુગર અને હાર્ટ ડીસીઝથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો સમયસર કાળજી ન લેવામાં આવે તો આ રોગો જીવલેણ બની શકે છે. દર્દીને જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. આજે આ રોગોમાં રામબાણ જયૂસની રેસિપી અમે આપને જણાવી રહ્યા છીએ. જેના ઉપયોગથી આપ આ રોગોથી મુક્ત રહી શકશો અને તેને કાબૂમાં પણ લઈ શકશો.
આ રેસિપીનું મહત્વનું ઈન્ગ્રેડિયન્ટ્સ છે એલોવેરા
બ્લડ સુગર અને હાર્ટ ડીસીઝના પેશન્ટ્સ માટે એલોવેરાનો જ્યૂસ એક રામબાણ રેસિપી છે. એલોવેરાનો સદીઓથી આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જ્યુસમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ ગુણો અને બળતરા વિરોધી ગુણો હોય છે. એલોવેરા જ્યુસ પીવાથી શરીરને નવજીવન આપવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. એલોવેરામાં એન્ટિમાઈક્રોબાયલ (Antimicrobial) અને એન્ટીબેક્ટેરિયલ (Antibacterial) ગુણો હોવાથી આરોગ્ય માટે પણ ઉત્તમ છે. નિયમિત રીતે સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
બ્લડ સુગર કેવી રીતે નિયંત્રિત કરે છે ?
વર્ષ 2008માં જર્નલ ઑફ ક્લિનિકલ ફાર્મસી એન્ડ થેરાપ્યુટિક્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એલોવેરાનો રસ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. આથી ડાયાબિટીસના દર્દીઓ માટે એલોવેરાનો રસ પીવો આશીર્વાદરુપ છે.
આ પણ વાંચોઃ Dates in Summer: ઉનાળામાં ખજૂરનું સેવન યોગ્ય કે પછી.....નોતરી શકે છે સમસ્યા ??? જાણો વિશેષજ્ઞોનો મત
હાર્ટ ડીસીઝમાં કેટલું કારગત છે એલોવેરા ?
લિપિડ્સ ઈન હેલ્થ એન્ડ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, એલોવેરાનો રસ લોહીમાં કુલ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસેરાઇડના સ્તરને ઘટાડવામાં ફાયદાકારક છે. કુંવારપાઠાનો રસ નિયમિતપણે પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. જેથી એલોવેરા હાર્ટ ડીસીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે.
એલોવેરાથી વધે છે પાચન ક્ષમતા
એલોવેરાના રસમાં એન્ઝાઈમ હોય છે. જે પાચનને સુધારવામાં મદદ કરે છે. જર્નલ ઑફ મેડિકલ સાયન્સ રિસર્ચ (2013) માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર એલોવેરાનો રસ પાચનને પ્રોત્સાહન આપવામાં અને આંતરડાના અલ્સર જેવા રોગોથી રાહત આપવામાં મદદરુપ થાય છે. જેના કારણે પાચન પ્રક્રિયા સરળ રહે છે. એલોવેરા જ્યુસ કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી બચવામાં પણ મદદરૂપ છે.
એલોવેરામાં રહેલા છે ડિટોક્સિફિકેશનના ગુણો
એલોવેરાના રસમાં શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાની ક્ષમતા હોય છે. યુરોપિયન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશન (2004) માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે એલોવેરા જઠરની અંદર થતી પ્રક્રિયાઓમાં ગતિશીલતા વધારવામાં અને શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરી શકે છે. એલોવેરા જ્યૂસ લીવરના કાર્યમાં પણ મદદ કરી શકે છે.
આ પણ વાંચોઃ એક દિવસમાં કેટલું પાણી પીવો છો તમે? જરૂર કરતા વધુ પાણી પીવાથી થતું નુકસાન પણ જાણી લો..