Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે, સુજલામ સુફલામ જળ અભિયાન 2023નો પ્રારંભ કરાવ્યો

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે (Raghavji Patel) કેશોદ (Keshod) તાલુકાના અજાબ ગામના સૂડાવડલી તળાવ ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન 2023 (Sujlam Suflam Water Campaign 2023) નો પ્રારંભ કરાવ્યો હતો.પ્રભારી મંત્રી રાઘવજી પટેલે અજાબ ગામના ૪૬.૭૦ લાખના ૧૩ વિકાસલક્ષી અને જળસંચયના કામનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા જણાવ્ય
પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે  સુજલામ સુફલામ જળ અભિયાન 2023નો પ્રારંભ કરાવ્યો
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે (Raghavji Patel) કેશોદ (Keshod) તાલુકાના અજાબ ગામના સૂડાવડલી તળાવ ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન 2023 (Sujlam Suflam Water Campaign 2023) નો પ્રારંભ કરાવ્યો હતો.
પ્રભારી મંત્રી રાઘવજી પટેલે અજાબ ગામના ૪૬.૭૦ લાખના ૧૩ વિકાસલક્ષી અને જળસંચયના કામનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનને ખૂબ વહેલું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ખેડૂતો તળાવ ડેમ વગેરેને ઉંડા ઉતારવાની કામગીરીથી મળતી ફળદ્રુપ માટીનો ખેતીના જમીનમાં ઉપયોગ કરી શકે. સુજલામ સુફલામ જળ અભિયાન સહિતની યોજનાઓના પરિણામે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા હલ થતી જણાય છે સાથે જ ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે, આમ, રાજ્ય સરકારના જળસંચય માટેના પ્રયાસોથી ભૂગર્ભ જળના સ્તર પણ ઉંચા આવ્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જળ વ્યવસ્થાપન માટેની આગવી સૂઝબુજથી આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તાર પાણી માટે જજુમી રહ્યા હતા તે સ્થળઓએ માં નર્મદાનું પાણી નહેર અને પાઈપલાઈનના માધ્યમથી પહોંચાડ્યું છે. સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના જુદા જુદા જળાશયોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ હજાર જેટલા જળસંચયના કામો કરવામાં આવ્યા છે. જેનો લાભ ખેડૂતોને મોટા પ્રમાણમાં મળી રહ્યો છે.
પાણીએ પ્રભુની પ્રસાદી છે, જળ એ જીવન છે તે વિચારને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકારે  નલ સે જલ યોજનાના માધ્યમથી ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે, લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં એક મોટી શક્તિ તરીકે ઊભી રહ્યું છે. ભારતને વિશ્વ ગુરૂ બનાવવાના, દેશના વિકાસ અને પ્રજા કલ્યાણના રાષ્ટ્રીય અભિયાનમાં જન ભાગીદારીની અગત્યતા સમજાવવાના સંદર્ભમાં જળસંગ્રહ સહિત વિવિધ વિકાસલક્ષી અભિયાનમાં સહભાગી બની પ્રધાનમંત્રીના સપનાને સંકલ્પને સાર્થક કરવો જોઈએ, ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કૃષિ સંચાઈ યોજના હેઠળ WDC 2.o પ્રોજેક્ટ અંતર્ગત કેશોદ તાલુકાના અજાબ, શેરગઢ અને રંગપુરમાં આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ.૧૪.૬૨ કરોડના ખર્ચે જળસંચય,ટકાઉ આજિવિકા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે કામ કરવામાં આવશે.
મંત્રી રાઘવજી પટેલે તળાવને ઊંડા ઉતારી ખેડૂતોને માટી ઉપયોગી બનવા સહિત પાણીનો સંગ્રહ વધતા થનાર ફાયદા વિશે જણાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરાએ પ્રાસંગિક સંબોધન કરતા જળસંચયનું મહત્વ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, સિંચાઈ સમિતિના ચેરમેન અતુલભાઇ ઘોડાસરા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા,પૂર્વ ધારાસભ્ય સામતભાઈ રાઠોડ, હમીરભાઈ ધૂડા, અગ્રણી પ્રવીણભાઈ ભાલાળા, ભરતભાઈ વડારીયા, પ્રાંત અધિકારી કિશન ગરચર,જૂનાગઢ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એમ.જે. વઘાસીયા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અજાબના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.