Junagadh : પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિની દાદાગીરી! જાહેરમાં યુવક પર હથોળીથી હુમલો કર્યો
- Junagadh માં પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિ વિવાદમાં સપડાયા
- પૂર્વ ડેપ્યૂટી મેયર દિવાળીબેન પરમારનાં પતિની દાદાગીરી!
- એમ. જી. રોડ રાણાવાવ ચોક પાસે જાહેરમાં કરી મારામારી
- બાઈક અથડાવવા બાબતે ભરત પરમારે યુવકને માર માર્યાનો આરોપ
- ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો
જુનાગઢમાંથી (Junagadh) મારામારીની ઘટનાનો એક ચોંકાવનારી વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયો પૂર્વ ડેપ્યૂટી મેયર દિવાળીબેન પરમારનાં પતિનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિ જાહેર માર્ગ પર દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. એમ. જી. રોડ રાણાવાવ ચોક (Ranavav Chowk) પાસે જાહેરમાં યુવક પર હથોડી વડે હુમલો કર્યાનો આરોપ છે. બાઈક અથડાવવા જેવી નજીવી બાબતે ભરત પરમારે (Bharat Parmar) ઉશ્કેરાઈને યુવકને માર માર્યાનો ગંભીર આરોપ થયો છે.
આ પણ વાંચો - Dwarka : ગેરકાયદેસર રહેતી 5 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો!
બાઇક અથડાવવા જેવી બાબતે પૂર્વ ડે. મેયરનાં પતિએ યુવકને માર માર્યો!
જુનાગઢમાં પૂર્વ ડેપ્યૂટી મેયર દિવાળીબેન પરમારનાં (Diwaliben Parmar) પતિ વિવાદમાં સપડાયા છે. તેમણે જાહેરમાં યુવકને માર માર્યાનો આરોપ થયો છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જે પૂર્વ ડેપ્યૂટી મેયર દિવાળીબેન પરમારનાં પતિનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આરોપ છે કે એમ. જી. રોડ રાણાવાવ ચોક પાસે બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે પૂર્વ ડેપ્યૂટી મેયર દિવાળીબેન પરમારનાં પતિ ભરત પરમારે યુવક સાથે રકઝક કરી હતી. દરમિયાન, તેઓ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે યુવક પર હથોળી વડે જીવલેણ હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતની જળસીમા પરથી છેલ્લા બે વર્ષમાં 484 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પોલીસની સતર્કતાથી મારામારી દરમિયાન મોટી ઘટના ટળી
સરાજાહેર દાદાગીરી કરતા પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિ ભરત પરમારનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. જો કે, એવું પણ જાણવા મળ્યું છે કે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને મોટી ઘટના ટળી હતી. બે પોલીસ કર્મીઓઓ (Junagadh Police) સ્થળ પર પહોંચી ભરત પરમારની અટકાયત કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : વિચિત્ર ઘટના! ઘોડિયામાં સૂતેલી એક વર્ષની માસૂમ ફાંસો ખાધેલી હાલતમાં મળી!