ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Junagadh : જુનાગઢ-ધોરાજી રોડ પર ગમખ્વાર અકસ્માત, આશાસ્પદ 3 યુવકના મોત

જુનાગઢ-ધોરાજી રોડ પર કાર અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે.
08:52 PM Apr 16, 2025 IST | Vipul Sen
જુનાગઢ-ધોરાજી રોડ પર કાર અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે.
featuredImage featuredImage
Junagadh_gujarat_First main
  1. Junagadh-ધોરાજી રોડ પર અકસ્માતમાં 3 યુવકના મોત
  2. કાર અને બાઈક ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
  3. ત્રણે મૃતક યુવાન સરગવાડા ગામનાં રહેવાસી હતા
  4. આમિર અબડા, અલ્ફેસ કાઠી, અરમાન સૈયદનું મોત થયું

રાજ્યમાં રોડ અકસ્માતની ગમખ્વાર ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. રાજકોટ (Rajkot), કચ્છ (Kutch) બાદ હવે જુનાગઢમાંથી ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જુનાગઢ-ધોરાજી રોડ (Junagadh-Dhoraji Road) પર કાર અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. મૃતક ત્રણેય યુવાન સરગવાડા ગામનાં રહેવાસી હતા. એક સાથે 3 જનાજા નીકળતા ગામમાં શોકનો માહોલ પ્રસર્યો છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot City Bus Accident : ડ્રાઇવર અંગે મોટો ખુલાસો! પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

કાર અને બાઇક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા, 3 યુવકના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ-ધોરાજી રોડ (Junagadh-Dhoraji Road) પર એક કાર અને બાઇક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં બાઇકસવાર ત્રણેય યુવકોનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસ અનુસાર, મૃતક યુવકોની ઓળખ આમિર અબડા, અલ્ફેઝ કાઠી અને અરમાન સૈયદ તરીકે થઈ છે. મૃતક ત્રણેય યુવક સરગવાડા ગામના (Sargwada Village) રહેવાસી હતા.

આ પણ વાંચો - Kutch Triple Accident : બેફામ આવતી ST વોલ્વો બસે વર્તાવ્યો કહેર! વિદ્યાર્થિનીનું મોત, બેની હાલત ગંભીર

એક સાથે ત્રણ જનાજા નીકળતા ગામમાં શોકનો માહોલ

પોલીસ તપાસ મુજબ, મૃતક આમિર અબડા, અલ્ફેઝ કાઠી અને અરમાન સૈયદ ધોરાજી ખાતે (Dhoraji) ઉર્ષનાં મેળામાં ગયા હતા. ત્યાંથી ત્રણેય એક બાઇક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન, જુનાગઢ-ધોરાજી રોડ અકસ્માતની ઘટના બની હતી. પીએમની કાર્યવાહી પૂર્ણ થતાં પોલીસે મૃતદેહો પરિવારને સોંપ્યા હતા. એક સાથે 3 આશાસ્પદ યુવકોનાં જનાજા નીકળતા આખું ગામ શોકમાં ગરકાવ થયું હતું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Shankarsinh Vaghela : શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસ પર વરસ્યા, જણાવ્યું પાર્ટી છોડવાનું કારણ!

Tags :
3 Boys Dead in Raod Accident in JunagadhGUJARAT FIRST NEWSGujarat PoliticsJunagadhJunagadh PoliceJunagadh-Dhoraji roadKutch Accident IncidentRajkot Accident IncidentRaod Accident in GujaratSargwada VillageTop Gujarati News