Junagadh : કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત
- Junagadh માં વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત થયું
- ઉપરકોટ કિલ્લા ખાતે મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઈ-ખાતમુહૂર્ત થયું
- મેમોરિયલનું કાર્ય આગામી 8 થી 10 મહિનામાં પૂર્ણ થશે
- અંદાજે 4 કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર કરવામાં આવશે
જુનાગઢમાં (Junagadh) આજે ઐતિહાસિક એવા ઉપરકોટ કિલ્લા ખાતે વીર દેવાયત બોદર મેમોરિયલનું (Veer Devayat Bodar Memorial) ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના (Mulubhai Bera) હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું. રા' નવઘણ, વીર ભીમડા વાલ્મિકી, દાસી વાલબાઈનાં ઐતિહાસિક મહત્ત્વને પણ આ મેમોરિયલમાં સ્થાન અપાશે. આ કાર્યક્રમમાં રાજ્યનાં સાંસદ પૂનમબેન માડમ (Poonamben Maadam), પૂર્વમંત્રી જવાહર ચાવડા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આહીર સમાજ આગેવાન અમરીશ ડેર સહિતનાં આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં આહીર સમાજ (Ahir Samaj) અને અન્ય સમાજનાં લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Rajkumar Jat Case : શિફૂજી શૌર્ય ભારદ્વાજ આવ્યા મેદાને, કહ્યું- ક્યાં સુધી બાહુબલી નેતાઓ..!
અંદાજે 4 કરોડના ખર્ચે 8 થી 10 મહિનામાં મેમોરિયલ તૈયાર કરાશે
જુનાગઢમાં આજે ઉપરકોટ કિલ્લા (Uparkot Fort) ખાતે કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાએ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી અને મેમોરિયલને લઇ ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે, આગામી 8 થી 10 મહિનામાં આ કાર્ય પૂર્ણ થશે. અંદાજે રૂપિયા 4 કરોડનાં ખર્ચે આ મેમોરિયલ (Veer Devayat Bodar Memorial) તૈયાર કરવામાં આવશે. મહત્ત્વનું છે કે આજથી અંજાદે 1 હજાર વર્ષ પહેલા વીર દેવાયત બોદર એ પુત્રનું બલિદાન આપીને જુનાગઢનાં (Junagadh) રા'વંશની રક્ષા કરી હતી. માહિતી અનુસાર, રા' નવઘણ, વીર ભીમડા વાલ્મિકી, દાસી વાલબાઈનાં ઐતિહાસિક મહત્ત્વને પણ આ મેમોરિયલમાં સ્થાન અપાશે.
આ પણ વાંચો - Bhavnagar : બે દિવસ પહેલા થયેલી મારામારીમાં એકનું સારવાર દરમિયાન મોત, વિસ્તારમાં ફરી હિંસા!
મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત થયું
રાજ્યનાં પૂર્વમંત્રી જવાહર ચાવડાએ (Jawahar Chavda) જણાવ્યું કે, 1 હજાર વર્ષ પહેલા આપેલ વીર દેવાયત બોદરના બલિદાનને યાદ રાખવા આ મેમોરિયલ તૈયાર કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણો ઇતિહાસ અને બલિદાન આ વિસ્તારમાં મેમોરિયલ રૂપે દેખાય એ મારું સપનું હતું. આ તકે ઉપરકોટનાં પાર્ટ 3 અને પાર્ટ 4 અંતર્ગત વિકાસકામ થાય તેવી પણ મૌખિક રજૂઆત જવાહર ચાવડાએ જાહેરમાં મંત્રી મુળુભાઈ બેરા સમક્ષ કરી હતી.
આ પણ વાંચો - Surat : કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ