Junagadh : વંથલી તાલુકાના ધંધુસર ગામની 4 વર્ષની બાળકીએ પરિવારનું નામ રોશન કર્યું
- ધંધુસર ગામની ચાર વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું
- અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડમાં બોલે છે
- બાળકીની સિદ્ધિને અસામાન્ય ગણાવીને તેને રેકોર્ડ બુકમાં સામેલ કરી
Junagadh : વંથલી તાલુકાના ધંધુસર ગામની ચાર વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. સમીરા મૂળાસીયા નામની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આંગણવાડીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની સમીરાએ A થી Z સુધીના અંગ્રેજી મૂળાક્ષરોને સામેલ કરીને અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડમાં બોલતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા ચાર વર્ષની આ બાળકીને તેની સિદ્ધિ બદલ રિપોર્ટ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે
આંગણવાડીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની આ બાળકી
સમીરા મુળયાસિયા નામની ચાર વર્ષની બાળકી એ થી લઈને ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરોમાં અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડ જેટલા સમયમાં બોલતા તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરીને ચાર વર્ષની બાળકીની આ સિદ્ધીને બિરદાવવામાં આવી છે. ધંધુસર ગામની ચાર વર્ષની સમીરા મૂળાસીયા નામની બાળકીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આંગણવાડીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની આ બાળકી એ થી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરોને સામેલ કરીને અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડમાં બોલતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા ચાર વર્ષની આ બાળકીને તેની સિદ્ધિ બદલ રિપોર્ટ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બાળકીની સિદ્ધિને અસામાન્ય ગણાવીને તેને રેકોર્ડ બુકમાં સામેલ કરી
સમીરા મુળાસીયા પાછલા બે ત્રણ વર્ષથી તેની મમ્મી અને પપ્પા પાસેથી આ પ્રકારની તાલીમ મેળવી રહી છે. તે અંગ્રેજી મૂળાક્ષરોમાં જ અલગ અલગ દેશોના નામ બોલવાની સાથે હનુમાન ચાલીસા અને અન્ય સંસ્કૃતના શ્લોક પણ તેને કંઠસ્થ છે. હાલ આ નાની બાળકી માત્ર ચાર વર્ષની છે અને આંગણવાડીમાં પ્રાથમિક તાલીમ મેળવી રહી છે. પોતાની બાળકી આ પ્રકારે સૌથી ઓછા સમયમાં એ થી ઝેડ સુધીના દેશોના નામ બોલી શકવા સમર્થ છે તેને ધ્યાને રાખીને એક અઠવાડિયાની પ્રેક્ટિસ બાદ બાળકીના વાલીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેનો વીડિયો રેકોર્ડ કરીને મોકલતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે બાળકીની સિદ્ધિને અસામાન્ય ગણાવીને તેને રેકોર્ડ બુકમાં સામેલ કરી છે.
આ પણ વાંચો: Bhavnagar : શહેરમાં આજથી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વીજ અને પાણીકાપ જાહેર કરાયો