Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા Gyan Prakash Swami પર લાલઘૂમ થયા ગિરિશ કોટેચા!

જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીનો બાપાનાં ભક્તો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા gyan prakash swami પર લાલઘૂમ થયા ગિરિશ કોટેચા
Advertisement
  1. લોહાણા સમાજનાં અગ્રણી અને રાજકારણી ગિરિશ કોટેચાએ કરી ટીકા (Gyan Prakash Swami )
  2. જલારામ બાપા વિશે નિવેદનને લઈ ગિરિશ કોટેચાએ ઝાટકણી કાઢી
  3. 'વિશ્વમાં એક જ એવુ મંદિર છે જ્યાં પૈસા ધરવાની મનાઈ છે'
  4. આવા લોકોને તો વ્યાસપીઠ પર જ ન બેસવા દેવા જોઈએ : ગિરિશ કોટેચા

જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીનો (Gyan Prakash Swami Controversy) બાપાનાં ભક્તો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો કે, વિવાદ વધતા સ્વામીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે વાતચીત દરમિયાન માફી માગ્યા બાદ વીડિયો બનાવીને પણ માફી માગી હતી. પરંતુ, રઘુવંશી અસ્મિતા સમિતિનાં રાકેશ દેવાણીએ જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુરમાં દંડવત કરીને માફી માગે તેવી માગ કરી છે. દરમિયાન, લોહાણા સમાજના અગ્રણી અને રાજકારણી ગિરિશ કોટેચાની (Girish Kotecha) પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?

Advertisement

Advertisement

જ્ઞાન સ્વામીનું નામ બદલીને અજ્ઞાન સ્વામી કરવાની જરુર છે : ગિરિશ કોટેચા

જલારામ બાપા વિશે વિવાદાસ્પદ નિવેદનને લઈ ગિરિશ કોટેચાએ સ્વામીની ઝાટકણી કાઢતા કહ્યું કે, 'વિશ્વમાં એક જ એવુ મંદિર છે જ્યાં પૈસા ધરવાની મનાઈ છે. જ્ઞાન સ્વામીનું નામ બદલીને અજ્ઞાન સ્વામી કરવાની જરુર છે. શેખચલ્લીનાં વિચાર આવે એવુ વ્યાસપીઠ પરથી બોલે છે. સ્વામીની વાણી વડતાલ મંદિરને પણ બદનામ કરે એવી છે.' ગિરિશ કોટેચાએ વધુમાં કહ્યું કે, માફી માંગે માત્રથી સંતોષ ન માનવો જોઈએ. આવા લોકોને તો વ્યાસપીઠ પર જ ન બેસવા દેવા જોઈએ. આવા લોકો પાસેથી મંદિરની સાફ-સફાઈ કરાવવી જોઈએ.'

આ પણ વાંચો - Botad : ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક બાદ એક સાધુઓનાં અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ!

'સાચા સંતો બીજાને ઠેસ પહોંચે એવું ન ક્યારે ન ઈચ્છે'

ગિરિશ કોટેચાએ (Girish Kotecha) કહ્યું કે, સાચા સંતો બીજાને ઠેસ પહોંચે એવું ન ક્યારે ન ઈચ્છે. રાકેશપ્રસાદ સ્વામીને અનુરોધ છે કે આવા સાધુને કાઢી મૂકવામાં આવે. સનાતન ધર્મમાં મર્યાદા રાખવી જોઈએ. પુસ્તક બનાવ્યું હોય તો તમારો જ કોઈ માણસ હોવો જોઈએ. સનાતન ધર્મ માટે કોઈએ આવું ન બોલવું જોઈએ.' જણાવી દઈએ કે, વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ (Gyan Prakash Swami Controversy) વીડિયો બનાવી કહ્યું હતું કે, 'સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન.. એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો. પરંતુ, આનાથી કોઈનું દિલ કે લાગણી દુભાણી હોય તો હું સાચા દિલથી માફી માગું છું.'

આ પણ વાંચો - જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

featured-img
ગુજરાત

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

featured-img
Top News

Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

×

Live Tv

Trending News

.

×