Jamnagar માં પણ બની મેરઠનાં સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવી જ હચમચાવતી ઘટના!
- મેરઠનાં સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવી Jamnagar માં પણ બની હચમચાવતી ઘટના
- જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ જ 30 વર્ષીય પતિનું કાસળ કાઢ્યું!
- વીંજરખી પાસે પત્નીનાં પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યોનો આરોપ
- પંચ એ ડિવિઝન પોલીસ મથકે પત્ની અને પ્રેમી સામે નોંધાયો ગુનો
ઉત્તરપ્રદેશનાં મેરઠમાં સૌરભ રાજપૂત હત્યાકાંડ (Saurabh Rajput case) જેવી જ હચમચાવતી ઘટના જામનગરમાંથી (Jamnagar) સામે આવી છે. અહીં, પ્રેમીને પામવા માટે પત્નીએ જ પતિનું કાસળ કાઢ્યુંનો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પત્નીનાં પ્રેમી દ્વારા વીંજરખી પાસે કારથી પતિને કચડી મારી હત્યા નીપજાવવામાં આવી છે. આ મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકે પ્રેમી અને પત્ની વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - બ્લૂ રે એવિએશન મહેસાણા એરફિલ્ડ પર ફરી શરૂ કરશે ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન
મેરઠ સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવી ઘટના જામનગરમાં પણ બની!
થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશનાં મેરઠમાં (Meerut Case) આરોપી પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ (Sahil Shukla) પતિ સૌરભ રાજપૂતની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી અને ત્યાર બાદ લાશનાં 15 જેટલા ટુકડા કરી પ્લાસ્ટિકનાં ડ્રમમાં ભરી તેમાં સિમેન્ટ, રેતી નાંખીને પેક કરી ફરાર થયા હતા. જો કે, પોલીસે તેમની ધરપકડ કરી લેતા હાલ બંને જેલમાં છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મેરઠની આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આજે પણ આ ઘટનાની ચર્ચા થાય ત્યારે લોકોનાં રૂંવાડા ઊભા થઈ જાય છે. ત્યારે હવે એવી જ એક ઘટના જામનગરમાંથી (Jamnagar) સામે આવી છે, જેમાં પત્ની અને પ્રેમીએ સાથે મળી નિર્દોશ પતિની હત્યા કરી હોવાનો આરોપ છે.
આ પણ વાંચો - Jamnagar : ધ્રોલ તાલુકામાં માતા અને 4 સંતાનનાં કુવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર!
પત્નીનાં પ્રેમીએ પતિ પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ
આરોપ અનુસાર, મૂળ કાલાવડનાં અને જામનગર રહેતા રવિ ધીરજલાલ મારકણા (Ravi Marakana Case) નામના 30 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, રવિની હત્યા તેની પત્ની રિંકલ મારકણા (Rinkal Marakana) અને તેનાં પ્રેમી અક્ષય ડાંગરિયા દ્વારા સુનિયોજિત કાવતરું ઘડીને કરવામાં આવી છે. આરોપ છે કે પત્ની રિંકલ મારકણા અને હત્યારો અક્ષય ડાંગરિયા એકબીજાને પ્રેમ કરતા હોવાથી સાથે રહેવા માગતા હતા. પરંતુ, રિંકલ પરિણીત હોવાથી તેમની બંનેની વચ્ચે 30 વર્ષીય રવિ મારકણા નડતરરૂપ હોય, તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જે બાદ જામનગર નજીક વીંજરખી (Vinjarkhi) પાસે પત્નીનાં પ્રેમી અક્ષય ડાંગરિયાએ (Akshay Dangaria) પતિ રવિ મારકણા પર કાર ચઢાવી હત્યા નિપજાવી. આ મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકે (Panchkoshi Divisional Police Station) પ્રેમી અક્ષય ડાંગરિયા અને મૃતકના પત્ની રીંકલ મારકણા સામે ગુનો નોંધાયો છે. જો કે, હાલ આ કેસની તપાસ ચાલુ છે અને પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Dwarka અનંત અંબાણીનું કરાયું સ્વાગત, દ્વારકાધીશ મંદિરે મંગળા આરતીનાં દર્શન કર્યા