Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાલાર કપ ટુર્નામેન્ટ બીજા હાફના ક્વાટર ફાઈનલ સુધી રમાઈ, આ ટીમો બની વિજેતા

75માં આઝાદીનાં અમૃત મહોત્સવ અતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલાર કપ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં બીજા હાફના ક્વાટર ફાઈનલ સુધી મેચ રમાઇ ગયેલી છે. હવે ફરીથી આ ટુર્નામેન્ટ રસપ્રદ તબક્કામાં પહોચી છે. આ ટુર્નામેન્ટમાં 9 મેચ રમાઇ હતી. જેમાં નવમી મેચ અપર હાફની માત્ર બે લેડીઝ ટીમ વચ્ચે રમવામાં આવી હતી. જેના ઉદ્ઘાટનમાં મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેનà
હાલાર કપ ટુર્નામેન્ટ બીજા હાફના ક્વાટર ફાઈનલ સુધી રમાઈ  આ ટીમો બની વિજેતા
75માં આઝાદીનાં અમૃત મહોત્સવ અતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલાર કપ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં બીજા હાફના ક્વાટર ફાઈનલ સુધી મેચ રમાઇ ગયેલી છે. હવે ફરીથી આ ટુર્નામેન્ટ રસપ્રદ તબક્કામાં પહોચી છે. આ ટુર્નામેન્ટમાં 9 મેચ રમાઇ હતી. જેમાં નવમી મેચ અપર હાફની માત્ર બે લેડીઝ ટીમ વચ્ચે રમવામાં આવી હતી. જેના ઉદ્ઘાટનમાં મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટની ત્રીજી મેચ જીલ્લા પંચાયત દ્વારકા તથા ટી.પી.એસ સિક્કા વચ્ચે રમાયેલી જેમાં જીલ્લા પંચાયત દ્વારકા ફક્ત 58 રનમાં ઓલ આઉટ થઈ ગયેલી. ટી.પી.એસ તરફથી ડી રાણાને 3 વિકેટ તથા જયપાલસિંહને 2 વિકેટ મળી જેમાં જયપાલસિંહના 47 રન મુખ્ય હતા. ચોથી મેચ જેએમસી ટીમ તથા મારુતિ ઈલેવન વચ્ચે રમાયેલી, જેમાં જેએમસી ટીમે 116 રન બનાવ્યા હતા, જે મારુતિ ઈલેવન વિના વિકેટે જીતી ગઇ હતી. જેમાં ઈશ્વરના 72 રન સુનીલના 38 રન મુખ્ય હતા.
પાંચમી મેચ નેશનલ ટીમ તથા બોસ ટીમ વચ્ચે રમાયેલી જેમાં નેશનલ ટીમના 177 રન થયા. જેમાં શિવમના 84 રન તથા શકીલના 46 રન મુખ્ય હતા, જેના જવાબમાં બોસ ટીમ 93 રનમાં ઓલ આઉટ થઈ ગયેલી હતી, નેશનલ ટીમના ધ્વનીશને 4 વિકેટ મળેલી હતી. છઠ્ઠી મેચ ન્યારા ટીમ તથા એસ ટી ટીમ વચે રમાયેલી જેમાં ન્યારા ટીમે 20 ઓવરમાં 228 રન બનાવેલા જેમાં કથિતના 71 રન તથા ધૈવતના 46 રન મુખ્ય હતા. જવાબમાં એસ ટી ટીમ 119 રનમાં ઓલ આઉટ થઈ ગયેલ હતી. વિજયના 27 રન મુખ્ય હતા. ન્યારા તરફથી પ્રેમસુખને 6 વિકેટ મળેલી હતી. સાતમી મેચ કમિશ્નર ઈલેવન તથા નેશનલ ટીમ વચ્ચે રમાયેલી જેમાં કમિશ્નર ઈલેવનના 188 રન થયેલા, જેમાં અંકિત પટેલના 89 રન તથા વિજય બાબરિયાના 57 રન મુખ્ય હતા. નેશનલ ટીમ તરફથી પીયુષ તેમજ શકીલને 2-2 વિકેટ મળેલી હતી. જવાબમાં નેશનલ ટીમ 126 રને ઓલ આઉટ થયેલી હતી. જેમાં શકીલના 30 રન તથા યશના 29 રન તથા શિવમના 26 રન મુખ્ય હતા. કમિશ્નર ઈલેવન તરફથી કરન પટેલ તથા અંકિત પટેલે 3-3 વિકેટ મેળવી હતી.
આઠમી મેચ જી એસ એફ સી તથા મહાદેવ ઈલેવન વચ્ચે રમાયેલી, જેમાં જી એસ એફ સીની ટીમ 99 રનમાં ઓલ આઉટ થઈ ગઇ હતી. મહાદેવ ઈલેવન તરફથી ઇશાકી પિલ્લાઇને 3 વિકેટ મળી. જવાબમાં મહાદેવ ઈલેવનનો 7 વિકેટે વિજય થયો, જેમાં પરેશ બોરીચાના 43 રન તથા હાર્દિક માહિતીના મુખ્ય રન હતા. નવમી મેચ અપર હાફની માત્ર બે લેડીઝ ટીમ વચ્ચે રમાયેલી જેના ઉદ્ઘાટનમાં મેયર બીનાબેન કોઠારી, રમતગમત સંસ્કૃતિક કમિટીના ચેરપર્શન હર્ષાબા જાડેજા, અને સભ્ય ડિમ્પલબેન રાવલ, શોભનાબેન પઠાણ, તૃપ્તિબેન ખેતીયા, સરોજબેન વીરાણી ઉપસ્થિત રહ્યા. એન સી એ ટીમે પ્રથમ બેટીંગ કરેલ જેમાં 178 રન થયા હતા. મુખ્ય રિદ્ધિ રૂપારેલના 90 રન તથા જયશ્રીબાના 71 રન મુખ્ય હતા. જેના જવાબમાં એસ.એ જી ટીમના 45 રન થયા હતા. ધરનીને 2 વિકેટ મળી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કમિશ્નર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.