Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિવા બા જાડેજા જામનગરથી ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે 6 મહિના જ બચ્યા છે ત્યારે દરેક રાજકિય પક્ષો પ્રત્યેક બેઠકનું મૂલ્યાંકન કરીને મજબૂત ઉમેદવારની શોધમાં છે.વિધાનસભાની ચૂંટણીના સોગઠાં ગોઠવાઇ રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બા જાડેજા  જામનગરથી ચૂંટણી લડી શકે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગરની કોઇ એક à
રિવા બા જાડેજા જામનગરથી ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે 6 મહિના જ બચ્યા છે ત્યારે દરેક રાજકિય પક્ષો પ્રત્યેક બેઠકનું મૂલ્યાંકન કરીને મજબૂત ઉમેદવારની શોધમાં છે.વિધાનસભાની ચૂંટણીના સોગઠાં ગોઠવાઇ રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બા જાડેજા  જામનગરથી ચૂંટણી લડી શકે છે. 
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગરની કોઇ એક બેઠક પરથી રિવા બા જાડેજા ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે. રિવા બા જાડેજા ઘણા સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે અને મહિલાઓ અને મહિલા સશક્તિકરણને લગતાં કાર્યો કરી રહ્યા છે. હાલ તેઓ જામનગર જીલ્લાના 130 ગામોમાં ફરી રહ્યા છે અને તેઓ અને તેમની ટીમ દરેક ગામમાં જઇને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી રહ્યા છે. તેમણે પણ સંકેત આપ્યો હતો કે પાર્ટી જે જવાબદારી આપશે તે જવાબદારી તેઓ નિભાવશે ત્યારે રિવા બા જાડેજા જામનગરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર વહેતા થયા છે. 
સુત્રોએ કહ્યું હતું કે જામનગર અને દ્વારકાની 7 બેઠકો પૈકી હાલ ભાજપ પાસે 4 બેઠકો છે અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપે તમામ સાતેય બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી છે. સુત્રો મુજબ જો ભાજપ નો રિપીટ થીયરી અપનાવેતો જામનગરની 7 બેઠકોમાં મોટા માથા કપાઇ શકે છે જેથી રિવાબાને તક મળી શકે છે અને રિવા બા પણ જામનગરની કોઇ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે અને પ્રત્યેક કાર્યકરને જવાબદારી પણ સોંપી દેવાઇ છે ત્યારે ચૂંટણી સંદર્ભે અનેક સમીકરણો મંડાઇ રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.