Jamnagar : કોર્પોરેટર કપડાં પર ચલણી નોટ, કાદવ લગાવી નોંધાવ્યો વિરોધ, જાણો કેમ ?
- Jamnagar માં મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસનો અનોખો વિરોધ
- કોર્પોરેટર રચના નંદાણિયા કપડાં પર કરન્સી નોટ અને કાદવ લગાવી પહોંચ્યા
- ગુલાબનગર પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી હાલાકીનો વિરોધ
જામનગરમાં (Jamnagar) મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) દ્વારા ઊગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં સભ્યોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. કોર્પોરેટર રચના નંદાણિયા (Corporator Rachna Nandania) કપડાં પર એક તરફ કરન્સી નોટ અને બીજી તરફ કાદવ લગાવી બોર્ડ મીટિંગ માટે પહોંચ્યા હતા. ગુલાબનગર પાસેનાં વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી હાલાકી થતાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Amreli Letterkand : MLA સામે કોન્ટ્રાક્ટર, બુટલેગર, પોલીસ, અધિકારીઓ પાસે હપ્તા વસૂલીનો આરોપ
કોર્પોરેટર રચના નંદાણિયા કપડાં પર કરન્સી નોટ અને કાદવ લગાવી પહોંચ્યા
જામનગરમાં (Jamnagar) આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસનાં સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં સભ્યોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જણાવી દઈએ કે, કોર્પોરેટર રચના નંદાણિયાએ પોતાનાં કપડાં પર એક તરફ ભારતીય ચલણી નોટ અને બીજી તરફ કાદવ લગાવીને બોર્ડ મીટિંગ માટે પહોંચ્યા હતા. મનપા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ પણ વાંચો - Ahmedabad: પ. બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારને લઈ રજૂઆત, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ
ગુલાબનગર પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી હાલાકીનો વિરોધ
માહિતી અનુસાર, મનપા અધિકારીઓની ઉદાસીનતા અને વિભાગમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનાં કારણે ગુલાબનગર પાસેનાં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓનાં પેટનું પાણી નથી હલતું તેવા આક્ષેપ થયા હતા. કોંગ્રેસનાં (Congress) સભ્યો દ્વારા અનોખી રીતે કરેલા વિરોધ એ સૌનું ધ્યાન કેન્દ્રીય કર્યું હતું.
આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા સામે હનીટ્રેપનો મામલે, સામે પક્ષે યુવતીએ પણ નોંધાવી ફરિયાદ