ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Jamnagar : ધ્રોલ તાલુકામાં માતા અને 4 સંતાનનાં કુવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર!

આ મામલે જાણ થતાં ધ્રોલ પોલીસની ટીમ (Dhrol Police) ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યાવહી હાથ ધરી છે.
11:24 PM Apr 03, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Jamnagar_Gujarat_first main
  1. Jamnagar નાં ધ્રોલનાં સુમરા ગામે સામુહિક આપઘાતનો બનાવ
  2. માતા અને તેના 4 સંતાનનાં મૃતદેહ કુવામાંથી મળતા ચકચાર
  3. માતાએ બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગત
  4. પાંચેય મૃતકોને બહાર કાઢી લેવાયા, ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી

જામનગરનાં (Jamnagar) ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં હચમચાવે એવો બનાવ બન્યો છે. કુવામાંથી માતા અને તેના 4 સંતાનનાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માતાએ બાળકોને કુવામાં ફેંકી પોતે પણ ઝુંપલાવ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ મામલે જાણ થતાં ધ્રોલ પોલીસની ટીમ (Dhrol Police) ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યાવહી હાથ ધરી છે. માળો વિખેરાઈ જતાં ભરવાડ પરિવારમાં માતમ છવાયો છે.

આ પણ વાંચો - Kutch : મંત્રી પ્રફુલ પાનસેરિયાની બાંહેધરી બાદ મહંત ઋષિબાપુએ કર્યા પારણાં!

ધ્રોલનાં સુમરા ગામે સામુહિક આપઘાતનો બનાવ!

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનાં (Jamnagar) ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. ગામમાં રહેતા ભરવાડ પરિવારના પાંચ સભ્યોનાં કુવામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક વિગતો અનુસાર, માતાએ તેનાં ચાર સંતાનોને કુવામાં ફેંકી પછી પોતે પણ કુવામાં કુદી આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસની ટીમ સ્થળે પહોંચી છે અને મૃતદેહોને કુવામાંથી બહાર કાઢીને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Deesa Blast : આરોપી પિતા-પુત્રને કોર્ટમાં રજૂ કરાયા, 3 કલાક દલીલો થઈ, આખરે રિમાન્ડ મંજૂર

માતા અને 4 સંતાનોએ આત્મહત્યા કરી કે પછી હત્યા થઈ, રહસ્ય અકબંધ

જો કે, સામુહિક આપઘાત પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. સાથે જ માતા અને 4 સંતાનોએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે સહિતનાં પ્રશ્નોનાં જવાબ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. હાલ, પોલીસે આ અંગે પરિવારજનો, ગામનાં લોકોની પૂછપરછ હાથ ધરી છે. એક સાથે 5 સભ્યોનાં મોતથી ભરવાડ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને પરિવાર સહિત સમગ્ર ગામમાં ભારે માતમ છવાયો છે.

આ પણ વાંચો - Ahmedabad : લોહીનો નહીં 'માનવતા' નો સંબંધ, ભિક્ષાવૃત્તિ કરતા 8 વર્ષીય વિશાલે 'ઇયાના' ને આ રીતે બચાવી, જાણી કરશો સલામ!

Tags :
Crime NewsDhrol PoliceDhrol talukaGUJARAT FIRST NEWSJamnagarMother and 4 children's harm there selfSumra villageTop Gujarati News