Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝુલન ગોસ્વામીએ ICC મહિલા વિશ્વ કપમાં તોડ્યો સૌથી મોટો રેકોર્ડ

અનુભવી ભારતીય ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ શનિવારે ઈતિહાસ રચ્યો છે. તે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ICC મહિલા વિશ્વ કપ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઇ છે. મેચ પહેલા, ગોસ્વામીએ ટૂર્નામેન્ટમાં એકંદરે 30 મેચમાં 39 વિકેટ ઝડપી હતી. 39 વર્ષીય ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝની સ્પિનર ​​અનીસા મોહમ્મદની વિકેટ લઈને વર્લ્ડ કપ ઈવેન્ટ્સમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાàª
ઝુલન ગોસ્વામીએ icc મહિલા વિશ્વ કપમાં તોડ્યો સૌથી મોટો રેકોર્ડ
અનુભવી ભારતીય ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ શનિવારે ઈતિહાસ રચ્યો છે. તે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ICC મહિલા વિશ્વ કપ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઇ છે. મેચ પહેલા, ગોસ્વામીએ ટૂર્નામેન્ટમાં એકંદરે 30 મેચમાં 39 વિકેટ ઝડપી હતી. 39 વર્ષીય ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝની સ્પિનર ​​અનીસા મોહમ્મદની વિકેટ લઈને વર્લ્ડ કપ ઈવેન્ટ્સમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ સ્પિનર ​​લિનેટ ફુલસ્ટનને પાછળ છોડી દીધી છે.
Advertisement

ભારતીય ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ઈતિહાસ રચ્યો છે. તેણે ICC મહિલા વર્લ્ડ કપની 10મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. અનીસા મોહમ્મદની વિકેટ લઈને તે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. અનિસા મોહમ્મદના રૂપમાં તેણે વર્લ્ડ કપમાં 40 વિકેટ લીધી છે. ચકદા એક્સપ્રેસ તરીકે જાણીતી આ બોલરે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી લિનેટ ફુલસ્ટનને પછાડીને આ રેકોર્ડ બનાવ્યો હતો. આ ખેલાડીએ 1982 થી 1988 વચ્ચે વર્લ્ડ કપમાં કુલ 39 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા યાસ્તિકા ભાટિયા (31) અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી હતી. યાસ્તિકાની વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલી મિતાલી રાજ 5 અને દીપ્તિ શર્મા 15 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એક સમય એવો હતો જ્યારે ભારતે સારી શરૂઆત છતા 78 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારે બેટિંગ કરવા આવેલી હરમનપ્રીત કૌરે મંધાના સાથે ટીમ ઈન્ડિયાને ન માત્ર સંભાળી પરંતુ તેને મોટા સ્કોર સુધી પણ લઈ ગઈ. મંધાના અને હરમનપ્રીતની આ શાનદાર ભાગીદારીના કારણે ભારત પ્રથમ વખત વર્લ્ડ કપમાં 300નો આંકડો પાર કરવામાં સફળ રહ્યું છે. હરમનપ્રીત કૌરની આ વર્લ્ડ કપમાં ત્રીજી સદી છે અને તે આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, જ્યારે મંધાનાની વર્લ્ડ કપમાં આ બીજી સદી છે.
Tags :
Advertisement

.