Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી અને પંજાબ વચ્ચે શું આજે રમાશે મેચ? DCના 5 સભ્યો છે કોરોના પોઝિટિવ

IPL ની 15મી સીઝનની 32મી મેચ બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાવાની હતી. પરંતુ દિલ્હી કેમ્પમાં કોરોનાના કેસ આવ્યા બાદ બોર્ડે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે લીગમાં અત્યાર સુધી 5 મેચ રમી છે અને 2 મેચમાં તેને જીત મળી છે જ્યાàª
દિલ્હી અને પંજાબ વચ્ચે શું આજે રમાશે મેચ  dcના 5 સભ્યો છે કોરોના પોઝિટિવ
IPL ની 15મી સીઝનની 32મી મેચ બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાવાની હતી. પરંતુ દિલ્હી કેમ્પમાં કોરોનાના કેસ આવ્યા બાદ બોર્ડે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. 
દિલ્હી કેપિટલ્સની ટીમે લીગમાં અત્યાર સુધી 5 મેચ રમી છે અને 2 મેચમાં તેને જીત મળી છે જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પંજાબે 6 મેચ રમી છે અને 3 મેચમાં તેને જીત તો 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. પરંતુ પિચ પર જેમ જેમ રમત આગળ વધશે તેમ પિચ બોલરોને પણ મદદ કરશે અને સ્પિન બોલરોને પણ મદદ મળશે. અહીં બીજી બેટિંગ કરવી ટીમ માટે સારો નિર્ણય સાબિત થઇ શકે છે. દિલ્હીની ટીમ તેની અંતિમ મેચ RCB સામે 16 રનથી હારી ગયું હતું. ઓલરાઉન્ડર મિશેલ માર્શ કોરોનાની ઝપટમાં આવી ગયો છે અને તે આ મેચમાંથી બહાર થઇ ગયો છે. ઉપરાંત દિલ્હી ટીમ સાથે જોડાયેલા સ્ટાફ મેમ્બર્સ પેટ્રિક ફરહાર્ટ (ફિઝિયો), ચેતન કુમાર (મસાજ થેરાપિસ્ટ), અભિજિત સાલ્વી (ડૉક્ટર), આકાશ માને (સોશિયલ મીડિયા ટીમ) પણ કોરોનાની ઝપટમાં છે. આ વચ્ચે દિલ્હી માનસિક રીતે આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે કે નહીં તે જોવા જેવું રહેશે. ટીમના બે વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર અને પૃથ્વી શો એક સાથે પ્રદર્શન કરી શક્યા નથી, જે ટીમ માટે એક મોટી સમસ્યા બની શકે છે. ટીમનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે રિષભ પંત પર જ નિર્ભર હોય તેવું લાગે છે. બોલિંગ યુનિટે સારું પ્રદર્શન કર્યું છે પરંતુ પંજાબ કિંગ્સના બેટ્સમેનોને રોકવા માટે વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
પંજાબ કિગ્સની ટીમની જો વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે જેમા તેને 3માં જીત તો 3માં હારનો સામનો કરવો પડ્યો છે. ટોચના ક્રમમાં શિખર ધવન અને મધ્ય ક્રમમાં લિયામ લિવિંગસ્ટોનના અપવાદ સિવાય તેની બેટિંગ પણ આ ટીમ માટે સમસ્યારૂપ બની રહી છે. શાહરૂખ ખાન અને ઓડિયન સ્મિથ નીચલા ક્રમમાં ઝડપી રન બનાવી શકતા નથી. વળી બોલિંગમાં પણ ટીમ મધ્ય ઓવરોમાં સંઘર્ષ કરતી જોવા મળે છે. રાહુલ ચહરની સાથે અન્ય બોલરોએ પણ દિલ્હીના બેટ્સમેનોને રોકવા માટે તાકત બતાવવી પડશે. આજે જે મેચ રમાવાની છે તેમા દિલ્હીની ટીમના સભ્યો કોરોનાની ઝપટમાં હોવાના કારણે પંજાબ કિંગ્સની ટીમને જેટલું પ્રેસર હશે તેના કરતા પણ વધારે દિલ્હીની ટીમને હશે, જે ટીમના મેદાનમાં ઉતર્યા બાદ સ્પષ્ટ પણ થઇ જશે. 
Advertisement
Tags :
Advertisement

.