Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેચ દરમિયાન એવું શું બન્યું કે રિકી પોન્ટિંગ એમ્પાયર પર થયો ગુસ્સે, Video

IPL 2022ની 19મી મેચની પ્રથમ ઇનિંગની છેલ્લી ઓવર દરમિયાન રિકી પોન્ટિંગ એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે કોલકાતા સામે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ, ઓપનિંગ જોડીના આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સની ઇનિંગ અધવચ્ચે જ ખોરવાઈ ગઇ હતી. આવી સ્થિતિમાં જ્યારે શાર્દુલ ઠાકુર ક્રિઝ પર આવ્યો તો આખું સ્ટેડિયમ તેના નામથી ગુંજી ઉઠ્યું. માત્ર 2 ઓવરમાં તેણે વિરોધીઓ
મેચ દરમિયાન એવું શું બન્યું કે રિકી પોન્ટિંગ એમ્પાયર પર થયો ગુસ્સે  video
IPL 2022ની 19મી મેચની પ્રથમ ઇનિંગની છેલ્લી ઓવર દરમિયાન રિકી પોન્ટિંગ એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે કોલકાતા સામે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ, ઓપનિંગ જોડીના આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સની ઇનિંગ અધવચ્ચે જ ખોરવાઈ ગઇ હતી. 
આવી સ્થિતિમાં જ્યારે શાર્દુલ ઠાકુર ક્રિઝ પર આવ્યો તો આખું સ્ટેડિયમ તેના નામથી ગુંજી ઉઠ્યું. માત્ર 2 ઓવરમાં તેણે વિરોધીઓની ધોલાઈ કરી નાખી. આ દરમિયાન ટીમના કોચ રિકી પોન્ટિંગ પણ મેદાન પરના એમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો. આ મેચમાં દિલ્હીને જીતવા માટે 216 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સ અને KKR વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ગુસ્સામાં પોતાનું સંતુલન ગુમાવતા જોવા મળે છે. જ્યારે રિકી પોન્ટિંગ મેચ પર ચાંપતી નજર રાખી રહ્યો હતો, ત્યારે 19મી ઓવર દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેદાન પર કેટલીક ઘટનાઓને લઈને ચોથા એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, મેચની 19મી ઓવરમાં ઉમેશ યાદવ શાર્દુલ ઠાકુરને બોલિંગ કરી રહ્યો હતો અને આ ઓવરના બીજા બોલ પર તેણે શાર્દુલને વાઈડ યોર્કર ફેંક્યો, જેને તેણે વાઇડ બોલ હશે તે સમજી છોડી દીધી પરંતુ મેદાન પરના એમ્પાયરે તેને વાઇડ ન આપ્યો. શાર્દુલ ઠાકુર પણ વાઈડ બોલ ન આપવાના નિર્ણયથી થોડો આશ્ચર્યચકિત થયો હતો. 
Advertisement

આ વાતથી દિલ્હીના કોચ આ નિર્ણયથી નાખુશ દેખાતા હતા અને મેદાનની બહાર ઊભેલા એમ્પાયર સાથે દલીલ કરતા અને પોતાની નારાજગી નોંધાવતા જોવા મળ્યા હતા. IPLમાં કેટલીક મેચોમાં એમ્પાયરિંગમાં ઢીલાસ જોવા મળી રહી છે, જેમાં કેટલાક ખોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નરના 61 અને પૃથ્વી શૉના 51 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 215 રન બનાવ્યા હતા. KKRની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને 44 રનથી મેચ હારી ગઈ હતી. દિલ્હીના બોલર કુલદીપ યાદવે 4 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.