ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Virat Kohli એ ઈન્સ્ટાગ્રામ પરથી કરોડોની કમાણી કરતી પોસ્ટ્સ કરી ડિલીટ? જાણો કારણ

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર કરોડોની કમાણી આ પાછળનું કારણ એવી કેટલીક પોસ્ટ્સ છે વિરાટના કુલ 271 મિલિયન ફોલોઅર્સ છે Virat Kohli : IPLની 18મી સીઝન ચાલી રહી છે અને વિરાટ કોહલી(Virat Kohli) તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સાથે સતત...
07:26 PM Apr 09, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
virat kohli instagram account

Virat Kohli : IPLની 18મી સીઝન ચાલી રહી છે અને વિરાટ કોહલી(Virat Kohli) તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સાથે સતત આગળ વધી રહ્યો છે. બંનેનું પ્રદર્શન અત્યાર સુધી મજબૂત રહ્યું છે. કોહલીના બેટમાંથી રન આવી રહ્યા છે અને ટીમ જીતી પણ રહી છે.પરંતુ આ બધા વચ્ચે, અચાનક વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટે (virat kohli instagram account)બધાનું ધ્યાન ખેંચ્યું છે અને તેનું કારણ કોઈ નવો ફોટો કે વીડિયો નથી. તેના બદલે, આ પાછળનું કારણ એવી કેટલીક પોસ્ટ્સ છે, જેના દ્વારા વિરાટ કોહલીએ કરોડો કમાયા હતા પરંતુ હવે તે પોસ્ટ જોવા મળતી નથી.

ઈન્સ્ટાગ્રામ પર દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાંના એક,વિરાટ કોહલી ઘણીવાર આ પ્લેટફોર્મ પર કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. કુલ 271 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીની દરેક પોસ્ટ પર ફેન્સની પ્રતિક્રિયા પણ જબરદસ્ત છે. આ જ કારણ છે કે કોહલી આ પ્લેટફોર્મ દ્વારા ઘણી બધી અલગ અલગ કંપનીઓની જાહેરાતો પોસ્ટ કરતો રહે છે, જેનાથી તે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. પરંતુ હવે કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ જાહેરાત પોસ્ટ અચાનક ગાયબ થઈ ગઈ છે, જેનાથી ફેન્સ ચોંકી ગયા છે.

હલીના એકાઉન્ટમાંથી જાહેરાતો ગાયબ

છેલ્લા દોઢ વર્ષમાં, કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફક્ત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોસ્ટ કર્યા છે, જ્યારે તે કોઈપણ મેચ, તેની રજાઓ કે તેની ટ્રેનિંગ સંબંધિત કોઈ ફોટા પોસ્ટ કરતો નથી. છેલ્લા અઠવાડિયામાં, ફેન્સ પણ આ અંગે નિરાશા અને નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે અચાનક તેમના એકાઉન્ટમાંથી આ જાહેરાત પોસ્ટ્સ ગાયબ થઈ ગઈ છે અને ફક્ત જૂના ફોટા જ જોવા મળે છે, જેમાં ફક્ત તેઓ અને તેમની પત્ની અનુષ્કા શર્મા જ જોવા મળે છે.

 

જાણો શું છે સત્ય?

તો શું કોહલીએ ખરેખર તે કંપનીઓની જાહેરાતો ડિલીટ કરી દીધી છે જેમાંથી તે કરોડો કમાયો હતો? સત્ય આનાથી અલગ છે. વાત એ છે કે કોહલીએ આ પોસ્ટ્સ ડિલીટ કરી નથી પરંતુ ઈન્સ્ટાગ્રામના એક ફીચર દ્વારા તેમને અલગ કરી છે. કોહલીની મોટાભાગની એન્ડોર્સમેન્ટ પોસ્ટ્સ વીડિયો અથવા રીલ્સના રૂપમાં હોય છે અને હવે તેને ઈન્સ્ટાગ્રામના ફીચરની મદદથી તેને મુખ્ય પેજથી અલગ કરી દીધી છે. હવે તેના આ વીડિયો ફક્ત રીલ સેક્શનમાં જ દેખાય છે, જે દર્શાવે છે કે તેને કોઈ વીડિયો ડિલીટ કર્યો નથી. આ કારણે, તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના મુખ્ય પેજ પર ફક્ત પર્સનલ ફોટા જ દેખાય છે.

આ પણ  વાંચો -PBKS vs CSK : ધોની ફરી CSK ને જીત અપાવી શક્યો નહીં, ઐયરની પંજાબ કિંગ્સ જીતી ગઈ, 24 વર્ષીય બેટ્સમેને સદી ફટકારી

કોહલીનો તે બ્રાન્ડ્સ સાથેનો કરાર સમાપ્ત થયા

આનું બીજું એક પાસું પણ છે, કારણ કે કેટલીક જાહેરાતો દેખાઈ રહી નથી અને શક્ય છે કે કોહલીએ તેમને ડિલીટ કરવાને બદલે આર્કાઈવ કરી હોય. આર્કાઈવ કર્યા પછી પણ, પોસ્ટ્સ મુખ્ય એકાઉન્ટ પરના ફોલોઅર્સ માટે દેખાતી નથી. આનું એક કારણ એ હોઈ શકે છે કે કોહલીનો તે બ્રાન્ડ્સ સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે અને તેથી તે હવે તેમને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જગ્યા આપી રહ્યો નથી.

આ પણ  વાંચો -LSG VS KKR: લખનૌએ કોલકાતાને હરાવ્યું, પૂરન-માર્શે મચાવી ધૂમ

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર કરી વાત

હવે ફક્ત કોહલી જ કહી શકે છે કે આખું સત્ય શું છે. પરંતુ તેમના તાજેતરના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સોશિયલ મીડિયા પર તેમના જીવન સાથે જોડાયેલા ઘણા ફોટા કે વીડિયો પોસ્ટ કરવાના નથી. IPL શરૂ થતાં પહેલાં વિરાટને પણ આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે કોઈ પણ ધ્યેય વિના ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખતરનાક છે અને તેથી હવે તે સોશિયલ મીડિયા પર વધુ પોસ્ટ કરતો નથી. તેને એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી તેમના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી, તેથી તેઓ વધારે ધ્યાન આપતા નથી.

Tags :
IPL 2025virat kohli ads post removedvirat kohli instagram accountvirat kohli instagram adsvirat kohli news