Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે રમાશે બે મેચ, KKR vs GT અને RCB vs SRH, પોઈન્ટ્સ ટેબલમાં કઇ ટીમ ક્યા છે, જાણો

IPL 2022 ની 35મી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ (KKR vs GT)ની ટીમો બપોરે 3:30 વાગ્યે સામસામે ટકરાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચમાં કોલકાતાની નજર ગુજરાતને હરાવી ટૂર્નામેન્ટમાં વાપસી કરવા પર હશે તો ગુજરાતની નજર તેના શાનદાર પ્રદર્શનને જાળવી રાખવા પર રહેશે. IPL 2022 માં ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે. જેણે 6 મેચ રમી છે જેમા તેને માત્ર એà
09:13 AM Apr 23, 2022 IST | Vipul Pandya
IPL 2022 ની 35મી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ (KKR vs GT)ની ટીમો બપોરે 3:30 વાગ્યે સામસામે ટકરાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચમાં કોલકાતાની નજર ગુજરાતને હરાવી ટૂર્નામેન્ટમાં વાપસી કરવા પર હશે તો ગુજરાતની નજર તેના શાનદાર પ્રદર્શનને જાળવી રાખવા પર રહેશે. 
IPL 2022 માં ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે. જેણે 6 મેચ રમી છે જેમા તેને માત્ર એક જ મેચમાં હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. બીજી તરફ કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ કે જેણે 7 મેચ રમી છે જેમા તેને 4માં હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમની સૌથી સારી બાબત એ છે કે, તેને પાંચ મેચમાં અલગ-અલગ ખેલાડીઓએ જીત અપાવી છે, જે દર્શાવે છે કે તેમના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે. આ જ કારણ છે કે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સને સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે અને તે 7 મેચમાં 4 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. કોલકાતાએ જીતવા માટે માર્ગ શોધવાની જરૂર છે કારણ કે તેના ખેલાડીઓ વ્યક્તિગત રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ટીમ જીત નોંધાવવા માટે એકસાથે આવવામાં અસમર્થ છે. સાથે જ ગુજરાતની ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસીથી વાતાવરણ ઘણું સારું થશે.
IPL 2022 ની 36મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (RCB vs SRH) વચ્ચે આજે સાંજે એટલે કે 23 એપ્રિલે રમાશે. સુપર શનિવારના રોજ યોજાનારી આ બીજી ડબલ હેડર મેચ મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સમયે બંને ટીમો શાનદાર ફોર્મમાં છે અને પોતપોતાની અગાઉની મેચો જીતીને આવી રહી છે. 23 એપ્રિલે યોજાનારી આ મેચમાં હવામાન પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. SRH ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી ચુકી છે. તેમાંથી તે પ્રથમ 2 મેચમાં હારી હતી અને છેલ્લી 4માં તેણે કમબેક કરતા જીત મેળવી છે. વળી, RCBએ અત્યાર સુધી 7 મેચ રમી છે અને 5 મેચ જીતી છે. RCBએ છેલ્લી 2 મેચ જીતી છે. બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની પિચ સારી છે અને બેટિંગ માટે બિલકુલ અનુકુળ છે. પરંતુ પિચ પર જેમ જેમ રમત આગળ વધશે તેમ પિચ બોલરોને પણ મદદ કરશે અને સ્પિન બોલરોને પણ મદદ મળશે. અહીં બીજી બેટિંગ કરવી ટીમ માટે સારો નિર્ણય હોઈ શકે છે.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022KKRvsGTRCBvsSRHSports
Next Article