Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ચાર ટીમો હશે આમને-સામને, MI માટે કરો યા મરો, પોઈન્ટ્સ ટેબલની જાણો સ્થિતિ

IPL 2022માં આજે બે મેચમાં ચાર ટીમો વચ્ચે ટક્કર થશે. સુપર શનિવારની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે જ્યારે સાંજે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચ મેચ હાર્યા બાદ સંપૂર્ણપણે હતાશ થઈ
આજે ચાર ટીમો હશે આમને સામને  mi માટે કરો યા મરો  પોઈન્ટ્સ ટેબલની જાણો સ્થિતિ
IPL 2022માં આજે બે મેચમાં ચાર ટીમો વચ્ચે ટક્કર થશે. સુપર શનિવારની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે જ્યારે સાંજે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચ મેચ હાર્યા બાદ સંપૂર્ણપણે હતાશ થઈ ગઈ છે. રોહિત શર્માની ટીમના ન તો બેટ્સમેન પોતાનું કમાલ બતાવી શક્યા છે અને ન બોલર્સ. કેપ્ટન રોહિત શર્મા પોતે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. મુંબઈએ ઈશાન કિશન પર 15.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ પ્રથમ મેચમાં તોફાની ઈનિંગ રમ્યા બાદ તેનું બેટ પણ શાંત થઈ ગયું છે. સૂર્યકુમારે બેટિંગમાં પોતાની ચમક જાળવી રાખી છે અને અત્યાર સુધીમાં 3 મેચમાં 81.50ની એવરેજથી 163 રન બનાવ્યા છે. જેમાં તેણે બે અડધી સદી પણ ફટકારી છે. 
બોલિંગમાં પણ મુંબઈનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. બુમરાહ સિવાય તમામ બોલરો ખૂબ જ રન લૂંટી રહ્યા છે. મોટા સ્કોરનો પણ બચાવ કરી શકતા નથી. બુમરાહ પણ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં પોતાના નામ પ્રમાણે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે. અત્યાર સુધી 5 મેચમાં તેણે માત્ર 4 વિકેટ લીધી છે. બીજી તરફ 5 મેચમાં 3 જીત નોંધાવનારી લખનૌની ટીમમાં બેટ્સમેન અને બોલર બંને સારા ફોર્મમાં છે. કેપ્ટન કેએલ રાહુલ, ડી કોક, દીપક હુડા, સ્ટોઈનીસ અને બદોની શાનદાર ફોર્મમાં છે, જ્યારે બોલિંગમાં ચમીરા, અવેશ ખાન, રવિ બિશ્નોઈએ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. 
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ત્યારબાદની બંને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, KKR સામે દિલ્હીએ છેલ્લી મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી. બીજી તરફ, RCBએ પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી અને સતત મેચ જીતીને ટૂર્નામેન્ટમાં તેની હાજરી બતાવી છે. જોકે, છેલ્લી મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 
દિલ્હીમાં ડેવિડ વોર્નર, પૃથ્વી શો, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ શાનદાર ફોર્મમાં છે જ્યારે ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, હસરંગા હર્ષલ પટેલ શાનદાર ફોર્મમાં છે. જોકે, આઈપીએલમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે રમાયેલી મેચો પર નજર કરીએ તો દિલ્હી સામે આરસીબીનું પલડું ભારે જણાય છે. RCBએ દિલ્હીને 16 મેચોમાં હરાવ્યું છે, જ્યારે દિલ્હીએ RCBને 10 મેચમાં હરાવ્યું છે.
પોઈન્ટ્સ ટેબલ
આ ચારેય ટીમમાં સૌથી બોટમમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જોકે, આ વર્ષે આ ટીમ તેના જુના અંદાજ મુજબ બિલકુલ પણ જોવા મળી નથી. સૌ કોઇ ચોંકી ગયા છે કે, પાંચ વખત IPLની ટ્રોફી જીતનારી ટીમ આજે 5 મેચમાં 5 હાર બાદ પોઈન્ટ્સ ટેબલ પર બોટમના સ્થાને છે. 
ટૂર્નામેન્ટમાં બે નવી ટીમ આવી છે જેમા એક લખનૌ સુપર જાયન્ટ્સ છે, જેણે આ ટૂર્નામેન્ટ માત્ર પાંચ મેચોમાં જ જબરદસ્ત છાપ છોડી છે. ટીમ આજે પાંચ મેચોમાં 3 જીત સાથે પાંચમાં ક્રમે છે.
જે ટીમ શરૂઆતી મેચોમાં ટોપના સ્થાને હતી તે દિલ્હી કેપિટલ્સ આજે 8માં ક્રમે પહોંચી ગઇ છે. ટીમને 4 મેચોમાં 2 જીત અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ હાલમાં 8માં સ્થાને છે. 
વિરાટ કોહલીના કેપ્ટન પદેથી રાજીનામાં બાદ RCB ની કમાન આજે ફાફ ડુપ્લેસિસના હાથમાં છે. ફાફ આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સનો ખેલાડી હતો. પરંતુ આ વર્ષે તે બેંગ્લોર તરફથી અને તેમા પણ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. ટીમ આજે 5 મેચોમાં 3 જીત સાથે છઠ્ઠા ક્રમે છે. 
Advertisement
Tags :
Advertisement

.