Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઈ જીતના ‘શ્રી ગણેશ’ કરશે ? કે પછી પંજાબ મારી જશે ‘બાજી’ ? આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે રોમાંચક મુકાબલો

આ વર્ષે આઈપીએલ દિવસે દિવસે રોમાંચક માહોલમાં પ્રવેશી રહી છે. તમામ મેચમાં દર્શકોને રોમાંચ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મેચ રમાશે. આ 11મી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા માટે પરફેક્ટ
ચેન્નાઈ જીતના  lsquo શ્રી ગણેશ rsquo  કરશે   કે પછી પંજાબ મારી જશે  lsquo બાજી rsquo    આજે
પંજાબ અને ચેન્નાઈ વચ્ચે રોમાંચક મુકાબલો

આ વર્ષે આઈપીએલ દિવસે દિવસે રોમાંચક
માહોલમાં પ્રવેશી રહી છે. તમામ મેચમાં દર્શકોને રોમાંચ જોવા મળી રહ્યો છે. ત્યારે
આજે પણ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાવા જઈ રહ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મેચ રમાશે. આ 11મી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં
રમાશે. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજા માટે પરફેક્ટ બોલિંગ કોમ્બિનેશન
ઊભું કરવાનો મોટો પડકાર હશે.

Advertisement


ચેન્નાઈ ટીમના સ્ટાર યુવા ફાસ્ટ બોલર દીપક ચહરની ઈજા બાદ ટીમની
મુશ્કેલીઓ વધી રહી છે. આટલું જ નહીં ટીમના ફાસ્ટ બોલર એડમ મિલ્ને અને ક્રિસ જોર્ડન
પણ ઈજાના કારણે પ્રથમ બે મેચ રમી શક્યા ન હતા. આ જ કારણ હતું કે ચેન્નાઈની ટીમ
તેની શરૂઆતની બંને મેચ હારી ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે ચેન્નાઈની ટીમ એક
સિઝનમાં તેની પ્રથમ બે મેચ હારી છે. ચેન્નાઈની ટીમની નબળી બોલિંગનો અંદાજ એ રીતે
લગાવી શકાય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ (
KKR) અને લખનૌ સુપર
જાયન્ટ્સ (
LSG) સામેની મેચમાં પાવરપ્લે દરમિયાન એક પણ
બોલર કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. દીપક
, મિલને અને જોર્ડનની ગેરહાજરીમાં
ચેન્નાઈની ટીમે મુકેશ ચૌધરી અને તુષાર દેશપાંડેને રમવાના હતા. જોકે
, કોચ સ્ટીવન ફ્લેમિંગે સંકેત આપ્યો છે કે એડમ મિલ્ને હવે ફિટ છે.
આવી સ્થિતિમાં તેને પંજાબ સામેની મેચમાં મુકેશ અથવા તુષારની જગ્યાએ એન્ટ્રી મળી
શકે છે.

Advertisement


પંજાબની ટીમમાં બે ફેરફારની સંભાવના

Advertisement

પંજાબ કિંગ્સનો કેપ્ટન મયંક અગ્રવાલ પણ નબળી બોલિંગ સામે ઝઝૂમી
રહ્યો છે. તેને છેલ્લી મેચમાં કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે
બેંગ્લોર સામેની પ્રથમ મેચમાં
206 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.
પંજાબે અત્યાર સુધી બે મેચમાં માત્ર
6 વિકેટ ઝડપી છે. કાગિસો રબાડા અને
રાહુલ ચહરે સારી બોલિંગ કરી છે જ્યારે અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને સુધારાની
જરૂર છે. આ જ કારણ છે કે ચેન્નાઈ સામેની મેચમાં પંજાબની ટીમના પ્લેઈંગ-
11માં બે ફેરફાર થઈ શકે છે. ક્વોરેન્ટાઈન પૂર્ણ કરી ચૂકેલા ઈંગ્લિશ
બેટ્સમેન જોની બેયરસ્ટોને જગ્યા મળી શકે છે. તેના માટે ઓડિન સ્મિથને પડતો મૂકવામાં
આવી શકે છે. બીજી તરફ રાજ બાવાના સ્થાને ઝડપી બોલર સંદીપ શર્માને સ્થાન મળી શકે
છે.


આ બંને ટીમોની પ્લેઈંગ-11 હોઈ શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ:

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (WK), ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, એડમ મિલ્ને અને તુષાર દેશપાંડે/મુકેશ
ચૌધરી.


પંજાબ કિંગ્સ:

શિખર ધવન, મયંક અગ્રવાલ (સી), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જોની બેરસ્ટો, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ

Tags :
Advertisement

.