Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે ગુજરાત અને હૈદરાબાદના મુકાબલામાં બોલરોની જોવા મળશે એક અલગ જંગ

IPL 2022ની 40મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આજની મેચમાં ગુજરાતની ટીમ જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની ઈચ્છા હૈદરાબાદ સામે જીતીને ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવાની રહેશે. હાલમાં, GTની ટીમ તેની સાત મેચમાંથી 6 જીત અને એક હાર સાથે 12 પોઈન્ટ (+0.396) સાથે બીજા સ્થાને છે. બીà
07:49 AM Apr 27, 2022 IST | Vipul Pandya
IPL 2022ની 40મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. 
આજની મેચમાં ગુજરાતની ટીમ જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની ઈચ્છા હૈદરાબાદ સામે જીતીને ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવાની રહેશે. હાલમાં, GTની ટીમ તેની સાત મેચમાંથી 6 જીત અને એક હાર સાથે 12 પોઈન્ટ ( 0.396) સાથે બીજા સ્થાને છે. બીજી તરફ, SRHની ટીમ સાત મેચમાંથી પાંચ જીત અને બે હાર સાથે ત્રીજા સ્થાને છે. હાલમાં ટીમના 10 પોઈન્ટ ( 0.691) છે. આ બંને વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે. બંને ટીમોમાં ફાસ્ટ બોલરો જબરદસ્ત ફોર્મમાં છે. હૈદરાબાદથી, જ્યાં જમ્મુ-કાશ્મીરનો યુવા બોલર ઉમરાન મલિક ગોળીબાર કરશે. ગુજરાત ટાઇટન્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે.
દેશની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ એક વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન GTની ટીમને પાંચ બોલ બાકી રહેતાં આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં આ મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વિપક્ષી ટીમના આ આમંત્રણને સ્વીકારીને GTની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટના નુકસાને 162 રન બનાવી શકી હતી. GT દ્વારા આપવામાં આવેલા 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે SRHની ટીમે બે વિકેટના નુકસાને 19.1 ઓવરમાં સરળતાથી તેને હાંસલ કરી લીધો હતો. ટીમ માટે કેપ્ટન વિલિયમસને 57 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.
ગુજરાત ટાઇટન્સને અત્યાર સુધી માત્ર એક જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ અત્યાર સુધીમાં સાત મેચ રમી છે અને છ મેચ જીતી છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત પાંચ મેચમાં અજેય રહી છે. હૈદરાબાદ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા ઈચ્છશે તો ગુજરાત પણ નંબર વનનું સ્થાન જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ સમયે શાનદાર લયમાં જોવા મળી રહી છે. પરંતુ ગુજરાત ટાઇટન્સનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન હૈદરાબાદને જોરદાર ટક્કર આપશે. લોકી પણ 150 કિમીની ઝડપે બોલ ફેંકી રહ્યો છે. તેના જવાબમાં હૈદરાબાદની ટીમમાં ઉમરાન મલિક છે. આ સીઝનનો સૌથી ઝડપી બોલ ઉમરાનના નામે છે. ફાસ્ટ બોલિંગના મામલામાં હૈદરાબાદનું પલડું થોડું ભારે દેખાઇ રહ્યું છે.
પોતાની અંતિમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમને 68 રનમાં આઉટ કરી દીધી હતી. આ પ્રદર્શન હૈદરાબાદના બોલરોનું મનોબળ વધારશે. ટીમના ચારેય ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભુવનેશ્વર કુમારે સાત મેચમાં નવ વિકેટ લીધી છે. ટી નટરાજન સૌથી આગળ છે જેણે અત્યાર સુધી સાત મેચમાં 15 વિકેટ ઝડપી છે. જ્યારે ઉમરાને 10 વિકેટ લીધી છે. ટીમમાં ઉમરાને પોતાની જબરદસ્ત બોલિંગથી સૌ કોઇને પ્રભાવિત કર્યા છે. કહેવાય છે કે, ઉમરાન જલ્દી જ ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની શકે છે. કારણ કે જે રીતે તે ઝડપી બોલિંગ કરી રહ્યો છે તે ખરેખર ટીમ ઈન્ડિયા માટે ફળદાયક સાબિત થઇ શકે છે. 
ગુજરાતના અનુભવી બોલર રાશિદ ખાનને અત્યાર સુધી ટેલેન્ટ મુજબ વિકેટ મળી નથી. મોહમ્મદ શમીએ સાત મેચમાં 10 વિકેટ લીધી છે. હાર્દિક પંડ્યા પોતે બેટિંગમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીની છ મેચોમાં ખૂબ જ સાવચેતીપૂર્વક બેટિંગ કરી છે. તેણે અત્યાર સુધીમાં 295 રન બનાવ્યા છે. ડેવિડ મિલર તેને સંપૂર્ણ સમર્થન આપી રહ્યો છે. મિલરે અત્યાર સુધી સાત મેચમાં 220 રન બનાવ્યા છે.
Tags :
CricketFastBowlerGTvsSRHGujaratFirstGujaratTitansvsSunrisersHyderabadIPLIPL15IPL2022Sports
Next Article