સચીનને ક્રિકેટના ભગવાન કેમ કહેવાય છે, આ Video છે ઉદાહરણ
ભારતમાં ક્રિકેટની વાત થાય અને સચીન તેંડુલકરને યાદ ન કરવામાં આવે તેવું બની ન શકે. બેટિંગને લગતા લગભગ બધા જ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી (100) નો રેકોર્ડ પણ સચીનના નામે નોંધાયો છે. સચીનને દેશ જ નહીં વિદેશમાં પણ તેટલું જ સન્માન મળે છે. જેનું તાજેતરમાં ઉદાહરણ જોવા મળ્યું હતું.હાલમાં જ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL મેચ રમ્યà
ભારતમાં ક્રિકેટની વાત થાય અને સચીન તેંડુલકરને યાદ ન કરવામાં આવે તેવું બની ન શકે. બેટિંગને લગતા લગભગ બધા જ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી (100) નો રેકોર્ડ પણ સચીનના નામે નોંધાયો છે. સચીનને દેશ જ નહીં વિદેશમાં પણ તેટલું જ સન્માન મળે છે. જેનું તાજેતરમાં ઉદાહરણ જોવા મળ્યું હતું.
હાલમાં જ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL મેચ રમ્યા બાદ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ સચિન તેંડુલકરના પગ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, વિનોદ કાંબલીએ પણ આમ કર્યું હતું. સૌએ પ્રથમ માસ્ટર બ્લાસ્ટરના વખાણમાં સચિન તેંડુલકરના પગ સ્પર્શ કર્યા હતા. અને હવે બુધવારે, દક્ષિણ આફ્રિકાના સુપરસ્ટાર જોન્ટી રોડ્સ, જે પુણેમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ પછી રમૂજી ક્ષણમાં તેંડુલકરના પગને સ્પર્શ કરવા માટે નીચે ઝૂકી ગયા હતા.
મેચ પૂરી થયા પછી, જ્યારે PBKSના ખેલાડીઓ ડગઆઉટમાં પાછા ફરી રહ્યા હતા અને હેન્ડશેક કરી રહ્યા હતા, ત્યારે રોડ્સ, જે પંજાબ કિંગ્સના ફિલ્ડિંગ અને બેટિંગ કોચ છે, તેમણે તેંડુલકરને પકડી લીધા અને તેમના પગને સ્પર્શ કર્યો. સચિન તેંડુલકર કંઇક સમજી શકે તે પહેલા જોન્ટી રોડ્સ નીચે નમી ગયો અને તેમના પગને સ્પર્શ કરવા લાગ્યો. જોન્ટી રોડ્સને આવું કરતા જોઈને સચિને પીછેહઠ કરી અને તેને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ જોન્ટી રોડ્સ તેના પગને સ્પર્શ કરીને જ રહ્યો. જોકે, તે પછી બંને દિગ્ગજોએ એકબીજાને ગળે લગાવ્યા. રોડ્સે આ કર્યું તે પછી ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે.
અહીં સૌથી મોટી વાત એ છે કે, જોન્ટી રોડ્સ સચિન તેંડુલકર કરતા 4 વર્ષ મોટા છે. જોન્ટી રોડ્સ 52 વર્ષના છે જ્યારે સચિન 48 વર્ષના છે. જોન્ટી રોડ્સ ભારતની ખૂબ નજીક છે. તેમણે પોતાની દીકરીનું નામ પણ ઈન્ડિયા રાખ્યું છે. પોતાની પુત્રીનું નામ ઈન્ડિયા રાખવા પાછળનું કારણ જણાવતાં જોન્ટી રોડ્સે કહ્યું કે, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પરંપરા જોઈને તેમને આવું કરવા માટે પ્રેરણા મળી.
તાજેતરમાં સચીન અને રોડ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જોન્ટી રોડ્સ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફમાં સામેલ હતો, તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ફિલ્ડિંગ કોચ રહ્યો હતો, 2017માં તેણે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડી દીધો હતો.
Advertisement