Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉમરાન મલિકની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયા છે આ નેતા, BCCIને કરી આ ખાસ માગ

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી IPL 2022ની ટૂર્નામેન્ટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. આ દિવસોમાં IPL દેશમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે ક્રિકેટ ચાહકોની સાથે સાથે રાજકીય જગતના દિગ્ગજ નેતાઓ પણ ક્રિકેટનો આનંદ લેતા હોય તો નવાઇ નહીં. IPL ની ટૂર્નામેન્ટ દુનિયાના લગભગ તમામ દેશ જોતા હોય છે. ત્યારે આ એક એવી ટૂર્નામેન્ટ છે કે જેણે દુનિયાભરના દેશને નવા-નવા ખેલાડીઓ આપ્યા છે. અહીં યુવા ખેલાડીઓ પોતાની àª
ઉમરાન મલિકની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયા છે આ નેતા  bcciને કરી આ ખાસ માગ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી IPL 2022ની ટૂર્નામેન્ટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. આ દિવસોમાં IPL દેશમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે ક્રિકેટ ચાહકોની સાથે સાથે રાજકીય જગતના દિગ્ગજ નેતાઓ પણ ક્રિકેટનો આનંદ લેતા હોય તો નવાઇ નહીં. 
IPL ની ટૂર્નામેન્ટ દુનિયાના લગભગ તમામ દેશ જોતા હોય છે. ત્યારે આ એક એવી ટૂર્નામેન્ટ છે કે જેણે દુનિયાભરના દેશને નવા-નવા ખેલાડીઓ આપ્યા છે. અહીં યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભાને ખુલ્લા મને બતાવી શકે છે. ઘણીવાર તેમા ઘણા એવા ખેલાડીઓ પણ જોવા મળે છે કે જે પોતાની ખાસ પ્રતિભાના કારણે સૌ કોઇના ફેવરિટ બની જાય છે. આવો જ એક ખેલાડી આ વર્ષે ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ નેતાઓનો પણ ફેવરિટ બન્યો છે. તેણે પોતાની બોલિંગથી જગતને જ નહીં પરંતુ રાજકીય દિગ્ગજોને પણ મોહિત કર્યા છે. આ ખિલાડી બીજું કોઈ નહીં પણ સનરાઈઝર્સ હૈદરાબાદનો જમ્મુ-કાશ્મીરથી આવનાર ફાસ્ટ બોલર ઉમરાન મલિક છે, જેની ઝડપ સામે દુનિયાભરના દિગ્ગજ બેટ્સમેનો ઘૂંટણિયે જોવા મળે છે.  
Advertisement

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરીને BCCIને ઉમરાનને ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવા વિનંતી કરી છે. ચિદમ્બરમે કહ્યું કે, ઉમરાન મલિકનું તોફાન તેના માર્ગમાં બધું ઉડાડી રહ્યું છે. ઝડપી ગતિ અને આક્રમકતા જોવા લાયક છે. આજના પ્રદર્શન પછી, તેમાં કોઈ શંકા નથી કે તે IPLની આ આવૃત્તિની શોધ છે. BCCIએ તેને એક ખાસ કોચ આપવો જોઇએ અને તેને જલ્દી જ રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવે.
ઉમરાન મલિકે ગુજરાત ટાઈટન્સ સામે જબરદસ્ત બોલિંગ કરતી વખતે 5 વિકેટ ઝડપી હતી, જેમાંથી તેણે 4 ખેલાડીઓને સીધા બોલ્ડ કર્યા હતા. ઉમરાન મલિકને 150 કિમીથી વધુની ઝડપે બોલિંગ કરતા જોઇને બધાને વિશ્વાસ થઇ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ અને શશિ થરૂરના ટ્વીટ પણ સામે આવ્યા છે, જેમા તેમણે ઉમરાન મલિકને લઇને BCCI પાસે મોટી માગ કરી છે.
Tags :
Advertisement

.