Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉમરાન મલિકના આ દિગ્ગજ ક્રિકેટરે કર્યા વખાણ, જલ્દી જ ટીમ ઈન્ડિયામાં જોવા માગે છે

બુધવારે 27 એપ્રિલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદની ટીમ ભલે મેચ હારી ગઇ હોય પરંતુ ટીમનો એક ખેલાડી સતત લોકોના દિલ જીતી રહ્યો છે. ઉમરાનની બોલિંગથી પ્રભાવિત થયા ગાવાસ્કરહૈદરાબાદના યુવા ફાસ્ટ બોલર ઉમરાન à
ઉમરાન મલિકના આ દિગ્ગજ ક્રિકેટરે કર્યા વખાણ  જલ્દી જ ટીમ ઈન્ડિયામાં જોવા માગે છે
બુધવારે 27 એપ્રિલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદની ટીમ ભલે મેચ હારી ગઇ હોય પરંતુ ટીમનો એક ખેલાડી સતત લોકોના દિલ જીતી રહ્યો છે. 
ઉમરાનની બોલિંગથી પ્રભાવિત થયા ગાવાસ્કર
હૈદરાબાદના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આ સમયે તમામ દિગ્ગજ ખેલાડીઓથી લઇને રાજનેતાઓનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું છે. તેણે ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ સહિત પાંચ ટોપ ઓર્ડર બેટ્સમેનને આઉટ કરી ગુજરાતની ટીમને શરૂઆતી ઝટકા આપ્યા હતા. જોકે, તેના પ્રદર્શન બાદ પણ ટીમ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત સામે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે છેલ્લા બોલમાં 5 વિકેટ બાકી રહેતા આ સ્કોર હાંસલ કર્યો હતો. ઉમરાન મલિક સિવાય હૈદરાબાદનો કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહતો. જોકે, ઉમરાનની સ્પીડ જોઈને ફરી એકવાર દિગ્ગજ ખેલાડીઓ તેનાથી પ્રભાવિત થયા છે અને તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તો ત્યાં સુધી કહ્યું કે, આ બોલરને ઈંગ્લેન્ડના પ્રવાસ પર લઈ જવો જોઈએ.
દેશ માટે બહુ જલ્દી જ રમતો જોવા મળશે
થોડા સમય પહેલા સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ લાઈવ પર ગાવસ્કરે જણાવ્યું હતું કે, તે તેની ગતિથી ખૂબ પ્રભાવશાળી રહ્યો છે. પરંતુ તેની ઝડપ કરતાં વધુ, તે તેની ચોકસાઈથી વધુ પ્રભાવિત કરે છે. તે ગતિએ બોલિંગ કરનારા ઘણા લોકો બોલને આસપાસ ફેંકી દે છે. પરંતુ ઉમરાન બહુ ઓછા વાઈડ બોલ કરે છે. જો તે લેગ સાઇડના વાઈડ પર કંટ્રોલ કરી શકે તો મને લાગે છે કે તે એક મહાન બોલર બની શકે છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તે હંમેશા સ્ટમ્પ પર હુમલો કરશે અને પછી સ્પીડને કારણે તેને મારવું ઘણું મુશ્કેલ બનશે. જો મલિક વિકેટ-ટૂ-વિકેટ બોલિંગ કરશે તો તે વિકેટ લેનાર બોલર હશે અને દેશ માટે બહુ જલ્દી રમશે.
ઉમરાન માલિક કોણ છે?
ઉમરાન મલિકને SRH દ્વારા IPLની આ સીઝન માટે પસંદ કરવામાં આવેલા છે. જોકે, આ પહેલા તે જાણીતો ખેલાડી નહતો પરંતુ હવે તેને લગભગ તમામ ખેલાડીઓ જાણે છે. સ્થાનિક ક્રિકેટમાં ચાર મેચમાં કુલ ચાર વિકેટ લીધા પછી તેણે જમ્મુ અને કાશ્મીર માટે વધુ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી. ઉમરાને તેની T20 ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે રેલ્વે સામેની ચાર ઓવરના ક્વોટામાં ત્રણ મહત્વની વિકેટ લીધી અને માત્ર 24 રન આપ્યા હતા. અબ્દુલ સમદની જેમ, તેને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેઓ માર્ગદર્શક-કમ-કોચ તરીકે પણ કામ કરે છે.
IPLમાં 20મી ઓવર મેડન ફેંકનાર ચોથો બોલર
આ સાથે, ઉમરાન IPL ઇતિહાસમાં 20મી ઓવર મેડન ફેંકનાર ચોથો બોલર બન્યો છે અને T20 મેચમાં માત્ર ત્રીજી વખત જ્યારે છેલ્લા ચાર બેટ્સમેન (7થી10) રન બનાવ્યા વિના આઉટ થયા છે. ઉમરાનના આ પ્રદર્શનને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં સતત ચોથી જીત નોંધાવવામાં સફળ રહી હતી.
Advertisement
Tags :
Advertisement

.