Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે આમને-સામને હશે ટીમ ઈન્ડિયાના સંભવિત ભાવિ કેપ્ટન

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને-સામને જોવા મળશે. IPLની આ મેચમાં બે અત્યંત પ્રતિભાશાળી ક્રિકેટરો અને ભારતના સંભવિત ભાવિ કેપ્ટન લોકેશ રાહુલ અને ઋષભ પંત આમને-સામને હશે.IPLની 15મી સીઝનની 15મી મેચ ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, મુંબઈમાં શરૂ થશે. IPLમાં લàª
આજે આમને સામને હશે ટીમ ઈન્ડિયાના સંભવિત ભાવિ કેપ્ટન
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને-સામને જોવા મળશે. IPLની આ મેચમાં બે અત્યંત પ્રતિભાશાળી ક્રિકેટરો અને ભારતના સંભવિત ભાવિ કેપ્ટન લોકેશ રાહુલ અને ઋષભ પંત આમને-સામને હશે.
IPLની 15મી સીઝનની 15મી મેચ ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, મુંબઈમાં શરૂ થશે. IPLમાં લખનૌની ટીમ અત્યાર સુધીમાં 3 મેચ રમી છે જેમાંથી 2માં તેણે જીત અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, દિલ્હીએ અત્યાર સુધી બે મેચ રમી છે જેમાં એકમાં તેણે જીત મેળવી છે અને બીજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં બંને ટીમો 7મી એપ્રિલે રમાનાર મેચ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે. મહત્વનું છે કે, આગામી કેટલાક વર્ષોમાં ભારતીય ટીમના ખેલાડીઓ ઘણું ક્રિકેટ રમી રહ્યા છે અને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રોહિત શર્માના કામના ભારણને મેનેજ કરવાનું નિર્ણાયક બનશે, રાહુલ અને પંત બંને ભાવિ કેપ્ટન તરીકે તેમનો દાવો મજબૂત કરવા માંગે છે. 
હવે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ IPL માટે ઉપલબ્ધ રહેશે. દિલ્હી કેપિટલ્સ તરફથી આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર જ્યારે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ લખનૌની ટીમ સાથે જોડાશે, જે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનને મજબૂત બનાવશે. આ સિવાય દિલ્હીને ફાસ્ટ બોલર એનરિચ નોર્કિયાની સેવાઓ પણ મળશે. દિલ્હીના સહાયક કોચ શેન વોટસને મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, "ડેવિડ વોર્નર ક્વોરેન્ટિનમાંથી બહાર આવી ગયો છે તેથી તે આગામી મેચમાં પસંદગી માટે ચોક્કસપણે ઉપલબ્ધ રહેશે."  “એનરિચ નોર્કિયાએ ભારત આવ્યા ત્યારથી છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ઘણું સારું ક્રિકેટ રમ્યું છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વોર્નર કેપિટલ્સની ટીમમાં ટિમ સેફર્ટનું સ્થાન લેશે જ્યારે સ્ટોઇનિસ લખનૌની ટીમમાં એન્ડ્રુ ટાય અથવા એવિન લુઇસનું સ્થાન લેશે. અત્યારે તેને ટાઈના બદલે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા વધુ છે. 
બંને ટીમોની બોલિંગ ચિંતાનું કારણ બની રહી છે પરંતુ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં સુપર જાયન્ટ્સની ટીમે પ્રભાવિત કર્યા છે. જેસન હોલ્ડરના સમાવેશથી લખનૌની ટીમ વધુ મજબૂત બની છે અને દિલ્હીની ટીમને આશા છે કે, પૃથ્વી શો સાથે વોર્નર તેમને આક્રમક શરૂઆત અપાવશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બે શાનદાર ઈનિંગ્સ રમી ચૂકેલા લખનૌના કેપ્ટન રાહુલ ઈચ્છે છે કે ક્વિન્ટન ડી કોક સુપર કિંગ્સ સામે તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરે. જોકે લખનૌના બોલરોએ દિલ્હીની બેટિંગ પર અંકુશ લગાવવો પડશે જે વોર્નરની હાજરીથી વધુ મજબૂત બનશે. ટીમ પણ કેપ્ટન પંત અને પૃથ્વીની મોટી ઇનિંગ્સની રાહ જોઈ રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.