Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RR vs RCBની મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં આ બેટ્સમેને મેળવ્યું નંબર વનનું સ્થાન

IPL 2022ની 13 મેચ પૂર્ણ થઇ ગઇ છે. ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી, જેમા બેંગ્લોરની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે, આ મેચમાં હાર બાદ પણ રાજસ્થાન રોયલ્સની ટીમ પોઇન્ટ ટેબલ પર નંબર વન પર છે. જ્યારે બેંગ્લોરની ટીમ હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ છે. ઉપરાંત RR vs RCBની મેચ બાદ ઓરેન્જ કેપના દાવેદારમાં પણ ફેરફાર થયો છે. જોકે, પર્પલ કેપની રેસમાં હજુ પણ ઉમેશ યાદવ
07:48 AM Apr 06, 2022 IST | Vipul Pandya
IPL 2022ની 13 મેચ પૂર્ણ થઇ ગઇ છે. ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી, જેમા બેંગ્લોરની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે, આ મેચમાં હાર બાદ પણ રાજસ્થાન રોયલ્સની ટીમ પોઇન્ટ ટેબલ પર નંબર વન પર છે. જ્યારે બેંગ્લોરની ટીમ હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ છે. 
ઉપરાંત RR vs RCBની મેચ બાદ ઓરેન્જ કેપના દાવેદારમાં પણ ફેરફાર થયો છે. જોકે, પર્પલ કેપની રેસમાં હજુ પણ ઉમેશ યાદવ નંબર વનના સ્થાને યથાવત છે. RR vs RCBની મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં હવે મુંબઈના ઈશાન કિશનને પાછળ છોડી રાજસ્થાનના વિસ્ફોટક બેટ્સમેન નંબર વન પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે, IPL 2022ની 13મી મેચ પૂરી થયા બાદ ઓરેન્જ કેપ, પર્પલ કેપની યાદીમાં મોટો ફેરફાર થયો છે. જ્યાં બેંગ્લોર સામે IPLની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર બટલરે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 70 રન બનાવ્યા હતા. 70 રનની આ ઇનિંગ સાથે, બટલરે ઓરેન્જ કેપની યાદીમાં ટોચ પર પોતાનું સ્થાન નિશ્ચિતપણે જાળવી રાખ્યું છે. 
બટલરે 3 મેચમાં 143.36ની સ્ટ્રાઈક રેટથી 205 રન બનાવ્યા છે. વળી, ડુપ્લેસીસ પણ ટોપ 3માં પ્રવેશી ગયો છે. રાજસ્થાનનો ઓપનર બટલર 205 રન સાથે પ્રથમ સ્થાને છે. ઈશાન કિશન 135 રન સાથે બીજા ક્રમે છે. ફાફ ડુ પ્લેસિસ 122 રન સાથે ત્રીજા સ્થાને છે. દીપક હુડ્ડા 119 રન સાથે ચોથા સ્થાન પર છે. દીપ શિવમ દુબે 109 રન સાથે પાંચમાં સ્થાને છે. બેંગલુરુ સામે 2 વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ હવે પર્પલ કેપની યાદીમાં અવેશ ખાનને પાછળ છોડીને બીજા નંબર પર આવી ગયો છે. ચહલે કુલ 3 મેચમાં 7 વિકેટ ઝડપી છે. પર્પલ કેપની રેસમાં ઉમેશ યાદવ ત્રણ મેચમાં 8 વિકેટ સાથે ટોચ પર છે. ચહલ બીજા સ્થાને આવી ગયો છે. ત્રીજા સ્થાને અવેશ ખાન છે જેણે 7 વિકેટ લીધી છે.
ચોથા સ્થાને રાહુલ ચહર છે જેણે 6 વિકેટ લીધી છે અને પાંચમાં સ્થાને હંસરંગા છે જેણે 3 મેચમાં 6 વિકેટ લીધી છે. બેંગ્લોર સામે હાર મળી હોવા છતા રાજસ્થાન રોયલ્સે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજા સ્થાને કોલકાતાની ટીમ છે. ત્રીજા સ્થાને ગુજરાતની ટીમ છે. પંજાબની ટીમ ચોથા સ્થાન પર છે. લખનૌની ટીમ પાંચમાં સ્થાને છે. બેંગ્લોરની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સની ટીમ સાતમાં સ્થાને છે. આઠમાં સ્થાને મુંબઈની ટીમ છે. ચેન્નાઈની ટીમ નવમાં સ્થાને છે. દસમાં સ્થાને SRHની ટીમ છે.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022JossButlerOrangeCapPointsTableRRvsRCBSports
Next Article