કેચ પકડવાના ચક્કરમાં મહિલાના માથે વાગ્યો બોલ, જુઓ Video
ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે મેચ રમાઇ હતી. આ હાઇ સ્કોર મેચમાં લખનૌ સુપર જાયન્ટે શાનદાર જીત મેળવી ટૂર્નામેન્ટમાં જીતનું ખાતું ખોલ્યું છે. આ મેચમાં આયુષ બદોનીએ એકવાર ફરી પોતાની આક્રમક છાપ છોડી છે. આયુષે ભલે નાની પણ આક્રમક ઇનિંગ રમી બતાવ્યું છે કે તેને હળવાશમાં લેવામાં આવશે તો તે શું કરી શકે છે. આયુષે તેની ઇનિંગમાં 9 બોલમાં 19 રન ફટકાર્યા હતા, જેમા બે ગગન ચુમ
05:44 AM Apr 01, 2022 IST
|
Vipul Pandya
ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે મેચ રમાઇ હતી. આ હાઇ સ્કોર મેચમાં લખનૌ સુપર જાયન્ટે શાનદાર જીત મેળવી ટૂર્નામેન્ટમાં જીતનું ખાતું ખોલ્યું છે. આ મેચમાં આયુષ બદોનીએ એકવાર ફરી પોતાની આક્રમક છાપ છોડી છે. આયુષે ભલે નાની પણ આક્રમક ઇનિંગ રમી બતાવ્યું છે કે તેને હળવાશમાં લેવામાં આવશે તો તે શું કરી શકે છે.
આયુષે તેની ઇનિંગમાં 9 બોલમાં 19 રન ફટકાર્યા હતા, જેમા બે ગગન ચુમ્બી સિક્સ પણ સામેલ છે. જોકે, આ દરમિયાન આયુષ બદોનીના બેટમાંથી લાગેલી સિક્સ મહિલા ફેન માટે પીડાદાયક સાબિત થઇ હતી. આયુષ બદોનીએ શિવમ દુબેની 19મી ઓવરના પહેલા બોલ પર સ્ક્વેર લેગની દિશામાં એક શાનદાર સિક્સર ફટકારી હતી. બોલ સીધો સ્ટેન્ડમાં ગયો જ્યાં એક મહિલા કેચ પકડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. મહિલા આ પ્રયાસમાં સફળ થઈ શકી ન હતી અને બોલ તેના હાથમાંથી પડીને તેના માથામાં વાગી ગયો હતો. સદનસીબે, મહિલાને વધુ ઈજા થઈ ન હતી, જો કે, બોલ તેના માથા પર વાગતા મહિલા પીડાથી રડતી જોવા મળી હતી.
કેએલ રાહુલની ટીમ ભલે ગુજરાત સામે હારી ગઈ હોય, પરંતુ આ મેચમાં આયુષ બદોનીએ ડેબ્યૂ કરતી વખતે અડધી સદી ફટકારી હતી અને ગઈકાલની મેચમાં પણ ઝડપી બેટિંગ કરી હતી. બદોની ઉત્તરાખંડનો વતની છે, પરંતુ તે પોતાનું ક્રિકેટ દિલ્હીથી રમ્યો હતો અને તેને સ્થાનિક ક્રિકેટનો ઓછો અનુભવ છે. વળી, આ યુવા બેટ્સમેને ઘણી વખત India-19 માટે કમાલ કરી ચુક્યો છે અને ગૌતમ ગંભીર આયુષને આ ટીમમાં લાવનાર મેન્ટર છે.
બીજી તરફ જો મેચની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKએ કે.એલ.રાહુલની ટીમને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે લખનૌની ટીમને 3 બોલ પહેલા જ મળી ગયું હતુ અને ટીમ 6 વિકેટે મેચ જીતવામાં સફળ થઇ હતી. એવિન લુઈસે 23 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. આ ઇનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Next Article