Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી-રાજસ્થાનની મેચ દરમિયાન બની વિચિત્ર ઘટના, વોર્નર આઉટ થયા બાદ પણ રહ્યો નોટ આઉટ

બુધવારે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહત્વની મેચ રમાઈ હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે દિલ્હીને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને દિલ્હીએ 11 બોલ બાકી રહેતા હાંસિલ કર્યો હતો અને ટીમને 8 વિકેટે જીત મળી હતી.બુધવારે (11 મે) ના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને àª
દિલ્હી રાજસ્થાનની મેચ દરમિયાન બની વિચિત્ર ઘટના  વોર્નર આઉટ થયા બાદ પણ રહ્યો નોટ આઉટ
બુધવારે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહત્વની મેચ રમાઈ હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે દિલ્હીને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને દિલ્હીએ 11 બોલ બાકી રહેતા હાંસિલ કર્યો હતો અને ટીમને 8 વિકેટે જીત મળી હતી.
બુધવારે (11 મે) ના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જે દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. મેચમાં ડેવિડ વોર્નરની ઇનિંગ દરમિયાન યુઝવેન્દ્ર ચહલનો એક બોલ સીધો વિકેટ પર વાગ્યો હતો, તેમ છતા બેટ્સમેન આઉટ ન થયો. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જીહા, બોલ વિકેટ સાથે અથડાયા બાદ પણ ડેવિડ વોર્નરની ઇનિંગ્સનો અંત આવ્યો ન હતો. તેનું કારણ એ હતું કે યુઝવેન્દ્ર ચહલનો બોલ વિકેટ સાથે અથડાયો હતો, પરંતુ તે તેના પર લાગેલી બેલ્સને જમીન પર નીચે ન પાડી શકી. મહત્વનું છે કે, આ ઘટના બાદ ડેવિડ વોર્નરને ખુદ વિશ્વાસ ન થયો અને તે આ અંગે બોલર સાથે વાત કરતો  પણ જોવા મળ્યો હતો.
આ ઘટના દિલ્હીની ઇનિંગની 9મી ઓવરમાં બની હતી. ચહલે તેની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર વોર્નરને લેગ બ્રેક બોલ ફેંક્યો હતો. આ બોલ પર વોર્નર સંપૂર્ણપણે ચોંકી ગયો હતો અને બોલ ચૂકી ગયો હતો. આ બોલ તેના બેટ અને પેડની વચ્ચેથી બહાર નીકળ્યો અને સીધો વિકેટ સાથે અથડાયો હતો, ત્યારપછી બેલ્સની લાઇટ પણ ચમકાતી જોવા મળી હતી. જોકે, વોર્નર બેલ્સ જમીન પર ન પડી હોવાના કારણે નોટ આઉટ રહ્યો હતો. આ ઘટના પછી બોલર યુઝવેન્દ્ર ચહલની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી, કારણ કે તે પણ આ દરમિયાન એકદમ ચોંકી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ મેચમાં કિસ્મત માત્ર ડેવિડ વોર્નર સાથે જ નહીં પરંતુ તેના સાથી ખેલાડી મિશેલ માર્શ પર પણ મહેરબાન દેખાઇ હતી. મિશેલ માર્શનો કેચ રાજસ્થાનના ખેલાડીઓએ છોડ્યો હતો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના આ બંને ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે 41 બોલમાં 52 રન જ્યારે મિચેલ માર્શે 62 બોલમાં 89 રન બનાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.