Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેપ્ટનનું મીમ શેર કરવું રાજસ્થાન રોયલ્સને પડ્યું ભારે, સંજુ સૈમસન થયો નારાજ, જુઓ કેવું હતું મીમ?

આઇપીએલ 2022ની શરુઆત થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહયા છે. 26 મારચે અને શનિવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલ 2022ની પહેલી મેચ રમાવાની છે. જો કે આઇપીએલ શરુ થાય તે પહેલા જ રાજસ્થાન રોયલ્સની ટીમમાં વિવાદ થયો છે. રાજસ્થાન રોયલ્સની સોશિયલ મીડિયા ટીમને કેપ્ટન સંજુ સૈમસન પર બનાવેલું એક મીમ શેર કરવાનું ભારે પડ્યું છે.રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેના કેપ્ટન સંજુ સેમસન à
કેપ્ટનનું મીમ શેર કરવું રાજસ્થાન રોયલ્સને પડ્યું ભારે  સંજુ સૈમસન થયો નારાજ  જુઓ કેવું હતું મીમ
આઇપીએલ 2022ની શરુઆત થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહયા છે. 26 મારચે અને શનિવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલ 2022ની પહેલી મેચ રમાવાની છે. જો કે આઇપીએલ શરુ થાય તે પહેલા જ રાજસ્થાન રોયલ્સની ટીમમાં વિવાદ થયો છે. રાજસ્થાન રોયલ્સની સોશિયલ મીડિયા ટીમને કેપ્ટન સંજુ સૈમસન પર બનાવેલું એક મીમ શેર કરવાનું ભારે પડ્યું છે.
રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેના કેપ્ટન સંજુ સેમસન વિશે એક મીમ પોસ્ટ કરવામાં આવી હતી. કેપ્ટન સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલું આ મીમી પસંદ નથી આવ્યું અને તે નારાજ થયો છે. સંજુએ ટ્વિટ કરીને  ટીમને પ્રોફેશનલ વલણ અપનાવવાની સલાહ આપી દીધી.
જોકે, બાદમાં રાજસ્થાન રોયલ્સે મીમ વાળી પોસ્ટ ડિલીટ પણ કરી નાંખી. આ વિવાદ બાદ રાજસ્થાન રોયલ્સે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે પોતાની સોશિયલ મીડિયા ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.  
રાજસ્થાન રોયલ્સે લખ્યું કે ‘આજની ​​ઘટનાને ધ્યાનમાં રાખીને અમે અમારી સોશિયલ મીડિયા ટીમ અને વલણ બદલવાનો નિર્ણય કર્યો છે. ટીમમાં બધુ બરાબર છે અને ટીમ સનરાઇઝર્સ સામેની પ્રથમ મેચ માટે તૈયાર છે. મેનેજમેન્ટ અમારી સમગ્ર ડિજિટલ સ્ટ્રેટેજીનું ફરીથી અવલોકન કરશે. સાથે જ નવી ટીમની નિમણૂક કરવામાં આવશે. અમે જાણીએ છીએ કે આ IPL સિઝન છે અને ચાહકો ઈચ્છે છે કે એકાઉન્ટમાંથી નિયમિતપણે પોસ્ટ અપડેટ કરવામાં આવે. અમે વચગાળાના ઉકેલની શોધમાં છીએ.’
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સે હરાજી પહેલા સંજુ સેમસન સહિત ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ત્યારબાદ હરાજીમાં ટીમે શિમરોન હેટમાયર, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિન જેવા મોટા ખેલાડીઓને ખરીદ્યા.
Advertisement
Tags :
Advertisement

.