Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોલકતાની જીત પર શાહરૂખ ખાન ખુશ, મેચના હીરો પેટ કમિન્સના કર્યા ખૂબ વખાણ

IPL 2022 ની 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેને પેટ કમિન્સની ધમાકેદાર અડધી સદીની ઇનિંગ્સના આધારે KKR ટીમ ચાર ઓવર પહેલા જ મેચ જીતી ચૂકી. આ મેચમાં KKRની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખાસ રહી ન હતી અને રોહિત શર્માએ માત્ર 3 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈની ટીમને બીજો ઝટકો 45ના સ્કોર પર ડેબ્યૂ મેચ રમી રહેàª
02:41 AM Apr 07, 2022 IST | Vipul Pandya
IPL 2022 ની 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેને પેટ કમિન્સની ધમાકેદાર અડધી સદીની ઇનિંગ્સના આધારે KKR ટીમ ચાર ઓવર પહેલા જ મેચ જીતી ચૂકી. 
આ મેચમાં KKRની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખાસ રહી ન હતી અને રોહિત શર્માએ માત્ર 3 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈની ટીમને બીજો ઝટકો 45ના સ્કોર પર ડેબ્યૂ મેચ રમી રહેલા ડેવાલ્ડ બ્રેવિસ (29)ના રૂપમાં લાગ્યો હતો. જે બાદ ઈશાન કિશન (14) પણ 11મી ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ (52) અને તિલક વર્મા (38)એ મળીને મુંબઈની ટીમને સંભાળી લીધી અને 83 રનની ભાગીદારી કરી. ઈનિંગની છેલ્લી ઓવરમાં કિરોન પોલાર્ડે વિસ્ફોટક રીતે પાંચ બોલમાં 22 રન બનાવ્યા હતા, જેના આધારે ટીમે 162 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. KKR તરફથી પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી. 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની ટીમની શરૂઆત જરા પણ સારી રહી ન હતી. 
કોલકાતાની ટીમે 35 રનના સ્કોર પર તેની શરૂઆતની બે વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મુંબઈના બોલરોએ KKR પર ઘણું દબાણ કર્યું હતું. જોકે, આન્દ્રે રસેલના આઉટ થયા બાદ પેટ કમિન્સે મેદાન પર વિસ્ફોટક રીતે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી, જેના આધારે ટીમે ચાર ઓવર પહેલા જ જીત નોંધાવી હતી. પેટ કમિન્સ ઉપરાંત વેંકટેશ અય્યરે પણ KKR માટે ફિફ્ટી ફટકારી હતી. વેંકટેશ અય્યરની અડધી સદી અને પેટ કમિન્સના અણનમ 56 રનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે બુધવારે IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 24 બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું હતું. પેટ કમિન્સની આ ઈનિંગ જોઈને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન પણ આ ખેલાડીના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નહીં. પોસ્ટ શેર કરતા શાહરૂખે લખ્યું, "વાહ ફરીથી કેકેઆર બોય્ઝ, પેટ કમિન્સ હું આન્દ્રે રસેલની જેમ ડાન્સ કરવા માંગુ છું અને ટીમની ગળે લગાવવા માંગુ છું જેમ ટીમે કર્યું, વાહ, ખૂબ જ સારું કેકેઆર અને અહીં શું કહું... પેટ દિયે છક્કે!!!!

પાકિસ્તાન પ્રવાસ ખતમ થયા બાદ પેટ કમિન્સ ભારત આવ્યો છે અને સીઝનની પ્રથમ મેચ રમી રહ્યો હતો. બોલિંગ દરમિયાન, કમિન્સે 4 ઓવરમાં 49 રન આપીને બે વિકેટ લીધી હતી. પરંતુ જ્યારે તે બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો ત્યારે મુંબઈની ટીમ KKRને દબાણમાં લાવવાની તૈયારી કરી રહી હતી. પરંતુ કમિન્સ તરફથી ચોક્કા અને છક્કાના વરસાદની સામે, કેપ્ટન રોહિત શર્માની પૂરી વ્યૂહરચના નિષ્ફળ ગઈ અને તેણે સેમ્સની ત્રીજી અને ઈનિંગની 16મી ઓવરમાં 35 રન બનાવીને ટીમની જીત સુનિશ્ચિત કરી.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022MIvsKKRPatCumminsshahrukhkhanSports
Next Article