Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંતિમ બોલ પર તેવતિયાની સિક્સ જોઇ હાર્દિકે આપી ફિલ્મી અંદાજમાં સ્માઇલ

IPL 2022માં શુક્રવારે ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 189/9 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ ગુજરાતે પૂરી 20 ઓવર રમીને હાંસલ કરી લીધો અને પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. મેચનો હીરો રાહુલ તેવતિયા રહ્યો હતો. That last over: 😨😱🤯😰😂🤩#SeasonOfFirsts #AavaDe #PBKSvGT pic.twitter.com/j39VOfmR6G— Gujarat Titans (@gujarat_titans) April 8, 2022 IPL 2022 ની 16મી મેચ રોમાંચક રીતે સમાપ્ત થઈ. ગુજરાત ટાઇટન્સના રાહુલ તેવતિયાએ છà
અંતિમ બોલ પર તેવતિયાની સિક્સ જોઇ હાર્દિકે આપી ફિલ્મી અંદાજમાં સ્માઇલ
IPL 2022માં શુક્રવારે ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 189/9 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ ગુજરાતે પૂરી 20 ઓવર રમીને હાંસલ કરી લીધો અને પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. મેચનો હીરો રાહુલ તેવતિયા રહ્યો હતો. 
Advertisement

IPL 2022 ની 16મી મેચ રોમાંચક રીતે સમાપ્ત થઈ. ગુજરાત ટાઇટન્સના રાહુલ તેવતિયાએ છેલ્લા બે બોલમાં બે શાનદાર સિક્સર ફટકારીને પંજાબના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. આ સાથે તેવતિયાએ ભારતના સર્વશ્રેષ્ઠ ફિનિશર કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીની ખાસ ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ મેચ પહેલા IPLના ઈતિહાસમાં માત્ર બે જ એવા બેટ્સમેન હતા જેમણે છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારીને પોતાની ટીમ માટે મેચ જીતી હતી. આ લિસ્ટમાં સૌથી ઉપર મહેન્દ્ર સિંહ ધોની છે જેણે 2016માં પંજાબ કિંગ્સ સામે આ કારનામો કર્યો હતો, જ્યારે બીજા નંબર પર તેની સાથે રવિન્દ્ર જાડેજા છે, જેણે 2020માં KKRને આ સ્ટાઈલમાં હરાવ્યું હતું. હવે આ યાદીમાં ત્રીજું નામ રાહુલ તેવતિયાનું જોડાઈ ગયું છે.

સ્પર્ધાની વાત કરીએ તો પંજાબે પ્રથમ બેટિંગ કરતા લિવિંગસ્ટોનના 64 રનના આધારે ગુજરાત સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતા ગુજરાતને પ્રથમ ઝટકો 32ના સ્કોર પર મેથ્યુ વેડના રૂપમાં લાગ્યો હતો. પરંતુ આ પછી શુભમન ગિલ અને સાઈ સુદર્શન (35)એ સદીની ભાગીદારી કરીને ટીમને સ્કોરની નજીક પહોંચાડી હતી. પંજાબે છેલ્લી ઓવરમાં જોરદાર વાપસી કરી, પરંતુ તેવતિયાને કંઈક બીજું જ કરવું હતું. 
Advertisement

ગુજરાતને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. પ્રથમ ચાર બોલમાં માત્ર 7 રન જ આવ્યા હતા. આવી સ્થિતિમાં ગુજરાતનો વિજય અસંભવ જણાતો હતો, પરંતુ ત્યાર બાદ તેવતિયાએ ઓડિયન સ્મિથના બે બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ સાથે ગુજરાતે જીતની હેટ્રિક પણ નોંધાવી છે.
Tags :
Advertisement

.