Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RR vs RCB : જયપુરમાં આજે જામશે RR અને RCB વચ્ચે જોરદાર ટક્કર

RR vs RCB : IPL 2024ની 19મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ (RR vs RCB)સામે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. જો લીગમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સે તમામ...
08:46 AM Apr 06, 2024 IST | Hiren Dave

RR vs RCB : IPL 2024ની 19મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ (RR vs RCB)સામે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. જો લીગમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સે તમામ 3 મેચ જીતી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ, RCBએ 4માંથી માત્ર 1 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે.

 

હેડ ટુ હેડ રેકોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડા પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. IPLમાં અત્યાર સુધી બંને ટીમો 30 વખત ટકરાયા છે. આ દરમિયાન, RCBએ 15 મેચ જીતી છે, જ્યારે RRએ 12 મેચ જીતી છે. 3 મેચ પણ અનિર્ણિત રહી છે. આવી સ્થિતિમાં જો બેંગલુરુએ આ સિઝનમાં પોતાનું પ્રદર્શન સુધારવું હશે તો રાજસ્થાને તેને ઘરઆંગણે કોઈપણ ભોગે હરાવવું પડશે.

છેલ્લી 5 મેચોની સ્થિતિ

છેલ્લી 5 મેચોની વાત કરીએ તો RCBએ 3 અને RRએ 2માં જીત મેળવી છે. RR અને RCB વચ્ચેની ટક્કરમાં, રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતી વખતે 5 અને લક્ષ્યનો પીછો કરતી વખતે 7 મેચ જીતી છે. ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 5 મેચ અને લક્ષ્યનો પીછો કરતી વખતે 10 મેચ જીતી છે. બંને ટીમો જયપુરના મેદાન પર 8 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન RR અને RCBએ 4-4 મેચ જીતી છે. રાજસ્થાને તેના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 54 મેચ રમી છે અને 35માં જીત મેળવી છે. RRને 19માં પણ હારનો સામનો કરવો પડ્યો છે.

પિચ રિપોર્ટ

સવાઈ માન સિંહ સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને મદદ કરે છે. જો કે, અહીંની બાઉન્ડ્રી ઘણી લાંબી છે. જયપુર પિચ નવા બોલ સાથે શરૂઆતમાં વધારાનો ઉછાળ અને સીમ મૂવમેન્ટ જોવા મળે છે. જોકે, જેમ જેમ રમત આગળ વધશે તેમ બેટ્સમેનોને મદદ મળવા લાગશે. બોલ બેટ પર સારી રીતે આવશે, જ્યારે ફાસ્ટ બોલરો આ સ્થિતિમાં સફળ થવા માટે વિવિધતા પર આધાર રાખશે. સ્પિનરોને અહીં થોડો ટર્ન મળે છે, જે બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. ટાર્ગેટનો પીછો કરતા ટીમો જયપુરમાં વધુ સફળ રહી છે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), મયંક ડાગર, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

ઈમ્પેક્ટ પ્લેયરઃ મહિપાલ લોમરોર

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન, સંદીપ શર્મા.

 

આ  પણ  વાંચો - SRH vs CSK: ચેન્નઈને કોની નજર લાગી! ધોનીની આ સતત બીજી હાર, હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું

આ  પણ  વાંચો - GT vs PBKS: ભૂલથી ટીમમાં આવેલ ખેલાડી બન્યો મેચનો ‘બાજીગર’, પંજાબની શાનદાર જીત

આ  પણ  વાંચો - DC vs KKR : ટૂર્નામેન્ટમાં કોલકતાની જીતની હેટ્રિક, દિલ્હી કેપિટલ્સની કારમી હાર

Tags :
dream 11 team of today matchdream11 team of today matchIPL 2024 today matchIpl Records Historyipl today matchJaipurpitch reportrcb vs rr 2024rcb vs rr dream11 todayRR vs RCBrr vs rcb 2024rr vs rcb dream11 prediction today matchrr vs rcb dream11 teamrr vs rcb dream11 team todayrr vs rcb dream11 todayrr vs rcb dream11 today matchrr vs rcb ipl match today pitch reportrr vs rcb today match predictiontoday dream11 teamtoday match pitch reporttoday match prediction
Next Article