RCB Vs DC: દિલ્હીની સતત પાંચમી જીત,બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું
- દિલ્હીની સતત પાંચમી જીત
- બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું
- કેએલ રાહુલે અણનમ 93 રન બનાવ્યા
RCB Vs DC :IPL 2025 ની 24મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને (RCB Vs DC)હરાવ્યું. કેએલ રાહુલની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે દિલ્હીએ આ મેચ 6 વિકેટથી જીતી લીધી. કેએલ રાહુલે (KL Rahul)અણનમ 93 રન બનાવ્યા. પરંતુ તે સદી પૂર્ણ કરી શક્યો નહીં. દિલ્હીના બોલરો કુલદીપ યાદવ અને વિપરાજ નિગમે પણ સારું પ્રદર્શન કર્યું. આરસીબી તરફથી ટિમ ડેવિડ અને ફિલિપ સોલ્ટે સારી ઈનિંગ્સ રમી.
કેએલ રાહુલ દિલ્હીનો જીતનો અસલી હીરો
આરસીબીએ દિલ્હીને જીત માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, દિલ્હીએ 17.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. રાહુલનું મેચ વિનિંગ પ્રદર્શન જોવા મળ્યું. તેને 53 બોલમાં અણનમ 93 રન બનાવ્યા. રાહુલે 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 38 રન બનાવ્યા. તેને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
આ પણ વાંચો -MS Dhoni: ધોની ફરી બન્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન!
દિલ્હીના ઓપનરો નિષ્ફળ ગયા
દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ફાફ ડુ પ્લેસિસ અને જેક ફ્રેઝર મેકગર્ક કંઈ ખાસ કરી શક્યા નહીં. ડુ પ્લેસિસ માત્ર 2 રન બનાવીને આઉટ થયો. યશ દયાલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી મેકગર્ક 7 રન બનાવીને આઉટ થયો. અભિષેક પોરેલ પણ 7 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. બંનેને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યા.
આ પણ વાંચો -Olympics માં થઈ ક્રિકેટની એન્ટ્રી,હવે 6 ટીમોમાં જામશે જંગ,જાણો સમગ્ર અહેવાલ
RCB માટે સોલ્ટ-ડેવિડનું વિસ્ફોટક પ્રદર્શન
રજત પાટીદારના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. આ દરમિયાન ફિલ સોલ્ટ અને ટિમ ડેવિડે વિસ્ફોટક ઈનિંગ્સ રમી. સોલ્ટે 17 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેને 37 રનની ઈનિંગ રમી. જ્યારે ટિમ ડેવિડ 37 રન સાથે અણનમ રહ્યો. તેને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલીએ 14 બોલમાં 22 રન બનાવ્યા. રજત પાટીદારે 25 રનનું યોગદાન આપ્યું હતું.
દિલ્હીના બોલરોનું ઘાતક પ્રદર્શન
બેંગ્લુરૂના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. કુલદીપ યાદવ અને વિપરાજ નિગમે 2-2 વિકેટ લીધી. વિપરાજે 4 ઓવરમાં 18 રન આપ્યા. કુલદીપે 4 ઓવરમાં 17 રન આપ્યા. મોહિત શર્મા અને મુકેશ કુમારે એક-એક વિકેટ લીધી.