RCB Vs DC : દિલ્હીએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય
- દિલ્હી કેપિટલ્સ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય
- RCB પ્રથમ બેટીંગ કરવા ઉતરશે
- દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને
- RCB પણ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને
RCB Vs DC :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના મેચ નંબર-24 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે.
દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને
હાલમાં બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં છે. દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે RCB પણ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. દિલ્હીએ આ સિઝનમાં સતત ત્રણ મેચ જીતીને જીતની હેટ્રિક હાંસલ કરી છે, જ્યારે RCB પણ પોતાનો વિજય ક્રમ જાળવી રાખવા માંગશે.
દિલ્હીની ટીમમાં એક ફેરફાર કરાયો
આ મેચમાં દિલ્હીની ટીમે તેની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. ફાફ ડુ પ્લેસિસ ટીમમાં પરત ફર્યા છે. તેમણે સમીર રિઝવીનું સ્થાન લીધું છે. જ્યારે રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળશે. તે જ સમયે, RCB એ તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આરસીબી વિરુદ્ધ ડીસી: હેડ ટુ હેડ
આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે. આમાંથી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે 11 મેચ જીતી છે. વર્ષ 2015 માં, આ બંને ટીમો વચ્ચેની એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ
ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (સી), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (ડબ્લ્યુ), ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર,જોશ હેઝલવુડ,યશ દયાલ
દિલ્હી કેપિટલ્સ ટીમ
ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર