Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCBનું ખરાબ ફોર્મ યથાવત, મેચમાં બન્યા ઘણા મોટા રેકોર્ડ

IPL 2022 ની ત્રીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી અને તે દરમિયાન પંજાબની ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 2 વિકેટના નુકસાને 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તે દરમિયાન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 57 બોલમાં ત્રણ ચોક્કા અને 7 છક્કાની મદદથી 88 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી.પ્રથમ બેટિંગ કરતા RCBએ
rcbનું ખરાબ ફોર્મ યથાવત  મેચમાં બન્યા ઘણા મોટા રેકોર્ડ
Advertisement
IPL 2022 ની ત્રીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી અને તે દરમિયાન પંજાબની ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 2 વિકેટના નુકસાને 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તે દરમિયાન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 57 બોલમાં ત્રણ ચોક્કા અને 7 છક્કાની મદદથી 88 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી.
પ્રથમ બેટિંગ કરતા RCBએ ડુ પ્લેસીસ (88)ની અડધી સદી, વિરાટ કોહલીના 29 બોલમાં 41 રન અને દિનેશ કાર્તિકના 14 બોલમાં 32 રનની મદદથી 205 રન બનાવ્યા હતા. 206 રનના જવાબમાં બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 208 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તે દરમિયાન પંજાબની ટીમે માત્ર પાંચ વિકેટ ગુમાવી હતી. આ મેચમાં પંજાબ તરફથી શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેએ સૌથી વધુ 43-43 રનની ઇનિંગ રમી હતી. આ રીતે પંજાબ કિંગ્સે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. જણાવી દઈએ કે, આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ પણ જોવા મળ્યા હતા, તો ચાલો હવે જાણીએ તે રેકોર્ડ વિશે.
  • વિરાટ કોહલી એક જ ટીમ માટે 200 IPL ઇનિંગ્સ રમનાર પ્રથમ ખેલાડી બન્યો.
  • દિનેશ કાર્તિકએ ​​સતત 3 ચોક્કા મારી IPL કારકિર્દીમાં 400 ચોક્કા પૂરા કર્યા.
  • ફાફ ડુ પ્લેસિસે 88 રન બનાવીને તેની IPL કરિયરમાં 3 હજાર રન પૂરા કર્યા.
  • આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે. જેમાં પંજાબ કિંગ્સે 15 અને આરસીબીએ 13 મેચ જીતી છે.
  • વિરાટ કોહલીએ મેદાન પર ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ બનાવ્યો. તે IPLમાં 200 ઈનિંગ્સ રમનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા રોહિત શર્મા અને સુરેશ રૈના આ કારનામો કરી ચુક્યા છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે IPL 2022 ના પ્રથમ 200 રન બનાવ્યા છે.
  • ફાફ ડુ પ્લેસિસે રવિવારે તેની IPL કારકિર્દીની 23મી અડધી સદી ફટકારી છે.
  • ફાફ ડુ પ્લેસિસે તેની IPL કારકિર્દીમાં 7 છક્કા ફટકારીને 100 સિક્સરનો આંકડો પાર કર્યો.
  • ફાફ ડુ પ્લેસિસે પંજાબ કિંગ્સ સામે તેની 8મી ફિફ્ટી ફટકારી.
  • DY પાટિલ સ્ટેડિયમમાં 11 વર્ષ બાદ IPLની મેચ રમાઈ રહી છે. અગાઉ આ મેચ 2011માં રમાઈ હતી.
આ ઉપરાંત IPLના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 200થી વધુ રન બનાવવા છતા આ ચોથી હાર છે. આ સાથે RCB 200થી વધુ રન બનાવીને સૌથી વધુ ચાર મેચ ગુમાવનાર ટીમ બની ગઈ છે. આશ્ચર્યજનક રીતે, RCB આ તમામ મેચ હારી ગયું જ્યારે તેણે વિપક્ષી ટીમ સામે જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો. જીહા, પંજાબ કિંગ્સ પહેલા બેંગલોર બે વખત CSK અને એક વખત KKR સામે 205 રન બનાવ્યા બાદ પણ હાર્યું છે.
Tags :
Advertisement

.

×