Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સે કર્યો રનનો પહાડ, જીત માટે આપ્યો 211 રનનો ટાર્ગેટ

IPL 2022ની પાંચમી મેચમાં આજે એટલે કે 29 માર્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થઈ રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા હતા. રાજસ્થાને હૈદરાબાદને જીત માટે 211 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ સિઝનમાં અત્ય
03:59 PM Mar 29, 2022 IST | Vipul Pandya

IPL 2022ની પાંચમી મેચમાં આજે એટલે કે 29 માર્ચે
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (
MCA) સ્ટેડિયમમાં
રાજસ્થાન રોયલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થઈ રહ્યો છે. સનરાઇઝર્સ
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રાજસ્થાન રોયલ્સે
પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા હતા. રાજસ્થાને
હૈદરાબાદને જીત માટે 211 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીનો કોઈપણ
ટીમનો આ સૌથી વધુ સ્કોર છે. કેપ્ટન સંજુ સેમસને 55 રનની અડધી સદી રમીને
IPLમાં પોતાની 16મી અડધી સદી ફટકારી હતી. તેમના
સિવાય જોસ બટલરે 35 અને દેવદત્ત પડિકલે 41
, યશસ્વી
જયસ્વાલે 20 અને શિમરોન હેટમાયરએ 13 બોલમાં 32 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી
ઉમરાન મલિકે બે અને રોમારીયો શેફર્ડ
, ભુવનેશ્વર
કુમાર અને ટી નટરાજને એક-એક વિકેટ લીધી હતી.

javascript:nicTemp();

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો
નિર્ણય લીધો છે. રાજસ્થાન અને હૈદરાબાદ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની
શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ (
RR)નો કેપ્ટન છેજ્યારે કેન વિલિયમસન સમગ્ર સિઝન માટે હૈદરાબાદ (SRH)ની કમાન સંભાળશે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં
રાજસ્થાને ત્રણ જ્યારે હૈદરાબાદે બે મેચ જીતી છે.


બંને ટીમો વચ્ચેના આંકડાની વાત
કરીએ તો અત્યાર સુધીમાં કુલ
 15 મેચ રમાઈ
છે જેમાંથી
 
મેચ
સનરાઈઝર્સ હૈદરાબાદ અને
 
રાજસ્થાન
રોયલ્સે જીતી છે. હૈદરાબાદ
 2017 
પછી
પ્રથમ વખત રાશિદ ખાન વિના મેદાનમાં ઉતરશે. આજે રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ ખૂબ જ
ઐતિહાસિક છે કારણ કે તેના સાત ખેલાડીઓ આ મેચમાં પદાર્પણ કરી રહ્યા છે.

સનરાઇઝર્સ
હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન):

અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન (સી), નિકોલસ પૂરન (વિકેટમાં), એડન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક.

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન):

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડીક્કલ, સંજુ સેમસન (C/W), શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નાથન કુલ્ટર-નાઇલ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદ કૃષ્ણા.

Tags :
GujaratFirstIPL2022RajasthanRoyalsSunRisersHyderabadWonToss
Next Article