બેંગ્લોર સામે પંજાબની 5 વિકેટે સુપર ડુપર જીત, સ્મિથે એક ઓવરમાં બાજી પલટી દીધી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં રવિવારે રમાયેલી બીજી મેચમાં પણ જોરદાર જંગ જોવા મળ્યો હતો.
બેંગ્લોર તરફ જઈ રહેલી એકતરફી મેચમાં આખરે પંજાબ કિંગ્સે રોક લગાવી અને જીત મેળવી.
પંજાબ કિંગ્સ માટે ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાનની જોડીએ બેંગ્લોરના
જડબામાંથી મેચ છીનવી લીધી. પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ ઓવરમાં 50 રનની જરૂર હતી. જે બાદ ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાને બેટિંગ કરતા
અજાયબી કરી બતાવી. ઓડિયન
06:03 PM Mar 27, 2022 IST
|
Vipul Pandya

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં રવિવારે રમાયેલી બીજી મેચમાં પણ જોરદાર જંગ જોવા મળ્યો હતો.
બેંગ્લોર તરફ જઈ રહેલી એકતરફી મેચમાં આખરે પંજાબ કિંગ્સે રોક લગાવી અને જીત મેળવી.
પંજાબ કિંગ્સ માટે ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાનની જોડીએ બેંગ્લોરના
જડબામાંથી મેચ છીનવી લીધી. પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ ઓવરમાં 50 રનની જરૂર હતી. જે બાદ ઓડિયન સ્મિથ અને શાહરૂખ ખાને બેટિંગ કરતા
અજાયબી કરી બતાવી. ઓડિયન સ્મિથે માત્ર 8 બોલ રમીને 25 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.