Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની પંજાબ સામે જીત બાદ પોઇન્ટ ટેબલની સ્થિતિ, કોની પાસે છે ઓરેન્જ અને પર્પલ કેપ

IPL 2022 ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ શુક્રવારે રાત્રે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોવા મળી હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી વર્તમાન સીઝનની લીગ તબક્કાની 16મી મેચમાં ટોસનો સિક્કો હાર્દિક પંડ્યાના પક્ષમાં પડ્યો હતો. જે બાદ તેણે પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ પંજાબ કિંગ્સે આ આમંત્રણને સ્વીકારીને 189 રન બનાવ્યા.સીઝનની 16મી મેચ 8 એપ્રિલે ગ
ગુજરાતની પંજાબ સામે જીત બાદ પોઇન્ટ ટેબલની સ્થિતિ  કોની પાસે છે ઓરેન્જ અને પર્પલ કેપ
IPL 2022 ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ શુક્રવારે રાત્રે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોવા મળી હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી વર્તમાન સીઝનની લીગ તબક્કાની 16મી મેચમાં ટોસનો સિક્કો હાર્દિક પંડ્યાના પક્ષમાં પડ્યો હતો. જે બાદ તેણે પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ પંજાબ કિંગ્સે આ આમંત્રણને સ્વીકારીને 189 રન બનાવ્યા.
સીઝનની 16મી મેચ 8 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ (PBKS vs GT) વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 6 વિકેટે જીત્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 9 વિકેટે 189 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે છેલ્લા બોલે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ગુજરાતને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.
Advertisement

ગુજરાત ટાઇટન્સે રાહુલ તિવેતિયાના છેલ્લા 2 બોલમાં 2 છગ્ગાના કારણે 6 વિકેટે હાંસલ કરી હતી. આ મેચમાં બંને ટીમોએ મળીને કુલ 379 રન બનાવ્યા હતા અને 13 વિકેટ પડી હતી. ચાલો જાણીએ IPL 2022 ની ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં આ મેચમાં ખેલાડીઓના પ્રદર્શન પછી શું બદલાયું છે...
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો હતો. પંજાબ તરફથી અગાઉ આ વર્ષે ઘાતક ફોર્મમાં જોવા મળેલા લિયામ લિવિંગસ્ટોને IPL 2022ની અત્યાર સુધીની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારીને મેદાનમાં ખળભળાટ મચાવ્યો હતો. જોકે, તે પછી તે લાંબી ઇનિંગ રમી શક્યો નહતો અને 64 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ તેને ઓરેન્જ કેપ રેસમાં નંબર 3 પર લઇ જવા માટે પૂરતું હતું. 
આ પછી, ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલ, તેની ક્લાસિક શૈલીમાં બેટિંગ કરતા, અડધાથી વધુ મોટા રન ચેઝનો બોજ તેના ખભા પર ઉઠાવી રહ્યો હતો. શુભમન ગિલે પંજાબ કિંગ્સ સામે 96 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે દિલ્હી સામે 88 રન બનાવ્યા હતા. આ શાનદાર બેટિંગના કારણે શુભમન ગિલ હવે IPL 2022ની ઓરેન્જ કેપ રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ મેચમાં પોતાની 1 ઓવરથી મેચમાં રોમાંચ લાવનાર બોલર રાહુલ ચહર આ મેચમાં 1 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં નંબર 3 પર આવી ગયો છે. IPL 2022માં ચહર અત્યાર સુધી ખૂબ જ સસ્તી બોલિંગ કરી રહ્યો છે, તેણે સમયાંતરે વિકેટ પણ લીધી છે. ગુજરાત સામેની 4 ઓવરમાં રાહુલે ઈકોનોમી રેટથી 10થી વધુ રન ખર્ચ્યા હશે. પરંતુ તેણે મેચના સૌથી નાજુક સમયે વિકેટ લઈને ઉત્સાહનું વાતાવરણ ઉભું કર્યું અને પોતાની ટીમને પરત લાવવાની તક આપી.
Tags :
Advertisement

.