PBKS vs KKR : પંજાબે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય
- પંજાબ અને કોલકાતા વચ્ચે ટક્કર
- પંજાબે ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય
- KKR ટીમ પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે
PBKS vs KKR : IPL 2025 ની 31મી મેચ આજે મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.આ મેચમાં,અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ અને શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને છે. પંજાબે ટોસ જીતીને (PBKS vs KKR )બેટિંગ કરવાનો નિર્ણય લીધો.આ સિઝનમાં,KKR ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે.જેમાંથી તેણે 3 જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે.આ કારણોસર,KKR ટીમ પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે છે.
બીજી તરફ, પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાંથી તેણે 3 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. પંજાબની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
આ પણ વાંચો -Vinod Kambli ની મદદે આવ્યા સુનીલ ગાવસ્કર, મેડીકલનો તમામ ખર્ચ ઉઠાવશે
PBKS vs KKR: હેડ ટુ હેડ રેકોર્ડ
અત્યાર સુધીમાં, IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે. આમાં KKRનો રેકોર્ડ સારો રહ્યો છે. KKR એ 21 મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સે ફક્ત 12 મેચ જીતી છે.
આ પણ વાંચો -Vinod Kambli ની મદદે આવ્યા સુનીલ ગાવસ્કર, મેડીકલનો તમામ ખર્ચ ઉઠાવશે
KKR અને પંજાબમાં ફેરફારો થયા
KKR અને પંજાબ બંનેએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે. KKR એ મોઈન અલીની જગ્યાએ નોર્ટજેનો સમાવેશ કર્યો છે. પંજાબ ટીમમાં જોશ ઇંગ્લિસ અને ઝેવિયર બાર્ટલેટને તક મળી છે.
કઈ ટીમનો હાથ ઉપર છે તે જાણો
IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ અને KKR વચ્ચે 33 મેચ રમાઈ છે. આમાં, KKRનો હાથ ઉપર રહ્યો છે. KKR એ 21 મેચ જીતી છે, જ્યારે પંજાબની ટીમ ફક્ત 12 મેચ જીતી શકી છે. બીજા ક્રમે બેટિંગ કરતી ટીમે વધુ મેચ જીતી છે. તમને જણાવી દઈએ કે પંજાબ સામે આન્દ્રે રસેલના આંકડા શાનદાર રહ્યા છે. રસેલે અત્યાર સુધીમાં પંજાબ સામે 432 રન બનાવ્યા છે.