PBKS Vs KKR :લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે ભવ્ય વિજય
- લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી
- KKR સામે 16 રનથી ભવ્ય વિજય
- યુઝવેન્દ્ર ચહલે મચાવી ધૂમ
PBKS Vs KKR; પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ (PBKS Vs KKR)રાઈડર્સને 16 રને હરાવ્યું.આજે મુલ્લાનપુર મેદાનમાં આવેલા દર્શકોને ઉત્સાહ શું હોય છે તેનો ખ્યાલ આવી ગયો હશે. આ મેચમાં પ્રથમ રમતી પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.જવાબમાં KKR ટીમ ફક્ત 95 રન જ બનાવી શકી. સામાન્ય રીતે, આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબના બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતાં કોલકાતાના બેટ્સમેનોને પરસેવો પાડી દીધો.
કેકેઆરની શરૂઆત રહી ખરાબ
12 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે કેકેઆરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બંને ઓપનિંગ બેટ્સમેન 7 રનના સ્કોરે આઉટ થઈ ગયા. ક્વિન્ટન ડી કોક 2 રન બનાવીને આઉટ થયો અને સુનીલ નારાયણ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. આ ઓછા સ્કોરવાળી મેચમાં, અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 55 રનની પાર્ટનરશિપ કરીને KKR ની જીતની શક્યતા વધારી દીધી. મેચમાં કોલકાતા તરફથી રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રહાણેએ 17 રન બનાવ્યા.
આ પણ વાંચો -Vinod Kambli ની મદદે આવ્યા સુનીલ ગાવસ્કર, મેડીકલનો તમામ ખર્ચ ઉઠાવશે
7 રનની અંદર પડી ગઈ 5 વિકેટ
112 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, કેકેઆરે એક સમયે ૩ વિકેટના નુકસાને 72 રન બનાવ્યા હતા. આ પછી, અંગક્રિશ રઘુવંશીના આઉટ થવાથી શરૂ થયેલો ક્રમ અટક્યો નહીં અને કોલકાતાની ટીમે માત્ર 7 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાની વિકેટ પડી હતી.
આ પણ વાંચો -IND Vs BAN : ODI સિરીઝનું શેડ્યુલ જાહેર, BCCIએ કરી જાહેરાત
યુઝવેન્દ્ર ચહલે મચાવી ધૂમ
ચહલે પહેલા કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને LBW આઉટ કર્યો. આ પછી, અંગક્રિશ રઘુવંશી પણ ચહલનો શિકાર બન્યો. તે 28 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, ગ્લેન મેક્સવેલે વેંકટેશ ઐયરને LBW આઉટ કરીને આખી મેચની શરૂઆત કરી. ૧૨મી ઓવરમાં ચહલે સતત બે બોલમાં બે વિકેટ લઈને KKRને મોટો ઝટકો આપ્યો. પહેલા તેણે રિંકુ સિંહને સ્ટમ્પ આઉટ કરાવ્યો. બીજા બોલ પર તેણે રમનદીપ સિંહની વિકેટ લીધી. તેને માર્કો જેન્સન અને અર્શદીપ સિંહનો પણ સારો સહયોગ મળ્યો. જ્યારે ચહલે તેની છેલ્લી ઓવરમાં રસેલ પાસેથી 1 રન લીધો