Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંત એકવાર ફરી થયો ગુસ્સે, નો-બોલ આપતા એમ્પાયર સાથે કરી દલીલ, Video

ઋષભ પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સ ટીમે KKR સામે IPL 2022 ની તેમની ચોથી મેચ જીતી લીધી છે. તે મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે વધુ સારો સાબિત થયો. કારણ કે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી KKRની ટીમ 146 રન જ બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સ (DC) ના કેપ્ટન ઋષભ પંત ગુરુવારે (28 એપ્રિલ) IPL 2022 ની મેચમાં ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે à
પંત એકવાર ફરી થયો ગુસ્સે  નો બોલ આપતા એમ્પાયર સાથે કરી દલીલ  video
ઋષભ પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સ ટીમે KKR સામે IPL 2022 ની તેમની ચોથી મેચ જીતી લીધી છે. તે મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે વધુ સારો સાબિત થયો. કારણ કે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી KKRની ટીમ 146 રન જ બનાવી શકી હતી. 
દિલ્હી કેપિટલ્સ (DC) ના કેપ્ટન ઋષભ પંત ગુરુવારે (28 એપ્રિલ) IPL 2022 ની મેચમાં ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે કમરથી ઊંચાઈના ફૂલ ટોસ બોલને નો-બોલ કહેવા બદલ ગુસ્સે જોવા મળ્યા હતા. આ ઘટના લલિત યાદવે ફેંકેલી ઇનિંગની 17મી ઓવરમાં બની હતી. આ ઓવરના ત્રીજા બોલે, લલિતે બહારની બાજુએ કમરથી ઊંચો ફૂલ ટોસ બોલ ફેંક્યો, જેના પર નીતિશ રાણાએ ડીપ-પોઈન્ટ પર શાનદાર સિક્સર ફટકારી હતી. એમ્પાયરે આ બોલને નો બોલ ગણાવ્યો હતો. જે બાદ પંત બોલિંગ છેડે ઉભેલા એમ્પાયર અનિલ કુમાર ચૌધરીની પાસે ગયો હતો અને એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. જોકે, પછીથી મામલો ઉકેલાઈ ગયો હતો. રીપ્લે દર્શાવે છે કે બોલ નો બોલ હતો. KKRને ફ્રી હીટ મળી, પરંતુ નીતીશ રાણા તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં અને માત્ર એક રન ચોરી શક્યા. 
Advertisement

મહત્વનું છે કે, આ પહેલા રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ નો બોલને લઈને વિવાદ થયો હતો. મેચની છેલ્લી ઓવર દરમિયાન, રોવમેન પોવેલની કમરથી ઉપરની ફૂલ ટોસ બોલને નો બોલ જાહેર ન કરતા પંત ગુસ્સે થયો હતો. આ પછી પંતને મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. KKR સામેની જીત બાદ ઋષભ પંતે કહ્યું, “અમે હારી જઇશું તે વિચારી રહ્યા હતા કારણ કે અમે વચ્ચે ઘણી વિકેટો ગુમાવી દીધી હતી. પછી અમે વિચાર્યું કે જો આપણે તે સમયને સમજવાનો પ્રયત્ન કરીશું તો જીતી શકીશું. મિશેલ માર્શનું વાપસી અમારા માટે સારું છે, અમે તેના વિશે 100 ટકા વિચાર્યું ન હતું. ખલીલ અહેમદ ઘાયલ છે અને તે એક મોટો ફેરફાર હતો. જ્યારે ખલીલ પાછો આવશે ત્યારે અમારી પાસે શાનદાર પ્લેઈંગ ઈલેવન હશે. અમે રોમન પોવેલને ફિનિશર તરીકે જોઈ રહ્યા છીએ. આજે અમે વધુ વિકેટ ગુમાવ્યા બાદ તેણે પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી.
Tags :
Advertisement

.