પ્રથમ મેચમાં મુંબઈ ટીમથી બહાર રહેલો આ ખેલાડી આજે કરશે ટીમને મજબૂત
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને-સામને જોવા મળશે. જોકે, આજે એક નહીં પણ બે મુકાબલા થવાના છે. વીકેન્ડને વધુ મજેદાર બનાવવા આજના દિવસમાં બે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે મુંબઈ અને રાજસ્થાનની ટીમ આમને-સામને જોવા મળશે.રાજસ્થાન રોયલ્સ પ્રથમ મેચમાં જીત સાથે આજે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાની પહેલી જીત મેળવવા મેદાને ઉતરશે. મુà
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને-સામને જોવા મળશે. જોકે, આજે એક નહીં પણ બે મુકાબલા થવાના છે. વીકેન્ડને વધુ મજેદાર બનાવવા આજના દિવસમાં બે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે મુંબઈ અને રાજસ્થાનની ટીમ આમને-સામને જોવા મળશે.
રાજસ્થાન રોયલ્સ પ્રથમ મેચમાં જીત સાથે આજે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાની પહેલી જીત મેળવવા મેદાને ઉતરશે. મુંબઈ આ પહેલા તેની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે હારી ગયું હતું. પ્રથમ મેચમાં આઉટ થયેલો સૂર્યકુમાર યાદવ ટીમ સાથે જોડાયો છે અને બીજી મેચમાં રમવા માટે તૈયાર છે. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઈ છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. રાજસ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવ્યું હતું. હાલ રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.
આ IPLમાં અત્યાર સુધી ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું ચલણ રહ્યું હતું અને તે ચાલુ રહેવાની શક્યતા પણ છે. મુંબઈ પાસે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનના રૂપમાં બે શ્રેષ્ઠ ઓપનર છે. ઈશાન કિશને DC સામે અણનમ 81 રન કરીને તેની ભારે કિંમતને યોગ્ય ઠેરવી હતી. રોહિત અને કિશનની જોડી મુંબઈ ઈન્ડિયન્સને મજબૂત શરૂઆત અપાવી શકે છે. મધ્યક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ એનસીએમાંથી સ્વસ્થ થયા બાદ ટીમ સાથે જોડાયા છે. તે કદાચ ત્રીજા નંબર પર બેટિંગ કરશે. તેની પાસે કોઈપણ જગ્યાએ મેચ જીતાડવાની ક્ષમતા છે. તે પોતાની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન સાથે શરૂઆત કરવા આતુર હશે.
મેચ શેડ્યૂલ
MI vs RR
મેચ નંબર-9
મેચની તારીખ - 2 એપ્રિલ
ટોસ - 3:00 PM
સમય - 3:30 થી
સ્થળ - ડીવાય પાટીલ સ્ટેડિયમ
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, દેવાલ્ડ બ્રેવિસ, રાહુલ બુદ્ધિ, સૂર્યકુમાર યાદવ, આર્યન જુયાલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), અર્જુન તેંડુલકર, ડેનિયલ સેમ્સ, ફેબિયન એલન, ઋતિક શોકીન, જોફ્રા આર્ચર, કિરોન પોલાર્ડ, મો. અરશદ ખાન, એન. તિલક વર્મા, રમનદીપ સિંહ, સંજય યાદવ, ટિમ ડેવિડ, બાસિલ થમ્પી, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન, રિલે મેરેડિથ અને ટાઇમલ મિલ્સ.
DC સામેની રમતમાં મુંબઈના મિડલ ઓર્ડરે ખરાબ પ્રદર્શન કર્યું હતું. અનમોલપ્રીત સિંહ, તિલક વર્મા અને ટિમ ડેવિડમાંથી એકને સૂર્યકુમાર માટે જગ્યા બનાવવી પડશે. અનુભવી ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ, જે મોટી સિક્સર મારવાની ક્ષમતા ધરાવે છે. તે પણ DC સામે સસ્તામાં આઉટ થયો હતો અને તે હવે રાજસ્થાન રોયલ્સ સામે મોટી ઇનિંગની રમવાની આશા સાથે મેદાને ઉતરશે.
Advertisement