પ્લેઓફમાં પહોંચવાના રસ્તે રાજસ્થાનની ટીમ, દિલ્હી માટે આ મેચમાં જીત જરૂરી
IPL 2022ની 58મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મુકાબલો થશે. બંને ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે પોતપોતાની સ્થિતિ મજબૂત કરશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ ત્રીજા નંબર પર છે જ્યારે દિલ્હીની ટીમ પાંચમાં નંબર પર છે. આજે રાજસ્થાન રોયલ્સ, સંજુ સેમસનની આગેવાની હેઠળ, ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ આજે બુધવારના રોજ મુંબઈના ડૉ.ડીવાય પાટિલ àª
IPL 2022ની 58મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મુકાબલો થશે. બંને ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે પોતપોતાની સ્થિતિ મજબૂત કરશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ ત્રીજા નંબર પર છે જ્યારે દિલ્હીની ટીમ પાંચમાં નંબર પર છે.
આજે રાજસ્થાન રોયલ્સ, સંજુ સેમસનની આગેવાની હેઠળ, ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ આજે બુધવારના રોજ મુંબઈના ડૉ.ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. રાજસ્થાન રોયલ્સે 11 મેચમાંથી 7 મેચ જીતી છે. RR પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ વિશે વાત કરીએ તો, DC 11 મેચમાંથી 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
દિલ્હી 11માંથી 6 મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે હોવા છતાં પ્લેઓફમાં જવાનો તેમનો રસ્તો એટલો સરળ નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સના સમાન મેચમાં દસ પોઈન્ટ છે. દિલ્હીનો નેટ રન રેટ પ્લસ 0.150 છે પરંતુ તેણે આગામી ત્રણ મેચ જીતવી પડશે. બીજી તરફ રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને તેને ક્વોલિફાઈ થવા માટે માત્ર બે પોઈન્ટની જરૂર છે. તેનો રનરેટ પણ પ્લસ 0.326 છે, જે અંતિમ ગણતરીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
રોયલ્સ પાસે ટૂર્નામેન્ટનું શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે. યુઝવેન્દ્ર ચહલે 14.50ની એવરેજથી 22 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધા કૃષ્ણાએ પણ સારો દેખાવ કર્યો છે. રોયલ્સ માટે શ્રેષ્ઠ ભાગ એ છે કે જોસ બટલર પર કોઈ વધુ પડતી નિર્ભરતા નથી. યશસ્વી જયસ્વાલે પંજાબ સામે ફિફ્ટી ફટકારી હતી. જોકે, હવે સંજુ સેમસન અને દેવદત્ત પડિકલને વધુ સારી ઇનિંગ્સ રમવી પડશે.
રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ડીવાય પાટિલના મેદાનમાં એવી પિચ છે જે બોલરોને સારો ઉછાળો આપે છે. પરંતુ આ પિચથી બેટ્સમેન અને બોલરોને સમાન મદદ મળવાની અપેક્ષા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ પિચ પર 160 અને 170 વચ્ચેનો સ્કોર બની શકે છે. આ ગ્રાઉન્ડ પર વર્તમાન સિઝનની 17 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 8 મેચ જીતી છે, જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ 9 વખત જીતી છે. ઝાકળ અહીં ભૂમિકા ભજવી શકે છે, તેથી જે પણ ટીમ ટોસ જીતશે તે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે.
Advertisement