Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક કોંગ્રેસે સરદાર પટેલ સ્ટેડિયમના નામે લગાવ્યા પોસ્ટર, તંત્ર દોડતું થયું

આજે IPL 2022ની ક્વોલિફાઇડ-2 મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા રાજનીતિ ગરમાઇ ગઇ છે. જેનું કારણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક કોંગ્રેસ પાર્ટી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યું તે છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેàª
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક કોંગ્રેસે સરદાર પટેલ સ્ટેડિયમના નામે લગાવ્યા પોસ્ટર  તંત્ર દોડતું થયું
આજે IPL 2022ની ક્વોલિફાઇડ-2 મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા રાજનીતિ ગરમાઇ ગઇ છે. જેનું કારણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક કોંગ્રેસ પાર્ટી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યું તે છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું છે. 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. આજે અને રવિવારે એમ બે દિવસ IPL ની મેચો અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે, મેચ શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક પોસ્ટર સ્ટેડિયમ નજીક લગાવવાથી એક વિવાદ ઉભો થઇ ગયો છે. આ પોસ્ટરમાં સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ લખવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા પાઠવતા પોસ્ટર લગાવ્યાં છે, પણ એમાં મેદાનના નામમાં 'સરદાર પટેલ સ્ટેડિયમ' તરીકે ઉલ્લેખ કર્યો છે. પોસ્ટરમાં લખ્યું છે કે, "પોતાની પહેલી જ IPL સીજનમાં ગુજરાતનું પાણી બતાવી ફાઇનલમાં આવવા બદલ અભિનંદન 'Gujarat Titans' મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં જીત તમારા કદમ ચૂમે તેવી શુભકામના..." હવે દેવુંસિંહ ચૌહાણે કોંગ્રેસના પોસ્ટરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.

Advertisement


દેવુસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું, વર્ષો સુધી સરદાર સાહેબની અવગણના કરવાવાળાઓને અચાનક એક દિવસ સરદાર સાહેબનું નામ યાદ આવી ગયું. આ ગુજરાત છે સાહેબ, પહેલી સિઝન હોય કે 20 વર્ષનો ઈતિહાસ, જીત હમેશાં સાહસિક જુસ્સાની થઈ છે નહીં કે પરિવારવાદની! મહત્વનું છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે કોંગ્રેસે અમદાવાદમાં ઠેરઠેર લગાવેલા પોસ્ટરમાં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં આપનું સ્વાગત છે તેવો કટાક્ષ કરતા પોસ્ટરો અંતે હટાવાયા છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા લગાવાયેલા આ પોસ્ટરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMO)ને હટાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે IPL 2022ની સેમીફાઈનલ (ક્વોલિફાઇડ-2) મેચ રમાવાની છે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સાંજે 7.30 કલાકે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે. આ મેચમાં જો પિચની વાત કરીએ તો જેમ જેમ મેચ આગળ વધશે તેમ પિચનો મૂડ અને હવામાન પણ બંને ટીમો માટે ઘણું અલગ જોવા મળશે. ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદ રાજસ્થાન અહીં પહોંચ્યું હતું. એલિમિનેટર મેચમાં RCBએ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. આજે આ બંને ટીમોની ટક્કરથી સ્પષ્ટ થઈ જશે કે 29મી મેના રોજ IPL 2022ની ફાઈનલમાં કઈ ટીમનો મુકાબલો થશે.
Tags :
Advertisement

.