Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL હરાજીમાંથી હટી જવાનો મારો નિર્ણય યોગ્ય જ હતો : સેમ કરન

IPL 2022માં ઘણા એવા ખેલાડીઓ ટૂર્નામેન્ટનો હિસ્સો નથી, તેમા એક CSKનો ઓલરાઉન્ડર સેમ કરન પણ છે. પીઠની ઈજામાંથી ઠીક થઇ રહેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરને કહ્યું કે, તે આ સીઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ન રમી શકવાથી નિરાશ છે પરંતુ તેને લાગે છે કે હરાજીથી હટાવાનો તેનો નિર્ણય યોગ્ય હતો.  અહી મારા માટે ઉતાવળ કરવી મને મુશ્કેલીમાં મુકી શકે તેમ હતી, કારણ કે હું મારી કેરિયરની સૌથી ગંભીર ઈજાથી નિક
ipl હરાજીમાંથી હટી જવાનો મારો નિર્ણય યોગ્ય જ હતો   સેમ કરન
IPL 2022માં ઘણા એવા ખેલાડીઓ ટૂર્નામેન્ટનો હિસ્સો નથી, તેમા એક CSKનો ઓલરાઉન્ડર સેમ કરન પણ છે. પીઠની ઈજામાંથી ઠીક થઇ રહેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરને કહ્યું કે, તે આ સીઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ન રમી શકવાથી નિરાશ છે પરંતુ તેને લાગે છે કે હરાજીથી હટાવાનો તેનો નિર્ણય યોગ્ય હતો.  અહી મારા માટે ઉતાવળ કરવી મને મુશ્કેલીમાં મુકી શકે તેમ હતી, કારણ કે હું મારી કેરિયરની સૌથી ગંભીર ઈજાથી નિકળી રહ્યો છું. 
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી ચૂકેલા કરને ESPNcricinfoને કહ્યું, “હું નિરાશ છું કે હું નથી રમી રહ્યો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઘરે બેસીને જોવી નિરાશાજનક છે. હું હરાજી (IPL ઓક્શન 2022) માં ભાગ લેવા માંગતો હતો, પરંતુ અંતે મેં ન કર્યું, જે કદાચ શ્રેષ્ઠ નિર્ણય હતો. પાછળ જોતાં, IPL થોડું વહેલી કહેવાતું. 
23 વર્ષના ડાબા હાથના મધ્યમ ઝડપી બોલરને ગયા વર્ષે ઓક્ટોબરમાં IPLના બીજા તબક્કા દરમિયાન તેની પીઠના નીચેના ભાગમાં 'સ્ટ્રેસ ફ્રેક્ચર' થયું હતું. તેમણે કહ્યું કે, “હું ચોક્કસપણે કોઈ તબક્કે IPLમાં પાછા જવા માંગુ છું કારણ કે તમે ત્યાં તમારી T20 રમત વિશે ઘણું શીખો છો. આ એક એવી ટૂર્નામેન્ટ છે જ્યાં તમે માત્ર ક્રિકેટ વિશે વાત કરો અને શીખો છો. જો તમે સવારે નાસ્તો કરવા જાઓ છો, તો તમે સુપરસ્ટાર સાથે બેસીને રમત વિશે વાત કરો છો."
તે આવતા અઠવાડિયે એજબેસ્ટન ખાતે વોરવિકશાયર સામેની સરેની કાઉન્ટી ચેમ્પિયનશિપની શરૂઆતની મેચમાં સારો દેખાવ કરવા ઇચ્છે છે જ્યારે તેનું ધ્યાન જૂનમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે અને ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા પર હશે.
Advertisement
Tags :
Advertisement

.