ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

મુંબઈએ ટોસ જીતી રાજસ્થાનને પહેલા બેટિંગ માટે આપ્યું આમંત્રણ

આજે IPLની બે મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે. રોહિત શર્મા અને સંજુ સેમસન કેપ્ટન તરીકે આમને-સામને જોવા મળશે.  મહત્વનું છે કે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી લીધો છે અને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. મહત્વનું છે કે, IPL 2022ની અત્યાર સુધી 2 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ છે. પ્રથમ મેચમાં બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હત
09:44 AM Apr 02, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
આજે IPLની બે મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે. રોહિત શર્મા અને સંજુ સેમસન કેપ્ટન તરીકે આમને-સામને જોવા મળશે. 

મહત્વનું છે કે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી લીધો છે અને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. મહત્વનું છે કે, IPL 2022ની અત્યાર સુધી 2 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ છે. પ્રથમ મેચમાં બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હતા. 206 રનનો ટાર્ગેટ પંજાબે એક ઓવર બાકી રહેતા મેળવી લીધો હતો. જ્યારે બીજી મેચમાં ઘણો ઓછો સ્કોર બન્યો હતો. બીજી મેચમાં KKR માત્ર 128 રને સમેટાઈ ગયું હતું. જો કે આ નાના ટાર્ગેટને હાંસલ કરવામાં RCBનો પરસેવો છૂટી ગયો, પરંતુ ટીમ છેલ્લી ઓવરમાં જીતી ગઈ. પિચની વાત કરીએ તો અહીં બોલરોને મદદ મળી રહી છે. સ્પિન બોલર માટે અહીં મદદ છે. બેટ્સમેન પીચ પર થોડો સમય વિતાવીને મોટી ઇનિંગ્સ રમી શકે છે.

વીકેન્ડની પ્રથમ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં કોઈપણ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું નથી, પરંતુ આજે આમ કરવાથી ફાયદો મળી શકે છે. કારણ કે બપોરે બેટિંગ કરવી આસાન નથી, પરંતુ ટોચના બેટ્સમેનો માટે બપોરે ફિલ્ડિંગ કર્યા બાદ તુરંત જ બેટિંગ કરવી મુશ્કેલ બની જાય છે. મેચના સમય સુધીમાં નવી મુંબઈમાં હવામાન 35 ડિગ્રીને પાર કરી જશે. જોકે, રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. 
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wkt), અનમોલપ્રીત સિંહ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી
રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (w/c), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રણંદ કૃષ્ણા
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022Sports