Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈએ વધારી ચેન્નાઈની મુસિબત, Points Table માં થયો ફેરફાર

IPL 2022 ની 56મી મેચ મુંબઈ અને કોલકતા વચ્ચે સોમવારે ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમા કોલકતાએ મુંબઈને 52 રને હરાવી દીધુ છે. આ જીત સાથે કોલકતાની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં  7માં નંબર પર આવી ગઇ છે. સોમવારે મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં, KKR એ મુંબઈને 52 રને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી હતી. જોકે, તેની આશા જો-તો માં અટવાયેલી છે, તેણે હવે તેની તàª
મુંબઈએ વધારી ચેન્નાઈની મુસિબત  points table માં થયો ફેરફાર
IPL 2022 ની 56મી મેચ મુંબઈ અને કોલકતા વચ્ચે સોમવારે ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમા કોલકતાએ મુંબઈને 52 રને હરાવી દીધુ છે. આ જીત સાથે કોલકતાની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં  7માં નંબર પર આવી ગઇ છે. 
સોમવારે મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં, KKR એ મુંબઈને 52 રને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી હતી. જોકે, તેની આશા જો-તો માં અટવાયેલી છે, તેણે હવે તેની તમામ મેચો મોટા માર્જિનથી જીતવી પડશે, જ્યારે ટૂર્નામેન્ટની કેટલીક અન્ય ટીમોએ પણ ચોથા સ્થાને રહેલી અન્ય ટીમોને હરાવવા માટે તેના હિતમાં કામ કરવું પડશે. મહત્વનું છે કે, IPL 2022 હવે તેના અંતિમ મુકામ પર છે. આ IPLમાં જૂની ટીમો જે રીતે પ્રદર્શન કરી રહી છે તેની કોઈ ચાહકોને અપેક્ષા નહોતી. 
હાલમાં ક્રિકેટ ફેન્સની સૌથી પસંદ કરવામાં આવતી બે ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI vs CSK) પોઈન્ટ ટેબલના તળિયે જોવા મળી રહી છે, ત્યારે ગુજરાત ટાઇટન્સ (GT), રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ તેમના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હંમેશા IPL ની સૌથી ફેવરિટ ટીમ/કિંગ માનવામાં આવે છે, પરંતુ આ વખતે આ કિંગ ટીમો પ્રદર્શન કરી શકી નથી. 
મહત્વનું છે કે, મુંબઈની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઇ ગઇ છે. હવે કોલકતાની ટીમ સામે હાર્યા બાદ મુંબઈએ ચેન્નાઈની મુસિબતમાં પણ વધારો કરી દીધો છે. જો આપણે KKRના નેટ રન રેટ વિશે વાત કરીએ, તો 10 પોઈન્ટ સાથે નાઈટ રાઈડર્સ સમાન પોઈન્ટ્સ સાથે 2 ટીમોથી પાછળ છે, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS)થી સમાન પોઈન્ટ સાથે આગળ છે.
IPL 2022ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો લખનૌની ટીમ પહેલા સ્થાન પર છે. આ ટીમના 16 પોઈન્ટ છે, જ્યારે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ બીજા નંબર પર છે. આ ટીમના 16 પોઈન્ટ છે. ત્રીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ છે, આ ટીમના 14 પોઈન્ટ છે. બેંગ્લોરની ટીમ ચોથા નંબર પર હાજર છે. બેંગ્લોરના 14 પોઈન્ટ છે. આ ટોપ-4ની વાત છે. આ પછી હૈદરાબાદ અને દિલ્હી પાંચ અને છઠ્ઠા નંબર પર છે. આ બંને ટીમોના 10-10 પોઈન્ટ છે.
Advertisement
Tags :
Advertisement

.